વેપાર વ્યવસાય: નેટ પર કમાણી…કોના માટે?…ક્યાં-ક્યાં?

From-Confusion-to-Solution

 • “મુર્તઝાભાઈ, ઓનલાઈન કામ કરવા માટે કોઈ આઈડિયા આપો ને?”
 • “સાહેબ, ઇન્ટરનેટ પરથી ઘરે બેઠા ડેટા-એન્ટ્રીનું કોઈ જેન્યુઈન કામ મળી શકે?- રીટાયર્ડ થયા પછી કામો મેળવવાના લોભમાં છેતરાઈ આ પહેલા મેં ઘણાં રૂપિયા ખોયા છે.”
 • “ભાઈ, મારા જેવી ગ્રેજ્યુએટ ગૃહિણીને નવરાશના સમયે કોમ્પ્યુટર પરથી નેટ દ્વારા શું કામ મળી શકે?”

દોસ્તો, નેટ વેપારના બ્લોગ પર અવારનવાર આપ વાંચકો તરફથી મને આવા ઘણાં કેરિયર અને કામકાજને લગતાં પ્રશ્નો મળતા રહે છે. સંજોગો સંભાળવાને લીધે પૂછનારને ટૂંકમાં સીધો જવાબ મેઈલ દ્વારા આપી દઉં છું.

પણ પછી મને સવાલ થાય છે કે…

 • ઇન્ટરનેટ પર કામ કરવા માટે શું ‘ડેટા-એન્ટ્રી’ જ માત્ર એક વિકલ્પ છે?
 • નિવૃત્તો માટે ફકત તેને શીખવાનું જ કામ હોય છે?
 • ગૃહિણીઓ માટે નેટ માત્ર નવરાશનો સમય કાઢવા માટે જ હોય છે?

જોકે બ્લોગની શરૂઆતથી ‘છોટી-છોટી’ ભૂખને કઈ રીતે જગાડવી તેની માહિતીઓ વારંવાર આર્ટિકલ્સ દ્વારા આપી ચુક્યો છું. (કેટલાંક લેખોમાં એવી છુપી માહિતીઓ પણ દર્શાવી છે. જે શાણા છે તે લઇ ગયા છે. Catch me if you can!)

ખૈર, વાતમાં સરળતા રહે એ હેતુથી એવા બીજાં ઘણા સવાલોમાંથી મુખ્ય પ્રશ્નને લઇ એક વિદ્યાર્થી, એક ગૃહિણી અને એક નિવૃત નોકરીયાતના ૩ કેસ રજુ કરવાની શરૂઆત કરું છું. અલબત્ત સમયાંતરે એ ત્રણે વિશે જણાવીશ. ભાઈ રે! આપણા લખાણ-વાંચનનું પણ કેટલું જોર?

પોતાને ગમતો કોળિયો મેળવવા નાનકડા બચ્ચાંલોકથી લઇ (હજુયે જુવાન માનતા હોય એવા) બુઢાલોક કે કોઈ બાકાત રહી ના જાય એવા લોક માટે… નેટના પ્લેટફોર્મ પર ‘ફોર્મ’ મેળવવા અઢળક તકોની ભરમાર વર્ષોથી થતી આવી રહી છે. પ્લાઝ્માથી લઇ પિન, પિયાનો, પ્લેન અને પ્લેનેટોરિયમ પણ વેચી શકાય એવા દરવાજાંઓ ખુલ્યા છે.

લાખોના પેઈજીસ, કરોડોની ઇન્ફોર્મેશન અને અબજોનું જ્ઞાન વહેતું કરતો હોવા છતાં આ ઇન્ટરનેટ નામનો ‘નેટવર’ પોતાને હજુયે નાનકડો કહી તેની વિશાળતા સંતાડી આપણને સૌને વારંવાર એક જ સવાલ કરતો રહે છે કે “હુકમ મારા આકા!….તમે ક્યાં પાડો છો વાંકા…..બોલો તમને શેની ભૂખ છે?”

આપણને સૌને ‘અબજ’ સવાલો ઉદભવતા રહેશે અને તેના ‘ગબજ’ જવાબો પણ મળતા રહેશે. અહીં કોશિશ એ જ કરી છે કે…પાછલાં વર્ષોમાં કેટલાંક અનુભવોને આધારે જે કાંઈ થોડું મેળવ્યું છે તે વહેંચી શકું. આપ લોકોને જે મળશે તે માહિતી હશે. તેને એપ્લાય કરી આપ જે અનુભવ મેળવશો તે આપનું જ્ઞાન….એટલે લેનારે જાતે જ નક્કી કરવું પડશે કે….મામાનું ઘર કેટલે?

