વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…

ગૂગલના ‘ફેર’ ગૂગલી સમાચાર…

પાછલા બ્લોગ પોસ્ટમાં પેલી ગૂગલના સાયંસ ફેરમાં જીતીને આવેલી ભારતીય કૂડ્ડીઓની વાત થઇ હતી. તો દોસ્તો, એ જ ગૂગલનો સાયંસ-ફેર ફરી પાછો પોતાનો દરવાજો ખોલી રહ્યો છે. કેરિયરને સાયકલ કે બાઈક પર ગોઠવવા કરતા લાઈફ-બોટમાં સમાવવામાં શાણપણ છે.  હવે તમને, અથવા તમારા ભાઈ-બહેન કે બાળકમાં કોઈક હટકેપણું લાગતું હોય તો આજે જ આ ફેરની સાઈટ પર જરા હવા-ફેર કરી આવવા જેવું છે.

http://www.google.com/events/sciencefair/

ક્યાંક એવું પણ થઇ શકે ને કે આ વર્ષે તમારામાંથી ક્યાંક કોઈકનો નંબર….ગૂગલી મારી શકે!

——————————————————————————————

જંગલીના મંગલી સમાચાર…

દુનિયાની સૌથી મોટ્ટામાં મોટ્ટી, હજારો પ્રકારની પ્રોડક્સમાં અપરંપાર, કસ્ટમર સર્વિસમાં અગ્રેસર એવી એમેઝોન.કોમ ઇન્ડિયામાં લોન્ચ થઇ ચુકી છે. વાત કરવી છે. ‘જંગલી.કોમ’ની.

નામ ભલેને વાઈલ્ડ હોય પણ તેની ડણાક ઇન્ડિયાના ઈ-કોમર્સ માર્કેટમાં ગુંજી ચુકી છે. દોસ્તો, ખિસ્સામાં દામ ભલે ના હોય પણ હૈયામાં હામ હોય તો પેસિફિક સમુદ્રમાંથી હિન્દ મહાસાગરમાં આવી ગયેલા તકોના મોજાંઓને પકડી લેવા જેવા છે. તમારી પાસે નેટવર્ક-પ્રોગ્રામિંગની સ્કિલ્સ હોય કે સોફ્ટવેર ડેવેલોપમેંટની…યા પછી લોહીમાં ખરા ઉતરે એવા ઇન્ટેન્સિવ માર્કેટિંગનું જ્ઞાન કે કસ્ટમરને દોસ્તમાં ફેરવવાની સ્કિલ્સ….સાવ અલગ અને સાચે જ ‘હટકે’ વર્તન કરવાની ત્રેવડ હોય તો જંગલી.કોમ પર એપ્લાય કરવા જેવું છે.

ઈન્ટરનેટ પર એમેઝોન.કોમની છત્રી હેઠળ ઘણાં ભારતીયોએ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહ્યા છે. શું વેચવું અને કઈ રીતે વેચવું એની સોફીસ્તીકેટેડ ટ્રેઇનિંગ એમ.બી.એ.ની ડિગ્રી પણ આપી શકતી નથી. એ માટે તો સરિતામાંથી મહાસાગર બનેલી એમેઝોન.કોમના જંગલમાં ઘૂસ મારવી પડે.

http://www.junglee.com/f/1000604193/ref=footer_hiring

બોલો કોણ છે જે મને સૌથી પહેલા ખબર આપી શકે છે કે “મુર્તઝાભાઈ, જંગલી.કોમના જંગલમાં મને તક મળી છે- આભાર.”

સવાલ: વેપારની વાતો કરતા આ બ્લોગ પર આમ ‘જોબ’ ઓફરની વાત શા માટે?-

જવાબ: સિમ્પલી!….કુનેહ શીખવા માટે.

આજે ઘણાં કેરિયર-ઓરિએન્ટેડ દોસ્તો સર્વિસની સીડી ચઢીને બિઝનેસના બંગલા સુધી પહોંચતા થયા છે.  ‘જોબ’ માર્કેટમાં જેટલો અસરકારક અનુભવ એટલી ધંધામાં સફળતા વધુ અકસીર. અને એ માટેની તૈયારી કરવા માટે તમારામાંથી ઘણા ને હવે ખબર તો હશે જ કે…આ પ્રકારના પુસ્તકો વાંચવા જ રહ્યા.

