વેપાર વચકો: ‘બદ’નામને બદામમાં ફેરવી નામ કરવાનો એટિટ્યુડ એટલે….?

From Bad Name to Badaam

ઇન્ટરનેટ પર એવી અમૂક સાઈટ્સ છે જ્યાં લોકો વિભિન્ન પ્રોડક્ટ અને સર્વિસની વેલ્યુ શું છે તે જાણવા અને જણાવવા મત આપતા હોય છે. જેવી કે yelp.com. યેલ્પ.કોમ પર લોકો ખાસ કરીને હોટેલ્સ, રેસ્ટોરન્ટની ખાણીપીણી વિશે મતમતાંતર (રિવ્યુઝ) મુકે છે. જેના પરથી જે તે હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું વખતોવખત મૂલ્ય થતું રહે છે.

સાન્ફ્રાન્સિસ્કો શહેરમાં એક પિઝાબાર છે. પિઝેરીયા.કૉમ. શરૂઆતમાં કેટલાંક વિઝીટર્સ દ્વારા આ પિઝેરીયાને માત્ર એક સ્ટાર મળ્યો. ત્યાની સર્વિસ, વર્તણૂંક અને ટેસ્ટ વિશે થોડી નારાજગી દર્શાવવામાં આવી. બસ પછી શું!?!?! થોડાં સમય માટે પિઝા તો ગયા ઓવનમાં. પણ તેની આ બાબતની વાઈરલ અસર થઇ.

 અસામાન્ય સંજોગોમાં આવું થાય ત્યારે તેનો માલિક શક્ય છે કે ગલ્લો બંધ કરી ‘બારમાં વયો જાય’ . યા પછી કોઈક મંત્રીસાહેબની જેમ યેલ્પ.કૉમ વિરુદ્ધ ‘કડક’ શબ્દોમાં વખોડી જરૂરી ‘સખત’ પગલાં લેત.

 પણ આ માલિક જરા ‘હટકે’ નીકળ્યો. પોતાના પિઝાબારના Criticize મામલે આવો કોઈ હલ્લો બોલાવવાને બદલે સ્ટાફમાં જઈ ‘હેલ્લો’ બોલ્યો. આ રીતે….

 “હેલ્લો દોસ્તો!…આવનાર ગ્રાહક એક અઠવાડિયાની અંદર યેલ્પની સાઈટ પર જઈ પિઝેરીયા માટે માત્ર એક જ સ્ટાર પર ક્લિક કરી અહીંથીજ ફિડબેક આપશે તેને આપણી કંપની તરફથી આ ટી-શર્ટ તદ્દન મફત!….”

 આટલું કહી પોતાના પિઝેરીયામાં બધાં જ વેઈટર્સને ‘The Most Criticized & Ridiculous One Star’ ના સ્લોગનવાળું ટી-શર્ટ પહેરાવી ફોટોગ્રાફ્સ લઇ સોશિયલ નેટવર્કની સાઈટ પર ભેરવી દીધાં. ને આવનાર દરેક ગ્રાહકને યેલ્પ માટેની આ ઓફર વિશે જાગૃત કરી ત્યાં જ ઇન્સ્ટન્ટ પિઝા આપી મોબાઈલ પર ફિડબેક પણ મેળવી લીધાં.

 બસ….પછી શું?- આજે યેલ્પ.કૉમ પણ એની સર્વિસથી ખુશ છે અને પિઝા ખાનાર પણ.

બદનામની બદામ ખાઈને વેપારમેં નામ કરના તો કોઈ શીખે ઇનસે.

 દોસ્ત પિઝા ‘હટકે’, તે કોઈ એવું કામ કર્યું છે..હોય તો જણાવજે. અને ખાસ તો…આપણા કોઈક વાંચકબંધુ સાન્ફ્રાન્સિસ્કોમાં રહેતા હોવ તો ખાઈ આવી આ બાબતનો ફિડબેક પણ અમને સૌને આપજો પાછા હોં!.  

