પાછલી પોસ્ટનો પૂછાયેલો અમિષ-પ્રશ્ન હવે જવાબ સાથે આગળ લાવતા…
“સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?”
દોસ્ત અમિષ,
સોફ્ટ જવાબ: યેસ! જરૂર થઇ શકે છે. સારી રીતે થઇ શકે છે.
હાર્ડ જવાબ: કેવી રીતે થઇ શકશે એ જાણવું થોડું કડવું લાગશે. શક્ય છે એ માટે… પાનનો ગલ્લો, કેમ્પસમાં ગપશપ જેવા (અ)મંગળ ફેરાઓ બંધ થાય તો. ફાયદો લાંબાગાળાનો થશે. કેમ કે તે પપ્પાની ચિંતા બતાવી છે. તારી હજુ આવવાને શરૂઆત છે.
ખૈર, સૌ પ્રથમ તો આ પોસ્ટ વાંચ્યા દોઢ વર્ષ અગાઉ લખેલો આ લેખ ધ્યાનથી વાંચી જાજે દોસ્ત…
સાચી નિયતથી જે કામ શરુ કરવું હોય તેમાં શરમ શેની?
કેવા કામો થઇ શકે તે માટે મારા દિમાગની પોટલી ખોલી થોડાં બેઝિક્સ આઈડિયાઝ આપું છું.
બ્લોગ- કમાણી:
જેમ પહેલા કહ્યું તેમ જે બાબતનું પેશન હોય તેને બતાવવા માટે બ્લોગ એક હાથવગું સાધન છે. દુનિયામાં ઓળખ આપવા, મેળવવા માટે માહિતીઓના મોતીઓ વેરી દોસ્તી કરવાનું એક મજાનું પ્લેટફોર્મ.
પ્રથમ સલાહ તો વર્ડપ્રેસ.કૉમની આપી શકું પણ બાબત પૈસા બનાવવાની છે એટલે બ્લોગર.કૉમને પકડવું પડશે. નવા ઇન્ટરફેસ, નવું લૂક-આઉટ સાથે બ્લોગર.કૉમ હાજર છે. પણ તે પહેલા ગૂગલની Adsense.com સેવા એક્ટીવેટ કરવી પડશે. જ્યાંથી થોડી મિનીટોમાં કેવા પ્રકારની જાહેરાતો બ્લોગની સાઈટ પર બતાવવી છે તેનું સેટિંગ અને લિંકિંગ કરવું જરૂરી થશે.
એક વાર સેટ થયા પછી બ્લોગ પર થોડા સમય બાદ બ્લોગને લગતા લખાણને અનુરૂપ જાહેરાત દેખાવા લાગે છે. હવે કોઈ વાંચક તારા લેખને રસપૂર્વક વાંચીને કોઈ એવી જાહેરાત પર માત્ર ક્લિક પણ કરશે ત્યારે તેની પાછળ રહેલી જાહેરાતના મૂલ્યનો કેટલોક નાનકડો હિસ્સો તને મળી શકશે. અપસેટ થયા વિના બ્લોગર પર અપ-થઇ સેટ કરવું લાભદાયક છે.- જરૂરી છે વિષયને લગતી રસિક માહિતીઓની ખૂબ અસરકારક રીતે સતત વહેંચણી. ‘Sharing of Effective Information’. જાતે જ અજમાવી જો.
ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઇનર:
એન્જિનિયરને આર્ટીસ્ટ બનવું જરૂરી છે. અસરકારક ડાયાગ્રામ્સ બનાવી શકતો હોય ત્યારે નેટ પર કોઈ કંપની કે વ્યક્તિ માટે લોગો, બિઝનેસ-કાર્ડ અને બીજા અનેકવિધ ક્રિયેટિવ કામોની ભરમાર રહે છે. દિવસ દરમિયાન અભ્યાસ સાથે બે-ત્રણ કલાક ડિઝાઇનિંગનું કામ એક મગજી કસરત કરાવી શકે છે. જરૂરી છે કોરલ-ડ્રો, અડોબનું ઈલ્યુસટ્રેટર અને ફોટોશોપનું જ્ઞાન. અને માત્ર એક જ ગ્રાહક. હાથમાં દીવો ને મગજમાં દીવાસળી લગાવી શરૂઆત કરી જોવા જેવી છે.
