વેપાર- વિકટતા: વેરો-વેરો-વેરો, ના છૂટે ભવ-ભવથી ફેરો!

Taxes---Taxes..Everywhere!

તમે શું કરો છો?
વેપાર-ધંધો.
તો વ્યવસાયવેરો ચૂકવો

વેપાર-ધંધામાં શું કરો છો?
જીવનજરૂરી વસ્તુઓ વેચુ છું.
તો પછી સેલ્સ-ટેક્સ (વેચાણવેરો) ચૂકવો

આ વસ્તુઓ તમે ક્યાંથી લાવો છો?
બીજા રાજ્યમાંથી યા તો કેટલીક વાર પરદેશથી પણ આયાત કરું છું.
તો પછી રાજ્યવેરો, નૂર કે કસ્ટમ ડ્યુટી ભરો.

આ વસ્તુઓ વેચ્યા પછી તમને નફો કેટલો મળે?
સારો એવો. પણ જેટલો વધુ મળે તેમ કોશિશ કરું છું.
તો પછી આવકવેરો ભરો.

તમારી પ્રોફિટમાં ભાગીદારી કઈ રીતે કરો છે?
ડિવીડેન્ડ દ્વારા ભાગીદારોને ચૂકવાય છે.
તો પછી ડિવીડેન્ડ ભાગીદારીવેરો ભરો.

તમારી વસ્તુઓનું ઉત્પાદન જાતે કરો છો કે આઉટસોર્સ?
ફેક્ટરીમાં પ્રોડક્શન થાય છે.
તો પછી એક્સાઈઝ-ડ્યુટી ભરો.

તમારો સ્ટાફ કેટલાં લોકોનો છે?
આશરે ૧૫૦ લોકોનો..
તો પછી સ્ટાફ વ્યવસાયવેરો ચૂકવો.

તમારા વેપારમાં લાખોનું ટર્ન-ઓવર થાય છે?
ક્યારે થાય ક્યારેક ન પણ થાય.
તો પછી જ્યારે થાય ત્યારે ટર્ન-ઓવર વેરો ભરો ને ના થાય તો લઘુત્તમ વ્યવસાય વેરો ભરો.

તમે ક્યારેય બેન્કમાંથી ૨૫૦૦૦ કે તેથી વધુની લોન લીધી છે?
હા, એવા સંજોગોમાં જ્યારે સ્ટાફને પગાર ચૂકવવા માં ખૂટી પડ્યા હોય ત્યારે.
તો પછી…રોકડ-લોન વેરો ચૂકવો.

તમે ક્યારેય તમારા ગ્રાહકને મોંઘી હોટલમાં જમવા લઇ ગયા છો?
હા, ઘણી વાર.
તો પછી ખાદ્ય અને મનોરંજન વેરો ચૂકવો.

તમારી કુશળતાનો લાભ બીજાને થાય એ માટે કોઈને તેવી વેપારી સેવા આપી છે.
હા. મારા વેપારમાં હું એક્સપર્ટ કહેવાઉં.
તો  પછી સર્વિસ વેરો ચૂકવો.

તો શક્ય છે તમને ભેંટ-સોગાદો પણ ઘણી મળતી હશે.
એ તો મળે જ ને…પણ તેનું મૂલ્ય કેમ ગણી શકાય.
તો પછી ભેંટ વેરો (ગિફ્ટ ટેક્સ) ચૂકવો.

તમને મિલ્કત તો ઘણી હશે?
સુખી કહેવાઈએ એટલી.

તો પછી મિલ્કત વેરો ભરો.

ધંધો છે તો મુસીબત પણ આવે, તણાવ રહે..ચિંતા રહે…ત્યારે શું કરો?
ફિલ્મ જોઈએ કે પછી રીઝોર્ટમાં હવાફેર કરવા જઈએ.
તો પછી મનોરંજન વેરો ભરો.

તમે નવું ઘર ખરીધ્યુ છે?
હા, બૈરા-છોકરાં માટે યાદગીરી
તો સ્ટેમ્પ-ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ચૂકવો.

આ બધાં વેરો ભરવામાં વાર થાય છે?
હા, આપણે બહુ બીઝી રહીએ.
તો પછી વ્યાજયુક્ત દંડ ભરો.

આ બધાં વેરોના ફેરાઓથી મુક્ત થઇ જવું છે?
હા, બસ બહુ ધંધો કર્યો, હવે મોક્ષ જોઈએ છે.
તો જતા પહેલા સ્મશાન વેરો પણ ભરી દેજો.

(વેરો-ભવનના બહારથી મળેલા કોઈક ‘મેલ’ને આપ સૌની સમક્ષ ફોરવર્ડ કરતો….કેરોથી વ્હોરો)

14 comments on “વેપાર- વિકટતા: વેરો-વેરો-વેરો, ના છૂટે ભવ-ભવથી ફેરો!

 1. Dinesh Tilva કહે છે:

  તમે બ્લોગ ચલાવો છો? તો આ વાંચનારને વેરો ભરો!!!

 2. હિરેન મોદી કહે છે:

  શ્રી મુર્તઝાભાઈ,ગાગરમાં સાગર. થોડામાં ઝાઝું સમાવી લીધું અને મોટા ભાગના ટેક્સ નો પરિચય પણ આપી દીધો. સુંદર લેખ માટે આભાર.

 3. Prayag Patel કહે છે:

  vakhto-vakhat ver vale chhe aa vero !!

 4. ASHOK M VAISHNAV કહે છે:

  ટૅક્ષ પણ ભરવો અને લાઇનમાં પણ ઉભા રહેવું તે બન્ને વાતો બહુ કઠતી.

  ઇન્ટરનૅટના ઉદય પછીથી સલામત રીતે નાણાકીય વહેવારો શક્ય બનતા ગયા, એટલે બહુ બધા વેરા હવે ઑન-લાઇન ભરાતા થયા. આને કહેવાય ફૂંકી ફૂકીને કરડવું. જો કે પહેલાં કરતાં કરદાતાઓની જીંદગીમાં થોડી પીડા ઓછી થઇ છે ખરી. આજે ભારતના નાણા પ્રધાને કેવી હળવાશથી કહ્યું:

  “I need to be cruel to be able to be kind.”

 5. વાસ્તવિકતા ને ખૂબજ સરળતાથી અને સચોટ રીતે દર્શાવી છે… હકીકત એ જ છે કે આ વેરા નો ક્યા ભવમાંથી છૂટશે ફેરો ! ?

 6. સુરેશ કહે છે:

  વેરો ના ભરવો હોય તો…
  બરાબર ઠેકાણે ખોખાં (!) વેરો !!

 7. GUJARATPLUS કહે છે:

  Tax his land, Tax his bed, Tax the table At which he’s fed.
  Tax his tractor, Tax his mule, Teach him taxes Are the rule……….keep reading

  http://1funny.com/the-tax-poem/
  http://en.wikipedia.org/wiki/Income_tax_in_India
  http://en.wikipedia.org/wiki/Tax#Forms_of_taxation

 8. […] આ વસ્તુઓ તમે ક્યાંથી લાવો છો? બીજા રાજ્યમાંથી યા તો કેટલીક વાર પરદેશથી પણ આયાત કરું છું. તો પછી રાજ્યવેરો, નૂર કે કસ્ટમ ડ્યુટી ભરો. ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.