  • તમારી પર કિચડ ફેંકવામાં આવ્યું હોય ત્યારે કિચડને ‘મડ પેક’માં ફેરવી લલનાઓને ચીટકાવી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસવાળું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી બ્રાન્ડેડ ‘નિમ્બૂ પાની (લેમોનેડ)’ બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસ વગરનું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી અથાણું બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • વરસાદમાં જ્યારે બધો જ માલ ‘પાણીમાં બગડી ગ્યો’ હોય ત્યારે પણ પોતાને ઠંડા અને ગ્રાહકને ગરમ રાખી છત્રી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમે સાચા હોવ ને ખોટા સાબિત કરવાની પેરવી થાય ત્યારે…ખાટા ન બનીને પણ સારા રહેવાની શક્તિ મેળવતા એનર્જી-ટોનિક વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • અરે!….જ્યારે તમારા ગ્રાહકો કે સ્વજનો પણ વાંકદેખા તૂટી પડતા હોય ત્યારે ખાસ…જાત પર સાબૂત રહી ગુસ્સાને બદલે જુસ્સાભેર ગોલ-અચિવમેન્ટ મિશન ચાલુ રાખવાનો એટિટ્યુડ એટલે...પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.

આપના સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 

9 comments on “વેપાર વચકો: ‘બદ’નામને બદામમાં ફેરવી નામ કરવાનો એટિટ્યુડ એટલે….?

  1. keyursavaliya કહે છે:

    Reblogged this on Diplomaguru.in welcomes you. and commented:
    awasome…………..

  2. Dipen Shah કહે છે:

    આ બધું ક્યાથી શોધી લાવો છો ભાઈ. અમે લોકો આ બધુ શીખવા અને શીખવાડવા કેટલા પૈસા ખર્ચીએ છીએ. તોય ભેજામા નથી ઉતરતું અને માર્કેટ ખરાબ છે ની બુમો પડે છે.
    મુસીબત ને તક મા ફેરવવી એ જ તો સૌથી મોટી વેપારી કળા છે.

    • દિપેનભાઈ, આ દિમાગમાંથી નીકળતી ‘ધી પેન’ની કમાલ જ છે. અલબત્ત…આ બધું સતત વાંચન, ઓબ્ઝર્વેશન, ક્લાયન્ટ્સ સાથે વખતોવાર ચર્ચા…દિલ અને દિમાગ એક્ટિવ રાખી પેશન અને પેશન્સ રાખી સાથે કરવું પડે છે. બો’ત મેહનત કરની પડતી હૈ ભાય…! એટલેજ મને પણ મારી ટ્રેઇનિંગ બીજા કરતા ‘હટકે મટકે’ રાખવી પડે છે…પ્રભુ! 😉

      સ્પેશિયલ દિપેન પંચ: ‘ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી, તેથીજ લોકો કહે છે ‘માર્કેટ’ ખરાબ છે. 🙂

  3. GUJARATPLUS કહે છે:

    Very good creative thoughts with simple examples.

    How one may dress for success (without DhaarmiK-bodily identifications!!)

    How to Maintain a Positive Attitude As a Business Owner


    In modern world,you need all type of skills to reach your goal.

  4. વિનય ખત્રી કહે છે:

    ખંડાલા/લોનાવાલાના ભેજવાળા વાતાવરણમાં ગોડાઉનમાં ગોળની ભીલીઓ પીગળી ગઈ હોય ત્યારે માથે હાથ દઈ નુકશાન ભરપાઈ કેવી રીતે થશે તે વિચારવાને બદલે પીગળી ગયેલા ગોળને ઉકાળી તેમાં સિંગદાણા ઉમેરી ચીકી બનાવી વેચે તેને જ ખરો વેપારી કહેવાય!

  5. Yogesh Vaidya કહે છે:

    મજેદાર માણસ છો તમે… અને તમારું કામ પણ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.