Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.
– Ralph Waldo Emerson (1803-1882)
ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-
હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….
- આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
- એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
- અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
- કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
- ‘ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
- ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
- ‘નીલ‘ રહીને હાથમાં ‘કેશ‘ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….
- ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
- સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
- અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…
ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..
પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….
…કેમ?…શું કામ?…શા માટે?…
એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.
આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.
કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે
‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!
નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.
જેમ કે…
- મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
- બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
- નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
- ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
- અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
- ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…
જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…
પિતાશ્રી‘પંચ’
“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!
આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.
આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?
very insprational
સરસ ઉત્સાહ પ્રેરે તેવા લેખ માટે મુર્તઝાચાર્યજી.
How strange? Yesterday only….
સ્વપ્ન બુલંદ હોય અને
હાથ પગ ન હોય તો પણ;
હવાઈ કિલ્લા
જમીન પર ઉતારી શકાય છે.
http://gadyasoor.wordpress.com/2012/03/25/leg_arm_heart/
બાલી ઉમરના વડીલ શ્રી મુર્તઝાચાર્યને ખરેખર નમસ્કાર!
આ વાંચ્યા પછીપણ જો કોઇ વાંચક પહેલું પગલું ન ભરે તો તે પછીની જવાબદારી પૂર્ણપણે વાચકની રહેશે તેવી disclaimer notice નથી મુકી તે માટે તેઓએ આચાર્યશ્રીનો આભાર માનવો જોઇએ. બાકી આ એવો પાઠ છે કે તેમાં તો સોટી વાગે તો જ વિદ્યા ધમ ધમ કરતી આવે.
અલ્ફ શુક્રિયા અશોકભાઈ!…આપના ફિડબેકથી પણ સૌને પ્રેરણાનો ધક્કો મળે છે. ‘વૈષ્ણવ’જન! તો ‘અશોકજી’ને કહી એ રે! 🙂
ભાઇશ્રી મુર્તઝા પટેલ,
આપની મારા વિષેની શુભ અને ભલી લાગણીઓ બદલ આપનો આભાર માનું તો હું આપવડાઇ કરવા માટે આડકતરૂં આમંત્રણ પાઠવી રહ્યો હોઉં તેમ લાગે છે. અને જો ચૂપ રહું તો પોતના ભારથી શકટ ચલાવી રહ્યો હોઉં તેમ લાગે છે.
હકીકત તો એ છે કે તમારી વિષયોની પસંદગી અને તેની રજૂઆતની શૈલિ એવી અસર કરે છે કે હોંકારો પૂરાવ્યા વિના રહેવાતું નથી. જો કે ખરા અર્થમાં તો તમારા લેખ મમળાવી ને માણવા જેવા અને અમારી ઉમરનાને પણ કંઇક શીખવી જાય તેવા હોય છે. એટલે હોંકારો પુરાવીને અમે સભાનપણે આપને ડાયરે હાજર છીએ તેવી સાનંદ હાજરી જ નોંધાવીએ છીએ.
આપનો ચાહક,
અશોક વૈષ્ણવ.
[…] […]
[…] દેખા? પણ એક વાત જરૂર કહીશ કે પાછળ લખેલા પેલા ‘ગોલ’ સેટિંગના આર્ટિકલ વખતે લખાયેલો પોઈન્ટ નંબર પાંચ મારો […]