વેપાર વાવડ: ‘આઈઝ’ સાથે હવે મોં પણ ખોલતો એપલનો અવ(નવો) આઈ-ફોન 4S

Iphone-4S

Image(c) Apple.com

આખરે આઈફોન- 4S ભારતમાં પણ લોન્ચ ગઈકાલે જ થઇ ગયો…

નાનકડાં પણ ખુબ અકસીર સુધારા-વધારા કરાવી આ આઈફોને ગૂગલના એન્ડ્રોઇડ ફોનના માર્કેટ પર ફરીથી હુમલો કર્યો છે. તોયે…સ્ટિવભાઈના ગયા પછી પણ એપલનું પ્રોડક્ટ ‘લસ્ટ’ અને ‘કલ્ટ’ કલ્ચર પર તેની કોઈ અસર થઇ નથી.

મોબાઈલ ફોન ફક્ત ‘ટેએલી-ફૂન’, ‘એસેમેશ’, ‘મિશ્ કોલ’, ‘ઈ-મેહિલ ચેક’ કર નાખવા જેવા કામોથી હવે ધીમે ધીમે સ્માર્ટ બની રહ્યો છે. તેનો વખત હવે સુપર ફાસ્ટ બદલાઈ રહ્યો છે. અવનવી કરામતો દ્વારા ટેકનોલોજીસ્ટ તેને માત્ર કોમ્યુનિકેશનના સાધન તરીકે ન રાખતા આવા સ્માર્ટફોનને એક નાનકડો રોબોટ બનાવવા મથી રહ્યું છે.

આઈફોનની આંતરિક-યાંત્રિક વ્યવસ્થાને ડિટેઈલમાં જાણવી હોય તો એપલની સાઈટ પર માહિતીઓનો ખઝાનો ભરેલો પડ્યો જ છે. પણ મને (અને દુનિયા બીજા મેક-મેનીયાકોને પણ) ગમી ગયેલી કેટલીક બાબતો વિષે નાનકડો પ્રકાશ પાડવો છે. એટલા માટે કે…કાલે સવારે તેમાં રહેલાં ‘કમાન્ડઝ’ જ આપણા આખા ઘરનું અને લાઈફનું કમાન્ડિંગ કરવા આવી રહ્યાં છે….ન છુટકે..લીખ લો!