શરૂઆત કરીએ અમિષથી…

“સર! હાલમાં મિકેનીકલ એન્જિનીયરીંગ કરું છું. એવેરેજ રેન્કિંગ સ્ટુડન્ટ છું એટલે મારા પેરેન્ટ્સની ઉમ્મીદ છે કે ઉચ્ચ-ટકાવારીથી પાસ થઇ કોઈક સારી અને મોટી કંપનીમાં જોબ લઇ સેટ થઇ જાઉં. પણ ઘરની હાલની નાજુક પરિસ્થિતિ જોઈને ઘણી વાર થાય છે કે ભણતા ભણતા પણ કમાણી થઇ શકે તો પપ્પાને આર્થિક રીતે થોડી રાહત થાય. મુર્તઝાભાઈ, નેટ વેપારના બ્લોગ પર અમને ઘણી જરૂરી માહિતીઓ મળે છે. તો આજે સ્પેસિફિકલી મને એ જણાવશો કે…અમારા જેવા સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે? – (ઑન્ટ્રપ્રનર સ્પિરીટ ધરાવતો અમિષ )

~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=

દોસ્તો, અમિષનો જવાબ હમણાં આપી શકું પણ મારા બ્લોગ-શબ્દોની મર્યાદાથી વધી જાય છે….થોડો લાંબો થઇ જાય છે એટલા માટે આ પોસ્ટના ‘પબ્લિશ’ બટન દબાવ્યાના બરોબર ૩૦ કલાક પછી વિગતો મળી શકશે.

ત્યાં સુધી…મને જે વિદ્યાર્થી દોસ્તો છે, તેમના મનમાં ઇન્ટરનેટના સારા ઉપયોગ કરવા માટેના કેવા તરેહના સવાલો થઇ રહ્યા છે તેની મૂંઝવણ જાણવી છે. મને તો એની ભુખ જાગી છે. બોલો, કોણ કોણ જણાવી શકે?

જેમને કોમેન્ટ બોક્સમાં લખવાની શરમ આવતી હોય તેઓ મને મારા આ ઈ-મેઈલ પર પૂછી શકે છે.

પણ જસ્ટ અ મિનીટ….આજે મને સર‘પંચ’ ને બદલે ‘સ્ટુડન્ટ’પંચ આપીને જવું છે…..અલ્યા ભ’ઈ કોરા હાથે એમ કેમ જવાય લા!

તો ખુંદી વળો આ સાઈટ પર: http://www.meracareerguide.com/

ભારતીય રંગોથી રંગાયેલી આ સાઈટ જાણે એક દોસ્ત જેવી છે….ગમી જાય એવા ગાઈડ જેવી છે…એક કૂલ કાઉન્સેલર જેવી છે. આંયા પર વઢારામાં થોરું સમજ્જો ની!….કેમકે એહમાં વઢારે કોશિશ કરસો તો પાછા માહીટી થી વઢેરાઈ જાહ્સો. આપરે હજુ ઘન્નું આગલ જવું ચ્છ!

અપડેટ્સ: ૩૦ કલાક બાદ આ લેખનું અનુસંધાન નવી પોસ્ટ તરીકે આવી ગયું છે.

16 comments on “વેપાર વ્યવસાય: નેટ પર કમાણી…કોના માટે?…ક્યાં-ક્યાં?

 1. Atul Jani (Agantuk) કહે છે:

  થોરામાં ઘન્નુ !

  હવે પાછા ૩૦ કલાક પછી મળશું. અરે ભાઈ કોમેન્ટ લખવી ઈ યે તે એક જાતની ડેટા એન્ટ્રી જ છે ને?

  હા જો કે કોમેન્ટું લખવાના કોઈ પૈહા નો આલે હો બાપલા ! 🙂

 2. GUJARATPLUS કહે છે:

  ઓનલાઈન કામ કરવા માટે કોઈ આઈડિયા …..

