વાંચન વિઝન: કેટલાંક વિડીયોઝ વાંચન માટે પણ હોય છે. આ રીતે….

દોસ્તો, પાછલી એક-બે પોસ્ટ્સમાં સરપંચને અનુરૂપ વિડીયો શેર ન કરી શક્યો એટલે આજે થયું છે કે આજે થોડું ઉલટું કરી શરૂઆત કાંઈક બતાવીને જ કરું.

ઇન્ટરનેટના માહિતીક દરિયામાં હિલોળા ખાતી વખતે ક્યારેક ક્યારે ન વાંચીને પણ જાત પર ઈમોશનલ અત્યાચાર કરવો ફાયદેમંદ બને છે. આજે અડધો-એક કલાક ઓછું વાંચન કરીને આ ૧૫ મિનીટની મીની ઓસ્કાર વિનિંગ ક્લિપ વાંચવા-લાયક છે.

ઘણી બાબતોને શબ્દોમાં બયાન ન કરી માત્ર અનુભવવામાં તેમજ વાંચન પણ અવાચક બની અનુભવવુ …..એક અનોખી મજા બની જાય છે.

જોયા પછી ખરેખર તમને શું અનુભવાય છે? એવું કહેવાનો સમય………આપી શકશો?- કોમેન્ટબોક્સ ખાલી જ છે આપના ‘મસ્ટ’ વિચારો માટે. મોસ્ટ વેલકમ!

The Fantastic Flying Books of Mr. Moris LessMor!

સર ‘પંચ’

આખા ભારતમાં (ને હવે તો આલમમાં પણ) ઘણાં મશહૂર થયેલા મોસ્ટ માર્કેટેડ બોસ-એમ્પ્લોયી કોણ છે?-

સિમ્પલી…અકબર અને બીરબલ!..! જેવા લટકે સવાલો..એવા જ હટકે જવાબો!

એકવાર બોસે પૂછ્યું: અલ્યા ભાઈ…આ તારા માથા પર વાળ કેટલાં ?

“હ્મ્મ્મ…….સરજી !…બરોબર ૨,૨૫,૯૭૬”

“એય! આટલું એકયુરેટ કઈ રીતે કહી શકે?”

“લો સાહેબ..વિશ્વાસ ના આવતો હોય તો ગણી નાખો!”

“એવું તો કઈ રીતે ગણાય?!?!? પણ માની લે કે…ગણી લઉં ને ઓછા કે વધારે નીકળે તોહઓઓઓ?”

“સર! એમ કોઈના આત્મવિશ્વાસને હલાવો નહિ હા!…ઓછાં હશે તો તમારી ગણતરી વખતે ખરી ગયા હશે…ને વધારે હશે તો બોનસમાં ઉગી ગયા હશે.”

4 comments on “વાંચન વિઝન: કેટલાંક વિડીયોઝ વાંચન માટે પણ હોય છે. આ રીતે….

  1. SANJAY C SONDAGAR કહે છે:

    Book is a our best friend.Amazing video Sir.Thank’s

  2. Krutarth Amish કહે છે:

    વાહ ! મુર્તઝા ભાઈ.

    તમારું લખાણ તો ગમે જ છે. આ વખતે પણ કૈક નવું, અવનવું.
    ભાઈ નું નામ જોયું – એને આમ પણ લખી શકાય : મોર-ઈઝ લેસ-મોર [ઓછા માં વધુ એ જ વધુ છે 🙂 હા હા હા]
    બહુ જ ગમી વિડીયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.