વેપાર વ્યક્તિત્વ: કુડિયોં કા હૈ ઝમાના???

પાછલી પોસ્ટમાં અરફા રંધાવા વિશે જ્યારે લખ્યું ત્યારે ખબર ન હતી કે આ લખાણની અસર મને ગૂગલિંગ કરાવી દેશે. ઉચકીને એક મજાની મગજી જગ્યા પર લઇ જશે. જ્યાં મેડિકલ ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસિલ થઇ રહી છે…

એ સંદર્ભે વિજ્ઞાનની સાથે ઉછલતી(ને ઉછેરાતી) ત્રણ કિશોરીઓની વાત કરવી છે, બતાવવી છે…..એ પણ એક સાથે. શક્ય છે આ પોસ્ટ વાંચતા ફક્ત ૩-૪ મિનીટ થાય પણ જે પ્રેઝેન્ટેશન-ક્લિપ જોવાલાયક છે તે પૂરી ૧૬ મિનીટની છે.

એક છે શ્રી બોઝ, બીજી લોરેન હોડ્ગે ને ત્રીજી નાઓમી શાહ, ત્રણ માંથી બે ભારતીય કહી શકાય પણ ઉછેર પાકો અમેરિકન હોવાથી ગર્વ કઈ રીતે લેવો એ બાબત આપ લોકો પર છોડી દઉં છું. મને જે વાત કરવી છે તે તેણીઓએ જીતેલા પરાક્રમની છે.

આ ત્રણે ટીનેજર્સ વિજ્ઞાનના બંધ લાગતા કેટલાંક દરવાજાઓ ખોલી રહી છે…(અલબત્ત જેમાંથી વેપારની કેટલીયે તકો પણ ખુલી જાય એવું છે.

થયું એવું કે થોડાં અરસા અગાઉ ગૂગલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળો યોજ્યો હતો. હવે એમાં સામાન્ય વાત એક જ હોઈ શકે. એજ કે તેની દરેક બાબત અસામાન્ય વાત સાથે સંકળાયેલી હોય !

આ વિજ્ઞાન-મેળામાં જો જીત મેળવી લઈએ તો સમજી લેવાય કે બાળકના કેરિયરનો લાઈફ-ટાઈમ મેળ પડી ગયો. દુનિયાની મશહૂર સાયન્ટિફિક એકેડેમીમાં મેમ્બરશીપ, જ્યાં નેશનલ જિયોગ્રાફિકની ટીમ ફોટોગ્રાફી કરવા ડૂબકીઓ લગાવે તેની સાથે જવાની તકો, ને સાથે સાથે ગૂગલના હેડક્વાર્ટર ‘ગૂગલપ્લેક્સ’માં મુલાકાતનું માનભર્યું આમંત્રણ…ને બીજી કેટલીયે ભેંટો, માનપત્રો….નસીબજોગે, આ વર્ષે આ બધું જ આ ૩ ભગિનીઓના ભાગે મેળવી લેવાનું આવ્યું છે

શ્રી બોઝ (૧૫-૧૬ વર્ષ જૂથ): ગ્રાન્ડ-પ્રાઈઝ મેળવનાર શ્રીએ જે સ્ત્રીમાં ઓવેરિયન કેન્સરના લક્ષણો દેખાય ત્યારે એમની પર થતી કિમોથેરાપી દરમિયાન થતી ક્રિયાઓ-પ્રક્રિયાઓ પર રિસર્ચ કર્યું છે. તેણી એ આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવતી એવી કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે જેનાથી કેન્સરની સારવારમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે.

લોરેન હોડગે (૧૩-૧૪ વર્ષની જૂથમાં): સાત વર્ષની ઉંમરથી વિજ્ઞાન-મેળામાં ભાગ લેતી આવતી લોરેનનો આ વર્ષે વિષય હતો: અલગ-અલગ રીતે બનાવવામાં આવતી ચિકન રેસિપીમાં મળી આવતા કેટલાંક એવા કાર્સિનોજ્ન્સ (એવા તત્વો જેનાથી કેન્સર થવાની સંભાવના છે.)

