સેમસંગ ‘પંચ’
- અન્ય કોઈ પણ સરળ (કહેવાતું) ઈલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ ઉપકરણ ખરીદી લાવો. ને પછી…
- કાં તો અધીરા થઇ તુરંત એ વસ્તુને બોક્સમાંથી બહાર કાઢી વાપરવાનું ચાલુ કરી દો. અથવા…
- શાંત રહી એ વસ્તુ ‘સરળતાથી’ કરી રીતે વાપરવી તેની માહિતી માટે યુઝવલી બોરિંગ થવાય તેવી ૧૦-૧૫ ભાષામાં પ્રિન્ટ થયેલા યુઝર-ગાઈડમાંથી માત્ર એક વાર જાણી. ને પછી…
- મહિનાઓ બાદ ધૂળ ચડેલી હાલતમાં પસ્તીમાં નાખી દો.
પણ સેમસંગનો (એન્દ્રોઈડ બેઝ્ડ) ટોક્કો-લાઈટ મોબાઈલ લાવો ત્યારે ઉપર મુજબ બધું કરવાને બદલે સાચે જ સરળતા આપે તેવી ગાઈડ પણ કાઢી ને પછી વિડીયો-ક્લિપ મુજબ વાપરવાનું શરુ કરી લ્યો……..
એટલે જ સેમસંગ જેવી કંપની પોતાના આવા ઘણાં ક્રિયેટીવ-કાર્યો વડે આજે એપલ કંપની સાથે ખરી ટક્કર લઇ રહ્યું છે. આવું મેન્યુઅલ કાંઈ ઓટોમેટિક થોડું બની જાય છે….
ગ્રાહકને સરળતા મળે એવી વસ્તુ કે સેવા માર્કેટમાં આપણે આપી તો શકીએ છીએ. પણ ‘સરળતા’ ખરેખર ક્યાં સુધી ટકે છે…?!?!?! હવે બીજા કરતા સાવ જ હટકે કામ તમે તમારી કોઈક એવી પ્રોડક્ટ માટે કર્યું હોય યા પછી કરવાનો કોઈ પ્લાન હોય તો જણાવશો?
===========================================================
બીજગણિત સર ‘પંચ’
વિષયનું સાચું ‘બીજ’ ગણિત આ રીતે…
સ્કૂલ અભ્યાસ વખતે મને બીજગણિત તરફ અણગમો ખરો. પણ નફરત નહિ.
ત્યારે (A +B)2 = A2 + 2AB + B2 ખરેખર કઈ રીતે થાય છે?- એ જણાવવા વાળા કોઈ માસ્તર ન હતા. પાછલી પોસ્ટ માં જણાયું તેમ…માસ્તરથી માસ્ટર આમ બતાવીને પણ બની શકાય છે..
હવે તો બીજા ઘણાં હોઈ શકે. પણ આજે માહિતી-મહાસાગરમાં જો આપણને ઘર બેઠે વિડીયો દ્વારા આવા બીજગણિતને બહુ સરળતાથી પચાવવું હોય તો આ માસ્ટર બાવાજી…. ખુરશીદ બાટલીવાલા પાસેથી પણ દિમાગનું ‘ઢક્કન’ ખોલવા શરમાવું જોઈએ?!!!- જરાય નહીં બાપલ્યા!
બોલો હવે તમે ભલે માસ્તર ન હોઈ શકો પણ આવા અનેકવિધ વિષયોમાં સમજાવવાની માસ્ટરી હોય તો ઈન્ટરનેટ પર તમારો વિડીઓ પણ મૂકી શકો છો, તમારી સ્કિલ્સનું વેચાણ આ રીતે પણ થઇ શકે છે…ખરુને? –
એની વે…જ્યારે પણ મુકો એટ-લિસ્ટ આ નેટ-દોસ્તને જણાવજો. સાહેબ!
“વિદ્યાર્થીને સારા માસ્તર કરતા સરળ માસ્ટરની સતત શોધ રહેતી હોય છે.” – મુર્તઝાચાર્ય
બ્લોગ તમારો…લેખ અમારો….વાચા આપણા સૌની! – નેટ વેપાર પર!
સરળ થવા માટે અસામાન્ય સામાન્ય થવું જરીરી છે, જે દેખાય છે તેટલું સરળ નથી તો અશ્કય પણ નથી – સ્વાભાવિક રહીને તમારી શક્તિઓને મહત્તમ ઉંચાઇએ પહોંચાડવાનો નૈસર્ગીક ઉદ્યમ કરતા આવડવું જોઇએ.
Gujarat is behind in promoting Gujarati Lipi in Hindi literature as well as with khanacademy !!
http://www.khanacademy.org/exercisedashboard
Reblogged this on Diplomaguru.in welcomes you..
[…] […]