પોતાના શહેરમાંથી જ ગ્રાહક મળે એ પહેલી શરત પણ તે છતાં….એવી કેટલીક સાઈટ્સ છે જેમ કે.. www.guru.com , www.elance.com જ્યાં થોડી અર્થસભર રીતે ખાતું ખોલી કામ શરુ કરી શકાય છે.
અખૂટ કામો મળી રહે તેવી આ સાઈટ્સ પર બેંક-એકાઉન્ટ અને ક્રેડિટ-કાર્ડની જરૂરીયાત હોવાથી પહેલા એની પાળ બાંધવી પડે છે. પણ જો નેટ પર ‘નટવરલાલ’ બન્યા વિના કામ-નામ કરવું હશે તો….થો..ડી..ઓથેન્ટિક મ..હે..ન..ત ક..ર..વી..જ……
હવે આ બાબતે પિતાજી-પડોશીને કે કોઈક વડિલને પણ પુછતાં શરમ આવતી હોય તો બુરખો ઓઢી લેજે, ભાઈ…!
ઓનલાઈન ટેલી-એકાઉન્ટન્ટ:
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એકાઉટિંગનું સોફ્ટવેર ટેલી. જો સંખ્યાઓ સાથે રમવાનો શોખ હોય તો ઘણી કંપનીઓને જેન્યુઈન ‘ડેટા-એન્ટ્રી’ કરનારની જરૂર છે. ખુદ ટેલી.કૉમ પણ આ બાબતે જોબ આપવામાં મદદ કરે છે. હવે કોણ કહે છે કે ઓફિસે કે દુકાને બેસવું જ જોઈએ?
કરી લે તેના કોઈ કંપનીના મેનેજર સાથે નેટવર્કિંગ કરી નેટ-મહેતાજી બનતા બનતા બેંક એકાઉન્ટ પણ આપોઆપ ખુલી અને ખીલી જશે એની ગેરેંટી સાઈન આપ્યા વગર આપું છું. બીજી માથા-ફોડી કરવા કરતા આ બાબતની નારિયેળી ફોડવામાં નવ્વાણું ગૂણ મળી શકે છે.
એ વાત એ છે કે ડેટા-એન્ટ્રી એક દસ-નંબરી સ્કેમ છે. પણ બાકી રહેતા ૯૦ નંબર્સની તરફ નજર રાખવામાં માલ છે. એક-નંબરી એકાઉન્ટસનું કામ કરવા માટે માણસો તો મળે છે…પણ શોધનારને ‘વિશ્વાસુ માણસ’ની જરૂર વધારે હોય છે. ‘આપનો વિશ્વાસુ’ કહેવડાવવાની તાકાત હોય તો ‘નેટની નટ્સ’ ખાઈ જવા જેવી છે. જા થઇ જા…નવ, દો, ગ્યારહ!….
રમત રમાડે ‘વાંદરું’
ઓનલાઈન ગેમ્સ રમવાનો બેહદ શોખ છે?-
હવે આ બાબતે કોઈ કંપની રમતા રમતા પૈસા આપે તો?!?!
મોબાઈલ ‘એપ્સ’ (એપ્લિકેશન્સ) અને વિડીયો ગેમ્સ રમીને માર્કેટ કરી પૈસા કમાઈ શકે એવા નવયુવાનોની જરૂર ઘણી ખેલી કંપનીઓને હોય છે.
ગૂગલ પર સર્ચ કરી એવી નાની મોટી કંપનીઓ, ગ્રુપ્સને કોન્ટેક કરી શકાય છે જે નાનકડી ગેમ્સ બનાવતા હોય છે. માર્કેટમાં મુકતા પહેલા ટેસ્ટર્સ પાસે એ લોકો આ રીતે રમાડી રિવ્યુઝ મંગાવે છે. જેના પરથી એમનું અને બીજા સૌનું ગાડું ચાલે છે.
ગેમ્સ માર્કેટની આ ‘રમત’ બહુ મોટી છે. જ્યાં તકો ૩૬ જગ્યાઓથી મળે શકે છે. જરૂર છે ૩૬૦ ડીગ્રીથી નજર રાખવાની. આ રીતે ધમાલ કરી પૈસા બનાવવામાં પણ આપણા ગુજ્જુ વિદ્યાર્થીનું ‘લેવલ’ પાછળ કેમ રહી જાય છે??? એવા વૈજ્ઞાનિક કારણ તપાસવાનો કોઈ ફાયદો ખરો, બંધુ? એના કરતા જા કોઈક નવી આવનારી ગેમ્સના લેવલને અચિવ કરી પૈસા કમાઇ લે!
