માઈક્રોસોફ્ટનું આઈ.ટી.દુનિયામાં રાજ થયું હોય તો બે બાબતોથી:
૧. એમાં રહેલાં એકદમ ખડ્ડુસ લોકોથી અને
૨. એ ખડ્ડુસ લોકોમાં રહેલાં સુપર-ખડ્ડુસ દિમાગમાં ઉભા કરાયેલા ‘કલ્ટ કલ્ચર’થી..
‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’ આ આખી પ્રોસેસ ક્રિયેટીવ રીતે કઈ રીતે ડેવેલોપ થાય છે, તેની સમજણ આપતી ડાયરી છે. હવે જ્યારે…
- મુર્ગી વહેલી કે ઈંડું?
- પ્રશાંત મહાસાગરમાં રહેલાં પાણીની ટોટલ ઘનતા?
- ખુરશી પર ઉભા થયા વિના આડા થઈને બતાવવાનું ડેમોન્સ્ટ્રેશન…
- ગાંધી સાહેબના દસમાં પરદાદાના ઝબ્બાની લંબાઈ કે પછી…
- સૂર્યના વિકિરણોની ૨૫માં વર્ષે એસ્કીમોના નખ પર થતી અસર
- કે પછી મૂળ પ્રશ્ન ‘માઉન્ટ ફૂજીને કઈ રીતે ખસેડી શકાય?’
જેવાં સાવ જ અજબ સવાલો વખતે ઈમોશનલ ઈન્ટેલીજન્સ સ્કિલ ટકાવવી કાંઈ ખાવાનો ખેલ નથી-
ત્યારે સવાલ: ટકવું કેમ?
જવાબ: ‘આગે કી સોચ’ રાખવી.
આ ‘આગે કી સોચકો પીછેસે લા કર’ અકબરી ‘ઈમોશનલ ઇન્ટેલીજન્ટ સવાલોના અચાનક હૂમલા સામે બિરબલી જવાબો આપવાનું કામ કેટલીક માનસિક ટેકનિક્સ દ્વારા આ વિલિયમભાઈએ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’ માં સરળ રીતે બતાવ્યું છે.
વાત ભલેને માઈક્રોસોફ્ટના મેગા વખતની હોય…પણ કંપનીનું કે કેરિયરનું ‘ટેગ’ વખતોવખત બદલાતું રહે છે. એટલે તેની શરૂઆતથી જ મન એવું મજબૂત કરી શકાય છે જ્યારે માથે માછલાં ધોવાય ત્યારે પણ ‘ડાબર આંવલાં’ સલામત રહે. આવી ટેલી (કે તૈલી) વાત પાઉન્ડસ્ટોને ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’ નામની બાટલીમાં ભરી છે.
પઝલમાં પણ ગઝલ છે….જો એને સારી રીતે સમજી ગાઈ નાખવામાં આવે તો. ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’ માં પણ ઇન્ટરવ્યુ વખતે આવી અનેકાવિધ પઝલ્સને ઉકેલવાની સમજૂતી આપવામાં આવી છે. વિલિયમભાઈએ બહુ લાંબી કથા નથી કરી. પણ કથાનક દ્વારા સમજાવવાનો પ્રયત્ન સારો કર્યો છે. હવે તમે….
- એમ સમજતા હોવ કે આ દુનિયા પર ‘રાજ’ કરવું છે!…
- એમ માનતા હોવ કે લોકોને ‘ગાંડા’ કરી નાખવા છે!…
- એમ ચાહતા હોવ તમારું ધારેલું જ કરવું છે..તો પ્લિઝ….પ્લિઝ…
આ બૂક ન વાંચતા. કેમ કે એમાં એ બધી બાબતોની ‘એન્ટી’ વાતો કરવામાં આવી છે. વિલિયમભાઈને એટલિસ્ટ એ ખબર છે કે…રાજ લોકોના દિલ પર, ‘ગાંડાપણું’ પણ સમજીને અને ધારેલું પણ ‘પ્રોપર પ્લાનિંગ’ થી થાય છે.
હવે લાઈફમાં ‘કાંઈક’ ખસેડવું હોય યા ‘હલનચલન’ કરાવવું હોય તો આજે જ આ બૂક લઇ આવો છાનામાના!
એટલે મારી વાત પણ ‘પૂરી’ કરી ‘શાક’ જમવા હું આ ચાલ્યો!
‘સર’ફટ સવાલ
આવનારી ‘નેનોસોફ્ટ’કંપનીના નસખેંચુંનો જસ્ટ ફ્રેશ થયેલા ગ્રેજ્યુએટને પ્રિક્વોલિફાઇડ નાગો પ્રશ્ન:
“દોસ્ત!…તું અચાનક તારા રૂમમાં પ્રવેશે છે, ને પલંગ પર એક છોકરીને નગ્ન હાલમાં જુએ છે…તું શું કરીશ?” –
પેલાનો રિફ્રેશિંગ જવાબ સાંભળ્યા પછી પ્રશ્નકર્તા આજે એનો સાળો બની ગયો છે…ને સાલા બેઉ સુખી છે!
બોલો ભાઈઓ- બહેનો! તમે આપો છો પેલાનો લા-જવાબ?- (ભલે સાળો ના મળે) પણ સારું ઇનામ તો મળશે જ. બસ!…નેક્સ્ટ પોસ્ટમાં.
[…] […]
અકબરી સવાલોના પ્રશ્નો અને જવાબ શોધવામા અને સર્જન કરવામા આપનુ દિલ અને દિમાગ પણ ખડ્ડુસોના 100માં પરદાદા કરતાયે વધારે ખડ્ડુસ લાગે છે. સરદારની ખોપરીની માગણી રિસર્ચ કરવા થઇ હતી એમ જો અત્યારેજ આપની ખોપરીનુ રીસર્ચ કરવામા આવે તો દુનિયા પર રાજ કરવાનો મોકો આપને જરુર જરુર જરુર મળે મળે ને મળે જ.
[…] રીતે કઈ રીતે ડેવેલોપ થાય … Continue reading → ઈન્ટરનેટ પર […]
બ્લોગજગતમાં એક નવી શૈલીનો સફળ જન્મ થઈ ચૂક્યો છે !
ધન્યવાદ.
જે.કે દાદા, આ ‘નવી શૈલી’ ના જન્મ વિશે તો આપ જ વધારે પ્રકાશ પાડી શકશો…
મજા આવી ગયી મુર્તઝા ભાઈ ..તમારી લેખન શૈલી મસ્ત છે….જરા હટકે છે…..મસ્ત કોમિક સેન્સ છે તમારા માં……….તમારા બ્લોગ ઉપ્પર વારંવાર આવવું ગમશે…..
To hu e chokri ne mari baho ma lai ne chumi lau ane pachi enu diaper shodhi ne ene pehravi dau ( answer from my POV)
Excellent Answer ! Truly Appreciated.