વેપાર વાઈરસ : એવા લક્ષણો…જેનાથી કહી શકાય કે તમે માર્કેટિંગ-ફિલ્ડમાં છો….

Pondering_Points_Marketing

૧.  તમારા સગાં-પડોશીને (વણમાંગી) સલાહ આપો છો કે સારા શેરનું કે રૂપિયાનું (ને અમેરિકામાં હોવ તો તો ડોલરિયાનું) સાચું રોકાણ ક્યાં કરવું.

૨.  તમારા પડોશીના બાળકને ચેરિટી-ફંડ કઈ રીતે ઉઘરાવી રિટર્ન મેળવવું તેનું મીની લેક્ચર આપો છો.

૩.  તમારા નાનકડા વાડમાં કે કુંડામાં ઉગતા તુલસી, મરચા કે ટામેટાને વેચીને કમાણી કઈ રીતે કરી શકાય તેનું સતત ચિંતન કરો છો.

૪.  તમારા ઓફિસ-મિત્ર, ગ્રાહક કે બોસને કોઈક મુદ્દો, ઓફર કે આઈડિયા સમજાવવા વારંવાર  પાવર-પોઈન્ટનો ઉપયોગ કરો છો.

૫.  તમે વારંવાર કોઈક મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું બહાનું શોધો છો. કે પછી વેન્ડિંગ મશીનનું ફાસ્ટ-ફૂડ ઝાપટો છો.

૬.  બીજા લોકોને ‘બોલ્ડ’ બતાવવા નેવી-બ્લ્યુને બદલે તમે રાખોડી રંગના પોશાક પ્રિફર કરો છો .

૭.  તમને એવું ‘ફિલ’ થવા લાગે છે કે તમારા પડોશીઓ કરતા એરપોર્ટ, હોટેલ કે બીજા જાહેર સ્થળો પર આવતા લોકોને વધુ ઓળખો છો.

૮. તમારી ગર્લ-ફ્રેન્ડ કે દોસ્તને આ શની-રવિમાં શું કરવું જોઈએ એ માટે ખાસ ‘બ્રેઈન સ્ટોર્મિંગ’ સેશન કરો છો.

૯. દેશના ફાઈનાન્સ મિનિસ્ટરે વેપારી-પ્રવૃતિ વધારવા કેવા પગલાં કે પોલીસીનું આયોજન કરવું જોઈએ તેવું તમે કોઈક બીજાના ભોજનસમારંભમાં ‘મત’ આપો છો.

૧૦. તમને લાગવા લાગે છે કે…અડધો દિવસ એટલે…સાંજે પાંચ વાગ્યે ઓફિસેથી નીકળી જ જવાનું.

૧૧. તમારા બોસ કરતા તમે કંપની હજુ વધુ સારી રીતે ચલાવી શકો છો.

૧૨. એક મહિનાનો પ્રોજેક્ટ એક અઠવાડિયામાં જ પુરો કરી શકો છો ‘હૈસો હૈસો’ હોંશ જાગવા લાગે છે.

૧૪.  શનિવાર આવતા જ તમને ખુશી થઇ જાય કે ‘હાશ! હવે બર્મુડા-ટીશર્ટ પહેરીને પણ ફરી શકાશે’.

૧૫. તમને માર્કેટિંગ વિશે સતત અપડેટ રહેવા આવા નિયમો વાંચવાની એટલી મઝા આવે છે કે તમે એ વાંચતા ભૂલી જાવ છો કે…૧૨ નંબર પછી સીધો ૧૪ અપાયેલો છે.

૧૬. ને હવે ઉપર થયેલી એ ‘ભૂલ’ ચેક કરવા ત્યાં નજર પણ દોડાવો છો. ને પછી પાછા મરક-મરક હસો પણ છો. 🙂

સર ‘પંચ’

માર્કેટિંગના બુલેટ-પોઈન્ટસ શબ્દો ઉપર જોયા પછી આવો જોઈએ….એક મા જ્યારે તેના શબ્દો મોં જેવી મશીનગન દ્વારા ચલાવે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય?- …શબ્દોમાં બુલેટ્સ તે આનું નામ!

Advertisements

2 comments on “વેપાર વાઈરસ : એવા લક્ષણો…જેનાથી કહી શકાય કે તમે માર્કેટિંગ-ફિલ્ડમાં છો….

  1. ASHOK M VAISHNAV કહે છે:

    મૂળ વ્યવસાયે તો હું માર્કેટીંગનો માણસ નહીં, એટલે ડહાપણ તો એમાં જ કહ્હેવાય કે આ પૉસ્ટ વાંચી શાંત તાળીથી વાહ વાહ કહીને અટકી જવુ. પરંતુ, થોડું માર્કેટીંગનું કામ કર્યું ઃએ એટલે થોડું બોલી નાખ્યા સિવાય રોકી નથી શકતો.
    મૅનૅજમૅન્ટના વ્યવસાયની કોઇ પણ વ્યક્તિ સલાહ તો આપે જ, એ વાત સાથે સહમત.
    #૧૨ પછી સીધું #૧૪ એ તો તમારો ગુગલી છે જે તમને વીકેટ અપાવીને જ રહેતો હશે. અને જે સીધો #૧૪ પર ગયો હોય , તે મરકીને જે પ્રતિભાવ આપે ને! આપણે ગૃહત્યાગ તો કરી ન શકીએ કે નતૉ ફિલ્મોમાંં આવે છે તેમ ટેબલપર પડેલ ફ્લાવરવૅક્ષને ઉડાડી દઇ શકીએ. ‘ડાહ્યા’ લોકો પોતાની મૂર્ખામી પર ખાનગીમાં હશે અને ‘સાચા’ માણસો તે જાહેરમાં કબૂલે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.