પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

                                                                                                                                                                         પહેલા તો આ લેખ મોડો મુક્યો એ માટે ‘સામાજિક સોરી’ (કે શોરી હોં!) ને પછી નેટ-વેપાર બ્લોગને આપ સૌ ટોપ-ટેનમાં લઇ આવ્યા એ માટે ‘ઠાવકું ઠેન્કયું’!

શબ્દો જ્યારે મગજમાંથી ડીલિંક થાય ત્યારે તેનું ‘દિલ-લિંક’ કામ શક્ય છે થોડું ડીલે થાય. અનકહી ઘટનાઓને દોષ દેવા કરતા તેની સાથે દોસ્તી કરી લેવી વધારે સારું છે. પાછલાં દિવસોમાં અહીં થયેલા (થતા રહેલાં) કેટલાંક મેગા મહાનગરી તોફાનો, કેટલાંક મીની માનસિક તોફાનો, ને કેટલીક માઈક્રો મુશ્કેલીઓના મોજાંઓ વચ્ચે પસાર થયેલા ૪૦ દિવસ બાદ ફરીથી ‘વેપારિક-બ્લોગ પર લ્યો સાહેબો, કદરદાનો!….પાછો આવી ગયો છું..

ગયેલી ફિકરને ધુંવામાં ઉડાડી અધૂરી મુકાયેલી પેલી પોસ્ટ અકબરી સવાલોના બિરબલી જવાબો વાળા લેખને રીફર કરી થોડાં આગળ વધીએ…..તેમાં અંતે એક સવાલ હતો કે એ બુકનું નામ શું હોઈ શકે?જવાબમાં આપણો એમેઝોની દોસ્ત કૃતાર્થભાઈ વસાવડા જ સાચો પડ્યો છે. (એમના જવાબની કોમેન્ટને હવે એક્ટીવેટ પણ કરી દીધી છે.)

દોસ્તો, જેમને આગળ આવવું છે, તેમના માટે આવી પઝલ સોલ્વ્ડ તૈયારીવાળું દિમાગ ઘણું જરૂરી બને છે. ઓફકોર્સ! ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના વાઈરલ ઇન્ફેક્શનથી ‘કોણ કેટલાં પાણીમાં છે તે હવે આસાનીથી જાણી શકાય છે.

આપણે “શું જાણીએ છીએ” તે સાથે સાથે થોડાં વધુ “કોને જાણીએ છીએ?” એ વધુ મહત્વનું બની રહ્યું છે.

આજની Gen-NeXt  ૧૦૦ વર્ષ જૂની (ઇજ્જતદાર) ‘કાલિદાસ બહેચરદાસની આંગડિયા પેઢી’ માં કામ કરવા કરતા લિજ્જતદાર માઈક્રોસોફ્ટ, ગૂગલ(દાસ), ઇન્ટેલ (એજન્ટ), એપલ (પાઈ), સ્પોટીફાય, પેપ્સી અને ટ્વિટર, ફેસબુક, જેવી ‘યંગ જનરેશન’ કંપનીમાં કામ કરવું મુનાસીબ માને છે. આમાં સાયન્ટિફીક રિસર્ચ કરવાની જરૂર નથી. કેમ કે જો “દીખતા હૈ વહી બિકતા હૈ”.

જે કામ આવતી કાલે કરવાનું હતું તે આ બધીઓ ભેગી મળી ગઈકાલે કરી નાખ્યું છે. આખી દુનિયાને સાચે જ મુઠ્ઠીમાં કરી નાખી છે. સવારના સમાચાર ચંદ મિનીટોમાં જ આઉટડેટેડ થઇ ગયા હોય છે. પરપોટા બનતા…અને ફૂટતા જાય છે. જે ‘પોટામાં’ લાંબુ ખમવાની તાકાત છે તેની પર દુનિયાની મીટ મંડાયેલી રહે છે…

જેઓ દિલ અને દિમાગમાં દમ રાખે છે તેમને માટે કંપનીઓ પણ પોતાના કદમ રાખે છે. તેવા અડીયલ ક્રિયેટીવની સતત ખોજમાં રહે છે. યેનકેનપ્રકારેણ તેમના ‘જાસૂસો ચારો ઓર ફૈલાકર’ સવાલોની ગૂગલી મારતા રહે છે. ઇન્ડિયામાં જો કે આવો ટ્રેન્ડ મેં તો જોયો નથી…તમે ‘ટ્રાય’ કરી શકો?