નાઓમી શાહ: જૈવિક રસાયણ (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) અને અણુ વિજ્ઞાન (ન્યુક્લિયર શક્તિ)ને ખૂબ વ્હાલ કરતી આ પાકી ગુજ્જુ છોકરીએ તો ૧૫-૧૬ વયની જૂથમાં પહેલું પ્રાઈઝ મેળવ્યું છે. આપણને ખુદ વાંચતા ને સાંભળતા જ ચક્કર અનુભવાય એવી બાબત પર નાઓમીએ પોતાના દિમાગનું ચક્કર “હવામાં થતાં પ્રદૂષણની અસર દમ (અસ્થમા) પર કેવી રીતે થાય છે તે માટેનું એક અનોખું ગાણિતિક મોડેલ” રજુ કર્યું છે.

આ ત્રણેના વિષય-વસ્તુની જાણકારી સાથે એમનો ભરપૂર આત્મ-વિશ્વાસ પણ જોવો હોય તો આવી જાવ…ને પછી શોધી કાઢો ક્યાં ક્યાં તકો સંતાયેલી છે?- તમારા માટે કે પછી તમારા બાળકો માટે?

 

ક્વિક-ક્લિક: . http://www.google.com/events/sciencefair/

તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

Advertisements

12 comments on “વેપાર વ્યક્તિત્વ: કુડિયોં કા હૈ ઝમાના???

 1. readsetu says:

  મુર્તઝાભાઇ, તમે જે પોસ્ટ મૂકો છો એ તો લાજવાબ હોય છે…
  મેં ગયે વખતે તમને અમારા એક મિત્રનું ઇમેલ મોકલ્યું હતું..
  એક સૂચન કરું ? ‘શી’નું ગુજરાતી ‘તેણી’ ………… હવે ‘તેણી’ શબ્દ નથી વપરાતો

  Lata Hirani

  • આભાર લતાબેન. સમજો કે આ ‘તેણી’ શબ્દ તેની છેલ્લી સફર આ પોસ્ટમાં કરશે. હવે ખરેખર હટકે શબ્દ લેવો પડશે 🙂

  • Nikunj Patel says:

   લતાબેન,હવે જો ઘણા લોકોએ ‘તેણી’ શબ્દ વાપરવાનું બંધ કર્યું હોય તો તેનો મતલબ એવો પણ નથી થતો કે તે શબ્દ તેનું મહત્વ/અર્થ ગુમાવી ચુક્યો છે।દુનિયામાંથી કોઈ પણ ભાષાનું અસ્તિત્વ જતા રહેવા પાછળ પણ આ જ કારણ છે।જો લોકો આ શબ્દ વાપરતા ના હોય તો જાગૃત વ્યક્તિઓ દ્વારા તેનો વધારે/જ્યાં જરૂર હોય ત્યાં ઉપયોગ કરીને ભાષાને જીવતી રાખવા માટે પ્રયત્ન કરવો જ રહ્યો।

 2. Niranjan Buch says:

  ખરેખર ખુબ જ સુંદર . હવે સ્ત્રીઓ કઈ માત્ર અબળા જ નથી , નવી દુનિયા મા નવી નવી શોધો કરતી નારી શક્તિ છે.

 3. […] એક છે નાઓમી શાહ, બીજી લોરેન હોડ્ગે ને ત્રીજી શ્રી બોઝ. ત્રણ માંથી બે ભારતીય કહી શકાય પણ ઉછેર પાકો અમેરિકન હોવાથી ગર્વ કઈ રીતે લેવો એ બાબત આપ લોકો પર છોડી દઉં છું. મને જે વાત કરવી છે તે તેણીઓએ જીતેલા પરાક્રમની છે…. ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

 4. mahesh patel says:

  aavi dikariona mata pita banava male tevi bhagavan ne prrarthna dhanyvad aavi suputrione bhagayvan mata pitane temaj teona bhavi sasu sasharane.

  ટ્રાન્સલિટરેટ: આવી દીકરીઓના માતા-પિતા બનવા મળે તેવી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ આવી સુપૂત્રીઓને, ભાગ્યવાન માતાપિતાને તેમજ તેઓના ભાવી સાસુ-સસરાને!

 5. Manisha Shah says:

  I feel proud for these girls, my daughters have read this post and they are so much inspire..
  Thank you for giving so much insprational knowledge.

 6. […] પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s