વેપાર વાઈન ….બનાવે તબિયત ફાઈન !

Baar-Glass

કેટલાંક ઈ-મેઈલ્સ માત્ર ચાવવા જેવા હોય છે ને કેટલાંક પચાવવા જેવા. આજનો જ દાખલો લઇ લઈએ. ‘શરાબ’ નામ માત્રથી શરમાઈ જાય એવા દોસ્તો જ્યારે એવા મસ્ત મજાના મેઈલ્સ મોકલે છે. ત્યારે વાંચ્યા બાદ માનસિક શાબ્દિક-નશો થાય છે….દિવસ બની જાય છે. (આપણા બ્લોગર દોસ્ત રજનીભાઈ અગ્રાવતના ફેસબુક પર થોડાં સમયથી આવા જ નશાકારક શબ્દોનો માહોલ જામ્યો છે. એ પણ ગાંધીધામ જેવા શહેરથી…).

આવો જ એક મેઈલ કેરોની સખત ઠંડીના માહોલને મીઠાશ આપી ગયો. અલબત્ત લખાણ અંગ્રેજીમાં હતું. એટલે ઈંગ્લીશ કરતા દેશીની અસર વધારે થાય એવા હેતુથી તેનું ભાષાંતર કરી આપ લોકોની સાથે વ્હેંચી રહ્યો છું.

 તો તમે પણ ‘લટકાવી’ દો મયખાના (બાર)ના કોઈક માલિકે જણાવેલા આ બાર વાઈન વાક્યો….  

૧.  “આ  દુનિયામાં એટ-લિસ્ટ બે જણા એવાં છે જે તમારા માટે જાન પણ ન્યોછાવર કરી શકે છે.

૨.  આ  દુનિયામાં ૧૫ વ્યક્તિઓ એવી છે જે તમને સાચે જ ચાહે છે. એજે રીતે તમે પણ એમને ચાહો છો.

૩.  આ દુનિયામાં કેટલીક વ્યક્તિઓ એવી છે જે તમને ધિક્કારે છે, ફકત એ કારણે કે તેઓ તમારી જેવા બનવા માંગે છે.

૪.  આ દુનિયામાં કોઈક એવી ખાસ વ્યક્તિ છે જેને માટે તમે ખુદ એક દુનિયા છો.

૫.  આ દુનિયામાં તમે એક યુનિક વ્યક્તિ છો…સ્પેશિયલ છો.

૬.  આ દુનિયામાં કોઈક એવી વ્યક્તિ પણ છે જેને તમે હજુ ઓળખતા નથી તોયે એ તમને ઘણી ચાહે છે.

૭.  તમારું એક નાનકડું સ્મિત પણ સામેની વ્યક્તિને ખુશીઓ આપી શકે છે, પછી ભલેને તમે એમને ન ગમતા હોવ.

૮.  રાતે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે કોઈક એવી વ્યક્તિ પણ છે જે તમારા માટે વિચારે છે, ચિંતિત છે.

૯.  જ્યારે તમારાથી કોઈક ગંભીર ભૂલ થઇ જાય છે ત્યારે…કાંઈક નવું જ અને સરસ પરિણામ બહાર આવે છે.

૧૦.  જ્યારે તમને લાગે કે..લોકોએ તમારી સામે પીઠ ફેરવી છે ત્યારે..આગળ આવી તેમની સામે એક મીઠી નજર ફેરવશો. ને પછી ઉપરનું સાતમુ વાક્ય ફરી વાંચશો.

૧૧.  કોઈકે તમારી પ્રશંશા (તારીફ) કરી હોય તે હંમેશા યાદ રાખશો, ટીકાને તરછોડી દેજો.

૧૨.  જ્યારે તમને શરાબ પીવાનું મન થાય ત્યારે ઉપરના વાક્યો ફરીથી વાંચી જશો. શક્ય હોય તો તમારા કોઈક ‘લોસ્ટ’ થયેલા સાથી સાથે ગ્લાસને બદલે આ ‘લીસ્ટ’ શેર કરજો. મને મારો વેપાર નહીં પણ તમારી ઝીંદગી બચાવવામાં રસ છે.”

“ઝીંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને પાછુ ગળતું જામ છે.”

Advertisements

10 comments on “વેપાર વાઈન ….બનાવે તબિયત ફાઈન !

 1. ભલે આખી દુનિયા માટે તમે કોઈક છો, પણ દુનિયામાં કોઈક તો એવું જરૂર છે જેના માટે તમે દુનિયા છો., એ કોઈકે કહેલી પંક્તિ યાદ આવી ગઈ.

  Very Nice.

 2. later says:

  Please, Can I get a English version of these for my niece in Australia she doesn’t understand Gujarati.

  Many thanks.

 3. Dipen Shah says:

  મુર્તઝાભાઈ, આખેઆખી પારાયણ અને સપ્તાહ સાંભળવાથી જે ન મળે તે તમે ૧૨ લાઈનમાં કહી દીધું.

 4. હસમુખપટેલ says:

  જીદંગી જીવવાનો બાર સૂત્રી કાર્યક્રમ જો અમલમાં મૂકોતો ‘

  • હસમુખભાઈ..તમારું વાક્ય પછી આ રીતે પૂરું થાય.” જીદંગી જીવવાનો આવો બાર સૂત્રી કાર્યક્રમ જો અમલમાં મૂકોતો તો બારમાં આવવાનું જ ન બને.”

   પણ પછીથી અપડેટ થયેલું તમારું વાક્ય ઘણું સરસ છે. આમ જ નામ સાર્થ કરતા રહો. આભાર ભાઈ.

   • હસમુખપટેલ says:

    મુર્તઝભાઇ બાર સૂત્ર બારને મૂકાવે જીદંગીની બહાર અને લાવે જીદંગીમાં વસંત બહાર

 5. rajniagravat says:

  આપને પુકારા ઓર રમ ઉપ્સ હમ ચલે આયે !

  ગઈકાલે શિવરાત્રી નિમિત્તે (!) મૂકેલ સ્ટેટસ (જે sms દ્વારા મળેલ એ) અહી પણ એક મૂકી દવ =

  What is BHAANG called in English?
  .

  .

  .
  .

  SHIVA’s Regal… >=)

  BUM BUM BHOLAY !

  ^sms
  ^

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s