“માત્ર ચમકતા ચાઈલ્ડ બની રહેવા કરતા વિફરતા વાઈલ્ડની વેલ્યુ વધારે છે.”–  મુર્તઝાચાર્ય.

ખૈર, તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

સર-ચોરસ ‘પંચ’:

ચોરસ કાણું કરી (અક્કલને ‘હોલ’) કરતુ ડ્રિલ-મશીન: એ તો જગ જાહેર છે કે અવનવી કરામતો, શોધખોળો કરવામાં જાપાનીઓ લાજવાબ છે જ….હવે આ ગોળ કાણાને બદલે ચોરસ કાણું કરી આપતા ડ્રિલ મશીનને જ જોઈ લ્યોને…જોયા પછી એમ જરૂર લાગશે કે અક્કલમાંય થોડું થયું ખરું!

 


5 comments on “વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…

 1. ASHOK M VAISHNAV કહે છે:

  સફળ [કે નિષ્ફળ]ઉદાહરણ એ એક સબળ માર્ગદર્શિકા જ છે. ખરૂં શીખવાનું તો પોતે ખાધેલ ઠોકરોમાંથી જ છે.

  ઇન્ટરનૅટ તે એક ખુબ જ મહત્વનું વિચાણ માધ્યમ છે તેમાં કોએ બેમત ન હોઇ શકે, પરંતુ વ્યવસાયનાં ‘Brick & Mortar Model‘માં ગ્રાહકને મોઢાંમોઢ જોઇ અને અનુભવવાની જે તક મળે છે તે આ અદ્ર્શ્ય સંપર્ક સુત્રમાં ન હોવાને કારણે સહુથી મોટો પડકાર તો ત્યાં જ બની રહે છે. તે ઉપરાંત ગ્રાહક પણ વસ્તુને જોઇએ ચકાસી નથી શકતાં , એ પણ બહુ મહત્વનું અંતરાય પરીબળ છે.

  આ બધા જ અંતરાયો છતાં ઍમૅઝૉને વ્યવસાયની ‘Brick & Mortar Model‘ ભૌતિક કાર્યદક્ષતાઓને પણ જે રીતે હાસિલ કરેલ છે તે જાતે જ એક બહું મોટો પાઠ છે.

 2. Krishnakumar કહે છે:

  ખરેખર મુર્તઝાભાઇ તમને દાદ દેવી ઇન્ટરનેટ્ના દરીયામાંથી મોતી તો તમારા જેવા મરજીવા જ મેળવી અને વહેંચી (શેર) કરી શકે, અમારી જેવાને તો કાંઠે છબછબીયા જ કરવાના રહે.

 3. mahesh s patel કહે છે:

  Murtajbhai tamara blog thi je shikhva male chhe te tamo gaya bhav nu karaj chukavta ho tevu lagechhe kemke halma aamo tamone kashuj aapta nathi athavato amotamara avta bhavna karajdar banirahevana chhiye aa vat geeta na karm na shidhhant ni chhe.

  ટ્રાન્સલીટરેટેડ ગુજરાતીમાં:

  મુર્તઝાભાઈ, તમારા બ્લોગથી જે શીખવા મળે છે તે તમો ગયા ભવનું કરજ ચૂકવતા હોવ તેવું લાગે છે. કેમકે હાલમાં અમો તમોને કશુંજ આપતા નથી. અથવા તો અમો તમારા આવતા ભવના કરજદાર બની રહેવાના છીએ. આ વાત ગીતાના કર્મના સિધ્ધાંતની છે.

  • મહોદય મહેશભાઈ, આ તો ઘણી મોટી વાત કરી છે આપે. જેની સામે હું એક નાચિઝ છું. ભવની ખબર નથી પણ ભાવ તો દિલમાંથી જે મળી આવે છે તેને શબ્દોમાં ઉતારવાની કોશિશ કરું છું…ભાઈ.

   આપને ગમ્યું છે અને દિલ ખુશ થયું છે તો મને પણ ખુશ થયાની ખુશી મળી છે. આભાર….ખૂબ ખૂબ આભાર!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.