વેપાર મય-વિસ્મય: !!! ઓગ્મેન્ટેડ રિયાલિટી !!!…સબ-કુછ હૈ આસપાસ…પર હાથમેં ન હો કુછ ભી સાથ…

ઓગ્મેન્ટેડ રિયાલિટી’ એટલે વધારેલી વાસ્તવિકતા‘. દેશી ભાષામાં કહીએ તો ‘કોમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા “જે ન હોય તેમાં વર્ચ્યુઅલ અસર ઉપજાવી સર્જેલી (અ)વાસ્તવિકતા. હમણાં હમણાંથી મને ખૂબ ગમતો વિષય. ઝડપથી વિકસતી ટેકનોલોજીમાં ‘ઓગ્મેન્ટેડ રિયાલિટી’નું નામ મુખ્ય છે. જે વધુ ભાગે આપણને ટી.વી. પર આવતી જાહેરાતોમાં અને હવે ઘણી ફિલ્મોમાં જોવા મળે છે.

ધ્યાનમાં આવે તો ફિલ્મ ‘તારે ઝમીન પર’માં બાળક ઇશાનના માથાની આસપાસ ફરતી ટ્રેઈન, પ્રાણીઓ અને વસ્તુઓ…. એવી જ રીતે રજનીકાંતની ‘રોબોટ’ ફિલ્મમાં અને ખાનની રા-વન જેવી સેંકડો ફિલ્મોમાં તો ડગલે ને પગલે વપરાયેલી છે.

આજે આ જ ટેકનોલોજી પર ત્રણ મજાના ઉદાહરણો બતાવવા છે…ને પછી એક ખુબ ઉપયોગી તક વિશે વાત પણ કરવી છે.

 1. અમેરિકાના એક રિટેઈલ ચેઈન આઉટલેટ ‘ટેસ્કો’એ પોતાની વસ્તુઓને આવી અસરમાં ઉપજાવી ગ્રાહકોને ગાંડા કર્યા  છે. સ્પર્શ્યા વગર પણ વસ્તુઓ ને નજીકથી બતાવી ખરીદવા તલપાપડ કરતા ડેમો ને તમે જ જોઈ લ્યોને આ વિડીયો-ક્લિપમાં…

 

………………………………………………………………………………………………………………………..

 1. નેશનલ જ્યોગ્રાફિક પણ પોતાની કેમેરા કુશળતા દ્વારા કુદરતને ખોળે રહી રહસ્યોના અનેકાનેક જાળા તો ખોલી જ રહ્યું છે. પણ સાથે સાથે કેમેરાની નવી ટેકનોલોજીથી પણ અનોખી કરામત કરી રહ્યું છે. એક શોપિંગ મોલમાં તેની હટકે ટીમે આવી જ ઝૂ ની રિયાલિટીનો ઉભી કરી જંગલનું દંગલ કરી દીધું છે. આમ જુઓ તો કોઈ નહિ પણ છતાં તમારી આસપાસ ડાયનાસોર, ચિતો અને બીજા પ્રાણીઓ ફરવા લાગી જાય ત્યારે જંગલના ‘મોલ’ વધ્યા કહેવાય ને?

………………………………………………………………………………………………………………………..

 1. ડિઝનીલેન્ડ માટે કાંઈ કહેવાનું હોય?…ના ના ના રે નાં દોસ્તો..એ લોકોને તો બસ માણવાનાં જ હોય..જોઈ લ્યો એમની ઓગમેન્ટેશન કરામત શું લઇ આવી છે.

………………………………………………………………………………………………………………………..

સહ‘કાર્ય’

હવે Augmented Reality ના ક્રિયેટિવ ક્ષેત્રે કમાણીની તકો કેવી છે? તે જાણવું હોય તો નેક્સ્ટ બ્લોગ પર નજર…પણ તે પહેલા એક સરળ કામ…કોમેન્ટ બોક્સમાં માત્ર એક વાક્ય લખી શકો?- મને જાણવું ગમશે. એટલા માટે કે મને પણ જણાવવાનો હોંશ ત્યાંથી જ મળશે…નહીંતર એવું નાં થાય કે બંદા બોલતા રહે..ઔર આપ સિર્ફ સુનતે રહે!

………………………………………………………………………………………………………………………..

આપના સ્નેહી કે દોસ્તને આ ઓગ્મેન્ટેડ રિયાલિટી બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

Advertisements

16 comments on “વેપાર મય-વિસ્મય: !!! ઓગ્મેન્ટેડ રિયાલિટી !!!…સબ-કુછ હૈ આસપાસ…પર હાથમેં ન હો કુછ ભી સાથ…

 1. હમઝા ઘાંચી કહે છે:

  મારા ખ્યાલ થી આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ અને એનીમેશન નો સમન્વય થયો લાગે છે ઔગમેનટેડ રિયાલીટીમાં.

 2. SHAKIL MUNSHI કહે છે:

  ઓગ્મેન્ટેડ રિયાલિટી વિષે મને જાણવું ચોક્ક્સ ગમશે. સ_રસ + સરળ લેખ.

 3. Dipam કહે છે:

  Eagerly waiting for your next blog for how it works actually

  Thanks
  Dipam

 4. Pankaj Solanki કહે છે:

  “મને જાણવું ગમશે.“

 5. Preeti કહે છે:

  મુર્તઝાભાઈ,

  આ વિષય પર વિસ્તારથી જાણવાનું ગમશે. નવા લેખની આતુરતાથી રાહ જોઈશું.

 6. HEENA BAKARANIA કહે છે:

  Yes, i like to see how it works augmented reality?

 7. smart કહે છે:

  ખરેખર તમારી નોલેજ ઘણી સારી છે અને મને પણ આ બધા વિષયોમાં ઉંડો રસ છે માટે
  “મને જાણવું ગમશે.““મને જાણવું ગમશે.““મને જાણવું ગમશે.““મને જાણવું ગમશે.““મને જાણવું ગમશે.“

 8. mayur suthar કહે છે:

  ઓગ્મેન્ટેડ રિયાલિટી વિષે મને જાણવું ગમશે. મુર્તઝાભાઈ

 9. MechSoul કહે છે:

  મને જાણવું ગમશે.

 10. Mehul Mehta કહે છે:

  – “મને જાણવું ગમશે.“

 11. Vipul Chaudhary કહે છે:

  “મને જાણવું ગમશે.“

 12. Dhaval Palsana કહે છે:

  Hi, I am from rajkot and I also did some research in this field and transformed simple paper into a live screen.
  See my work here:
  http://robofreaksindia.wordpress.com/2011/11/09/augmented-reality/
  Thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.