પાર્ટ-ટાઈમ ઓનલાઈન સોશિયલ નેટવર્કર
અતુલભાઈ જાનીએ કરેલી પાછલી કોમેન્ટનો ફોડ આ રીતે મળી શકે છે. સાચું છે કે…પોતાની પ્રોડક્ટ્સ કે સેવાને દુનિયામાં ફેલાવવા કંપનીઓને જાહેરાતકર્તાઓ ની ઘણી જરૂર હોય છે. કોમેન્ટ્સ કરીને, રિવ્યુઝ લખીને, ટ્વિટ કરીને પણ કમાણી કરી શકાય છે. ખુબ જરૂરી એ છે કે માર્કેટની વસ્તુઓને સમજવાની, સમજાવવાની કળા શબ્દો-ચિત્રો કે બીજા અન્ય માધ્યમો દ્વારા વરસવાની ત્રેવડ હોય તો…કંપનીઓ એવા એક્ચુઅલ વર્ચુઅલ સોશિયલ નેટવર્કર્સ માટે તરસી રહી છે.
આ બાબતે ‘એક રૂકા હુવા સવાલ: એવી કઈ વસ્તુઓ વેચવાનો તમને શોખ છે?– તેનું લિસ્ટ બનાવવા માટે ઓનલાઈન સ્ટોર્સની એટ-લિસ્ટ ઝલક પણ મારી આવવા જેવી છે. ડાઈપરથી લઇ વાઈપર વેચતા કોણ રોકે છે..બકા!?
અમિષ દોસ્ત, આ માહિતીઓ તો માત્ર એક ટીપા સમાન છે. આવી બીજી તકો ક્યાં ક્યાંથી મળતી રહેશે તે વિષે નેટ વેપાર પર પણ નજર રાખતો રહેજે. અધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ કામોથી છલકાતી આ નેટ દુનિયામાં શરૂઆત કરતી વેળાએ જરૂરી એવી નોટ્સ આપુ છું જે કમાણીના દરવાજાઓ સતત ખોલતી રહે છે.
- જે બીજાઓ ન કરે તેવું ક્રિયેટીવ કામ કરવાની લગન.“એન્જિનીયરીંગનો વિદ્યાર્થી છું?” એવું કપાળે નથી લખાતું. એવું મશીન કે નાનકડું સાધન પણ બનાવી શકાય જે જોવા કોલેજના ડીન સાથે દુનિયાના પત્રકારો પણ પૂછતાં આવે! – જેણે રાખી શરમ એનો કોઈ ન હોય ધરમ!
- એન્જિનીયરીંગના વિષયો પરતો સૌથી વધુ….પણ સાથે સાથે ગમતા વિષય પરત્વે સતત અપડેટ રહી તેમાંથી માત્ર ૧૦% પર પણ અમલ કરવાની શરૂઆત…
- અંગ્રેજી બોલવાનો સતત મહાવરો(યેસ! નેટ પર નોટ મેળવવા ખુબ જરૂરી છે)- ભાંગ્યું તૂટ્યું બોલવા માટે ભરૂચથી આવવાની જરૂર નથી…
- “હું બિચારો એકલો છું.” વાક્યને મિટાવી દેવાની તાકાત.- ના મળે તો ટાગોર દાદાની ‘એકલા ચાલો રે!” કવિતાનું બંગાળી અને ગુજ્જુ વર્ઝન સાંભળી લેવું.
આટલા ‘બોલ’ આપ્યા બાદ હવે બોલ અમિષ…તું નિયમિત નેટ-પ્રેક્ટિસ કરવા તૈયાર છે?
મારી પાસે એક સરપંચી સોનેરી સિક્કો છે. જેની બે બાજુએ લખ્યું છે. Earn…Learn..!– મુર્તઝાચાર્ય
આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?
Hi Murtazabhai,
Again right time motivation.
Month ago I registered myself on freelancer.com as photoshop artist but they have been sending more than 100 mails a day.
i got that site as spam & leave that.:(
A question is that How I will be paid for work ?
Its all virtual world how can I put my faith
that I will be paid or not
and how to fetch work?