  • ૮ મેગા પિકસલ વાળો સુપિરીયર કેમેરા…એવી શાર્પ ઈમેજ વાળો ફોટો જેને તમે ડાઉનલોડ કર્યા વગર અંદરથી જ ‘મોડિફાય’ કરી શકો ને પછી ક્રિસ્પી પ્રિન્ટઆઉટ લઇ શકો.
  • કપાળેથી ભ્રમરોમાં અટકી પડેલો પરસેવો પણ કદાચ ચોખ્ખો જોઈ શકાય એટલા સુઘડ ડિસ્પ્લે સાથે તેના પહેલા ફોન કરતા ૭ ગણી ઝડપથી ફિલ્મ ઉતારી શકે તેવો હાઈડેફ મુવી કેમેરા (આ બાબતે આપણે એમને માપવા જઈએ એ કરતા એમની આ વાતને જ માપી લઈએ તો સારું)  
  • દીકરીને પપ્પા સાથે….(ને લડવાનો મૂડ હોય તો જમાઈને સાસુ સાથે) સાવ દિલ ટુ દિલ (કે હોઠ થી હોટ) વાત કરાવી દેતું ફેસટાઈમ વિડીયો ફોન…અફલાતૂન!
  • એક માત્ર ફોનનો બધો ડેટા આઈ-વાદળમાં ભરોવી દેતું i-cloud saving system. એટલે તમારો બધો ચિઠ્ઠો-હિસાબ એપલના આ વર્ચ્યુઅલ વાદળાં ખાતે જમા થઇ જાય. પછી તમે તમારું કોમ્પ્યુટર ખોલો કે આઈપેડ કે આઈ-બૂક…બધું ત્યાં જ હાજર…લ્યો જલસા કરો…(‘પેલી’ કે ‘પેલાં’ ની ડીટેઈલ્સ ખોવાઈ જવાની માથાકૂટ…ગૂલ)
  • વર્ષો પહેલા બનેલાં ‘સુપર કોમ્પ્યુટર્સ’થી તો ક્યાંય ઝડપી હોય એવા પ્રોસેસર્સ. હવે એની કમાલ તમને ક્યાં જોવા મળે એ વિશે અલગ આ ખાસ છેલ્લો પોઈન્ટ…
  • એ છે તેની સૌથી અસરકારક બાબત, જેનાથી વાતચીતની મતી મરાઈ ગઈ છે તેવી ઘટના એટલે તેમાં આવેલો ‘સિરી’ નામનો પ્રોગ્રામ. અત્યાર સુધીમાં આંગળીઓ દબાવી દબાવી મંડી પડતા સૌ ભૈ-બેનોને આ ‘સિરી’ એપ્લિકેશન બહુ વ્હાલી લાગી છે. દેશી ભાષામાં…પેલા વર્ષો જૂના જશુબા પણ મના કરે ત્યારે આ સસુરી ‘સિરી’ સાવ સીધી દોર થઇ ઘણાં જરૂરી કામો કરી આપે છે. તમે માત્ર હુકમો ઠોક્યે રાખો….એનું કામ એને ઝીલી લેવાનું. વેપારી કે ગર્લ-ફ્રેન્ડ સાથે એપોઈન્ટમેન્ટ ગોઠવણી ઉપરાંત….બૈરાની ભૂલાઈ ગયેલી વર્ષગાંઠ યાદ રાખવી, વ્હાલા બબલુની જોઈતી ચોકલેટ નજીકમાં ક્યાં મળી શકે એ બતાવવું, સવારે કે સાંજે ઊંઘમાંથી ઉભા કરવાનું, ગૂગલનું કોઈ પણ સર્ચ કમાંડ, આપણા શહેરનું તાપમાન જેવા કામો એના માટે ‘સાવ સામાન્ય’ છે….ને પાછા ઝડપી… (પણ કમબખ્ત ‘સિરીમતી’ના અંદરનું તાપમાન જાણવા એપલીયાઓ હજુયે મથી રહ્યાં છે!..)

આ બધી પ્રોસેસને ઉપાડવા એટલા માટે જ તેનો પ્રોસેસિંગ પાવરને અનેક ગણો વધારી દેવાયો છે. જે હોય તે..ખિસ્સા સાથે મગજને બહુ જોર ના પડે એ માટે માટેની તકેદારી તો આપણે જાતે જ રાખવી પડે છે..એટલે તમારી પાસે ખિસ્સાદમ હોય તો એક વાર ખર્ચો કરવા જેવો છે….

હવે આ એપલીયા પ્રોડક્ટપર આપણો દેશી બાપલ્યો ‘સિરી’ પર શું મેથી મારે છે… તે પણ જોઈ લ્યો…

 ‘સિરી પંચ

આઈફોન પર ‘સિરી’ ના શ્રીગણેશ… ‘ઈંગ્લીસ’ માં…

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

8 comments on “વેપાર વાવડ: ‘આઈઝ’ સાથે હવે મોં પણ ખોલતો એપલનો અવ(નવો) આઈ-ફોન 4S

  1. SHAKIL MUNSHI કહે છે:

    અફલાતૂન! -સ્ટિવ એપલ-4s “નામ હી કાફી હૈ” ! અજબ ફીચર ગજબ ફોન.

  2. Jeet કહે છે:

    Dear sir,
    the processor in the iPhone 4S (dual core apple A5) has absolutely nothing to do with Intel….
    It is based on ARM architecture, designed by apple itself and manufactured by samsung….

  3. […] નાનકડો રોબોટ બનાવવા મથી રહ્યું છે…. Continue reading → ઈન્ટરનેટ પર […]

  4. […] પણ ત્યાંજ…૨૦૦૭માં એપલ કંપનીના ‘આઈ-ફોન’ અને ‘આઈ-પોડ ટચ’ દ્વારા જાણે […]

  5. […] એને કહેવાની હિંમત થાય તો ને? ગયા વર્ષે આઈફોન-4S પર આ લેખ તો લખાઈ ગયો. પણ તેનો અનુભવ મેળવવા માટે […]

  6. Krishnakumar કહે છે:

    આભાર આઇફોન-૪એસ નો પરિચય કરાવવા માટે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.