  Watch your wallets.
  Try to get free information as much you can.
  Listen free career videos on you tube

  http://jobsearch.about.com/od/jobsearchscams/qt/scamexamples.htm

 3. keyursavaliya કહે છે:

  to earn online….just start your blog with wordpress.com or blogger and write article on your favourite subject or start posting ads from newspaper……after that apply for adsense………

 4. ASHOK M VAISHNAV કહે છે:

  કઇ પ્રવૃતિ કરવી’ એ સદાબહાર ચર્ચાનો વિષય છે. એના પર ચર્ચા કર્યા સિવાય સહુથી પહેલાં તો પોતાને શું વધારે પસંદ છે અને શું વધારે આવડે છે તે નક્કી તો કરવું જ રહ્યું.તે પછીથી મુર્તઝાભાઇ જેવા શુભચિંતક મિત્રો તમને જે કંઇ વિકલ્પો સુઝાડે તે પર વિચારી શકાય.

  આપણને સારું ભોજન કોઇ પીરસે,એટલે કંઇ કોળીયા પણ ભરાવે તેવી અપેક્ષા ન રાખવી જોઇએ. જો કે મારે તો રીટયર્ડ લોકોની વાત આવે ત્યારે હોંકારો ભરવાનો છે!

 5. નિમેશ પટેલ કહે છે:

  સર! હુ ચાર વર્ષ થી ડેટા એન્ટ્રી નુ કામ કરુ છુ. મેં ઘણા રૂપીયા ખોયા છે. મને કોઈ એવી કંપનીનુ નામ બતાવશો સર જે જેન્યુન ડેટા એન્ટ્રી વર્ક્ આપતી હોય. મેં ચાર કંપનીમાં રૂપીયા ભર્યા હતા તે કંપનીઓ ફ્રોડ નીક્ળી. સર! પ્લીઝ જેન્યુન ઓન લાઈન/ ઓફ લાઈન ડેટા-એન્ટ્રીનુ કામ આપતી કંપનીનુ નામ જ્ણાવો. સર, તમારા મોબાઈલ નબંર આપશો તમારી સાથે વાત કરવી છે.

  • નિમેશભાઈ, શરૂઆતમાં ‘ફોર્ડ’ લાગતી ને પછી ‘ફ્રોડ’ કરતી કંપનીઓમાં પૈસા ગુમાવીને ખરેખર તો તમે અનુભવ મેળવી લીધો છે. ને તે છતાંય તમને હજુયે ‘ડેટા-એન્ટ્રીની દુનિયામાંથી બહાર આવવું નથી?- લાગે છે આ કામની કોઈ જબરદસ્ત લગની લાગી છે.

   ખૈર, એવી કંપનીઓને તો લોભીયા મળતા રહેશે…પણ આજે આ વાત સ્વીકારી લ્યો….

   ડેટા-એન્ટ્રી ની ‘તકો’ આપતી સેવાભાવી સંસ્થાઓ નેટ પર માત્ર ૧% છે અને તે પણ સંતાયેલી.

   શું કામ? શા માટે?…એ જાણવા માટે એક અલગ લેખ તૈયાર થઇ રહ્યો છે. તમને જાણવાની તાલાવેલી હોય તો આજે જ ઉપરનો સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી લેશો. પબ્લીશ થયે તુરંત જાણવા મળી જશે.

 6. sirajuudin કહે છે:

  online work or off line kam mate koi sare wesite aapone please

 7. […] પાછલી પોસ્ટનો પૂછાયેલો અમિષ-પ્રશ્ન હવે જવાબ સાથે આગળ લાવતા… “સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?” […]

 8. jayanti m. solanki કહે છે:

  gujarati to hindi & hindi to gujarati Translation karine kamani kari sakay evo rasto batavo…pls

 9. kapil tank કહે છે:

  Sir.,,
  શેરબજાર વિશે માહિતી આપશો?

 10. chauhan Bhavesh .R. કહે છે:

  data entriy nu gujrati ane englis ma kam karvu che to aena mata koi web site na name aapo shar. plz ??????????????????

 11. aataawaani કહે છે:

  પ્રિય મુર્તુજા ભાઈ તમે બહુ ઉત્તમ માહિતી આપી છે . તમારી આવડત માટે સલામ
  પણ મારેતો હવે કંઈ કમાવું નથી હવેતો બસ હવેતો તમારા જેવાના લખાણો વાંચીને બને એટલું જ્ઞાન મેળવવું છે ;

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.