-jit
Dear Jitesh,
You can have a try to re-start as a Photoshop Designer from those sites As I mentioned in the blog.
They have very good interactive software system in-built. By which they organise all their People, Work and Payment process.
For Payment they have options like Direct Bank Transfer (which is for US workers) and PayPal etc. Although you can select CHEQUE as a better and safe option. GO and Check it today.
so much good article…………very interesting…
Interesting…..
[…] ૩૦ કલાક બાદ આ લેખનું અનુસંધાન નવી પોસ્ટ તરીકે આવી ગયું […]
મુર્તઝાભાઈ,
દોસ્ત, આપની સરળ અને સચોટ લેખન શૈલી સાથે વિશાળ અને રસપ્રદ નેટ વેપારના જ્ઞાન જરૂરીયાત અને તેની રૂચી ધરાવતા લોકોને આપવા બદલ ધન્યવાદ સાથે વંદન.
મુર્તઝાભાઈ,
Very good thoughts,Let us know your average profits/month using Internet tools.
AdSense………read abou Abuse and Criticism
http://en.wikipedia.org/wiki/AdSense
http://forums.digitalpoint.com/showthread.php?t=36411
http://entrepreneurs.about.com/od/homebasedbusiness/a/makemoneyonline.htm
http://www.dumblittleman.com/2006/10/40-ways-to-make-money-on-internet.html
(3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !
http://saralhindi.wordpress.com/
nice info…
[…] […]
This is interesting article but I want to know that…Some sites get information about our bank account no. it is safe……?
Yes Pratikbhai, There are sites which ask for Bank Account Information. But for 2 purposes.
1. They want US to become genuine for money transaction. So that we can work authentically on their site.
2. They are those sites which are the Most reliable and trusted in that community. Otherwise you have to make yourself more educated for the same.
Do let me know if you need to find out their trustablity. To Your Success..
[…] વેપાર વ્યવસાય:: ઇન્ટરનેટ કમાણી….વિદ્યાર્થીઓ માટે ક્યાં-ક્યાં છે સમાણી? […]
ખૂબજ સરસ! ઈંટરનેટ પર કમાણી કરવા માટેનાં હજુ એક સરસ અને સુલભ રસ્તા વિશે જાણો મારી આ પોસ્ટમાં
ઈંટરનેટ પર કમાણી-ભાગ ૧
Thank You Dost and All the Best for your start-up. Go Ahead and Get Succeed! 🙂
આભાર..ખુબસરસ..
મે હમણા એક બ્લોગ લખવાનુ શરુકર્યુ છે. ગુજરાતીમાં ટેક્નિકલ બ્લોગ કોમ્પ્યુટર Tricks,Tipes ,Notepad Cod. વિશે લખુ છુ.
આ બ્લોગ વધારે લોકો વાંચે તે માટે શુ કરવુ?
આ બ્લોગથી કમાણી કરી શકાય? મારો બ્લોગઃ- http://walainfotech.blogspot.in
ગોપેન્દ્રભાઈ, પહેલા તો કોમેન્ટ માટે શુક્રિયા.
તમે ખુદનો બ્લોગ શરુ કર્યો એ માટે અભિનન્દન. કમાણી માટે શરૂઆતથી બહુ ભાર ન મુકતા સમયાંતરે તેમાં જરૂરી ઘણાં ઉપયોગી કન્ટેન્ટ મુક્ત રહેશો. તો લોકો જમા થતા રહેશે જ. કોઈ શક?- નોટ એટ ઓલ.
હા! શક્ય હોય તો ખુબ જ ટૂંકી અને જરૂરી લાગે એવી જગ્યાએ ગૂગલની એડ-સેન્સ (જાહેરાતો) ગોઠવી શકો છો. પણ એની પર ફોકસ ન રાખશો. ધ્યાન રહે સાઈટનું લે-આઉટ અને થીમ પણ થોડું વધારે ક્રિયેટિવ રહે. એ માટે બ્લોગરને બદલે વર્ડપ્રેસનું સેટ-અપ થાય તો સર્ચ-એન્જિન રેન્કિંગ હજુ અકસીર થઇ શકે છે.
બસ સારી અને ઉપયોગી નિયત રાખી આટલું પણ કરતા રહેશો તો કમાણીની તકો આપોઆપો ઉભી થતી દેખાશે. ઓલ ધ બેસ્ટ !
મુર્તઝા ભાઇ, અભિનંદન…….