ઇન્ટરનેટના વિકાસ દરમિયાન કેટલાંય વિષયોના વૈજ્ઞાનિક કારણો, સિદ્ધાંતોમાં ફેરબદલ કરવામાં આવી છે. ન ધારેલું, ન વિચારેલું, ન બનેલું, બની રહ્યું છે. એકબીજાના ચેહરા ન જોઈ શકનારા આજે બીજા બંધનો વિના અજાણ્યાની પેન્ટમાં દબાયેલા પીળા રૂમાલની ગાંઠને પણ ઓળખી શકે છે.
હર ઘડી હર પળમાં નેટ પર કાંઈક નવું સર્જાતું રહે..ને જાતું રહે છે. માર્કેટિંગના મામુ ફિલીપ કોટલરના 4Ps, પેરીટો સાહેબના ૮૦:૨૦નો નિયમ, પીટર ડ્રકર ગુરુનું રી-એન્જિનીયરીંગ, ગોર્ડન મૂર મહારાજનો નવિનીકરણ મંત્ર…વખતો વખત નવા પોશાકો ધારણ કરતુ રહે છે. નવી વ્યાખ્યાઓ સર્જતું રહે છે.
ઇન્ટરનેટ પર વેપાર હવે કોઈ મોટી વાત નથી રહી. નાનકડી ઘટનાને મોટી બનાવી તેના જરૂરતમંદ ગ્રાહક સુધી જરૂરી સંદેશો પહોંચાડવું અગત્યનું બની રહ્યું છે. આપણું જ્ઞાન, આપણી આવડત, આપણો આઈડિયા, આપણી પ્રોડક્ટ, આપણી સેવાનો ઈજારો હવે ફકત નાનકડી જગ્યા પુરતો સીમિત નથી….ગ્લોબલાઈઝડ થઇ ગયું છે.
આ બધાં ફેક્ટર્સને જીયોગ્રાફી કે ડેમોગ્રાફીના સીમાડાઓ તોડીને આખી દુનિયામાં ફેલાવું છે. તમારી જશુભાઈ એન્ડ કંપનીના સૂઝ હોય કે મનુભાઈ પાન સેન્ટર, સારિકા સાડી હોય કે એલિઝ વન્ડરલેન્ડ નર્સરી પોતાની રીતે ગ્લોબલ ઓળખ મેળવી શકે છે. નેટ પર તે ‘મીની-મલ્ટીનેશનલ’ કંપનીનો ટેગ લગાવવા સક્ષમ છે.
અમેરિકાના નાનકડાં ટાઉનમાં રાજુભાઈને તમારા પાનનો ચસ્કો લાગ્યો હોય તો ત્યાંથી બેઠાં પણ પાનનો ઓર્ડર આપી શકે છે….બલ્કે બીજા સેંકડોને તમારા પાન ખવડાવતા કરી શકે છે. યુરોપના પરગણામાંથી (તમે નાનકડી માનતા હોવ એવી) નર્સરીની સાઈટ પર મુકાયેલા કન્ટેન્ટમાંથી તમને ત્યાં પ્રેઝેન્ટેશન આપવા નિમંત્રણ આપી શકે છે. સારિક સાડી જે હજુ સુધી સિંધી કે મનીષ માર્કેટમાં જ દબાયેલી હોય તે પોતાનો પાલવ સિંગાપુરમાં રહેલી મલેશિયન માનુનીને પણ પહેરાવડાવી શકે છે.
પણ સવાલ એ થાય છે કે…..
- એવું શું કરવામાં આવે છે કે જેનાથી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસ..માર્કેટમાં પોતાની એક આગવી ઓળખ મેળવે છે?
- લોકો ખરીદવા, ખાવા કે પહેરવા પડાપડી કરે છે…મેઈલ કરે છે…SMS કરે છે….ટ્વિટ કરે છે…રેકમેન્ડ કરે છે??
- અરે! વાપરતી વખતે ગર્વ અનુભવે છે???
આ બધું થાય છે. માર્કેટિંગ નામના એક ઉંદર દ્વારા. – કેમ ના સમજાયું?
અરે ભાઈ!….જુનો શબ્દ: ‘વર્ડ ઓફ માઉથ’ હવે ક્યારનોય નવો બની ગયો છે… ‘વર્ડ ઓફ માઉસ’.
આ એક એવા ઉંદરની કમાલ છે જેમાં હજારો કંપનીઓ, લાખો લોકો..કરોડોની ઉથલપાથલ કરે છે. જેમાં વધુ ભાગે લોકો બરબાદ થાય છે ને બાકીના આબાદ (રેફ. ૮૦ : ૨૦ નિયમ). એટલે જ તો કહેવાય છે કે વેપાર ‘રેટ રેસ’ બની ગયો છે.
‘વર્લ્ડ ઓફ માઉસ’ની આ કથાનકનો આખા બેઝ પર એક પુસ્તક તૈયાર થયું છે. મારા પ્રિય લેખક ‘સેઠ ગોડીન’ના જ મિત્ર અને મને ઘણાં ગમતાં બીજા માર્કેટિંગ ગુરુ ‘ડેવિડ સ્કોટ’નું એક પુસ્તક….
જેનું પ્રિસ્ક્રિપ્શન મને શનિવારે સાંજે આપવું છે.
ત્યાં સુધી….જવાબ આપ લોકોની પર છોડી દઉં તો કેમ?
હવે કહો જોઈએ: એ પુસ્તકનું નામ શું હોઈ શકે?
હિન્ટ: લેખકનું નામ તો કહી જ દીધું છે….પણ ગૂગલિંગ કરવાની જવાબદારી આપ લોકોની. ને તમને તો ખબર જ છે આ બ્લોગ પર સાચું બોલવાથી ફાયદો જ થાય છે. એટલે ‘સરપ્રાઈઝ’ ગિફ્ટ પણ મળશે જ એની ગેરેંટી. હવે કોમેન્ટ બોક્સ તમારું…બોલો!
સર‘પંચ’
‘જગ’મશહૂર તો ખરી પણ બોટલમાં પણ હવે મશહૂર થઇ રહી હોય એવી ‘નેસ્લે’ કંપનીની સબ-બ્રાન્ડ ‘કોન્ત્રેક્સ’ પાણીનું પણ કઈ રીતે માર્કેટિંગ કરી શકે છે…જોઈ લ્યો એનું એક અફલાતુન ઉદાહરણ…
હવે…. ‘બહેસ જાય પાણીમાં’ એવું બોલવાની કાંઈ જરૂર ખરી?
તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?
Excellent ad. I like it !
The new rules of marketing & PR
The New Rules of Marketing and PR
લેખકનું નામ અને ગુગલીંગના અંગુલીનીર્દેશ પછીથી The New Rules of Marketing and PR નું નામ શોધવું તો સહેલું જ ગણાય પણ કૉલાવેરી ડી જેવી વાઇરલ સફળતા તો થતાં જ થઇ જતી હોય છે. સિધ્ધાંતોનું જ્ઞાન મેળવવું તો કામનું તો ખરું, પણ સાથે સાથે એ વાત પણ યાદ રાખીએ કે સફળ વ્યક્તિઓ પોતાના નિયમો પોતે જ ઘડે છે.
અશોકભાઈ, ફરીવાર…મજાનો રિસ્પોન્સ. ખાસ આ વાક્ય ઘણું સાચું છે: ‘…સફળ વ્યક્તિઓ પોતાના નિયમો પોતે જ ઘડે છે.’
[…] ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]
[…] પાછલી પોસ્ટમાં જણાવ્યુંને કે….તમારી એક વેબસાઈટ હવે […]
LINCHPIN