૧૯૯૭ના અરસામાં માઈક્રોસોફ્ટ જ્યારે પોતાના વેપારી-હનીમૂન મૂડની ચરમસીમાએ હતી ત્યારે પોતાની કંપનીમાં કોમ્પ્યુટર ફિલ્ડના બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોકોને ‘ચુન ચુનકે’ પકડી લાવતી. માનવામાં ન આવે…વિચારવામાં પણ ન આવે એવા સવાલો અચાનક એમનો એજન્ટ આવીને કોઈક એવા નટખટ ગીકને પટ પ્રશ્ન પૂછી જાય ત્યારે થોડીકવાર માટે એ વોશિંગ મશીનમાં નાખેલી ચાલીસ દિવસથી ન ધોવાયેલી ચડ્ડી તો શું?…ગર્લ-ફ્રેન્ડ ગઈકાલે રાતે કોઈક બીજા સાથે ચાલી ગઈ હોય એય ભૂલી જતા…

શું કામ?- એટલા માટે કે સાચો જવાબ ખોટી રીતે પણ આપી દીધો હોય ત્યારે પેલો ‘માઈક્રોસોફટીયો’ એમના સિયેટલ ખાતેના હેડ-ક્વાર્ટરમાં ઇન્ટરવ્યુ ભાગ-૨નુ આમંત્રણ-કાર્ડ અને હાથમાં પ્લેનની ટિકિટ થમાવી દે. ને ત્યાર પછી શરુ થાય એમનો ‘પ્રોફેશનલ પ્રવાસ’.

આ બધી વિગતોનું માનસિક મેન્યુઅલ એટલે વિલિયમ પાઉન્ડસ્ટોનની કિતાબ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી

એની વિગતવાર જાણકારી આ નીચેની વિડીયો ક્લિપ પછી…આફ્ટર ધ બ્રેક!…આ તો ‘બોરિંગ ન થઇ જવાય…એટલા માટે હોં!..

ક્રિયેટિવ ‘સર’પંચ:

ક્રિયેટિવિટી થવા સમય તો જોઈએ…ભાઈ…કેટલો સમય જોઈએ? જાણવું હોય તો આ ક્લિપ જોઈ લ્યો ત્યારે…

ને હવે ત્રીજા ભાગ માટે આવી જાવ આ પોસ્ટ પર ….ફૂજીને ખસેડવાની મહેનત વગરની જાણકારી માટે!

7 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

  1. Krutarth Amish કહે છે:

    અભિનંદન સાથે થેંક યુ મુર્તઝા ભાઈ 🙂

  2. Vimesh Pandya કહે છે:

    કોમેન્ટ કાલે…. :)…

  3. ASHOK M VAISHNAV કહે છે:

    હું આપના “આપણે “શું જાણીએ છીએ” તે કરતા પણ થોડાં વધુ “કોને જાણીએ છીએ?” એ વધુ મહત્વનું બની રહ્યું છે.” વાક્યને માત્ર આટલું જ સુધારું તો એ મારૂં મંતવ્ય થઇ જાયઃ

    — આપણે “શું જાણીએ છીએ” તે સાથે “કોને જાણીએ છીએ?” એ પણ વધુ મહત્વનું બની રહ્યું છે.

    આમ કરવાની ધૃષ્ટતા બદલ ક્ષમા!

  4. સુરેશ જાની કહે છે:

    નેટ-વેપાર બ્લોગને આપ સૌ ટોપ-ટેનમાં
    ————-
    કોન્ગ્રેટ્સ

  5. […] પણ આગળ નીકળે એવી છે.”  (હવે લાગે છે કે ‘How would You Move Mount Fuji’ પુસ્તક વાંચ્યા વગર પણ આ રીતે ત્યાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.