ન્યુટન હોય કે મૂર…પાઈથાગોરસ હોય કે ગોસ. આર્કિમીડીઝથી લઇ…ઝેલ્ડા સુધી સૌએ પોતપોતાનો નિયમ બનાવી જૈવિક રીતે ભૌતિકશાસ્ત્ર વિષયને બહુ કેમિકલી લોચાવાળું કર્યું છે. એટલેજ વર્ષોથી અગણિત નાગરિક ‘લો’કો આ નિયમને અનુસરી વિજ્ઞાનમાં કાંઈક બીજું નવું સિદ્ધ કરતા રહી નિયમાવલીમાં વધારો કરતા રહ્યાં છે.
ખૈર, એક દોસ્તના આવા જ મળેલા નિયમોના ઈ-મેઈલમાં કોઈકે કરેલા એવા પણ નિયમો પણ સર્જી નાખ્યા છે જેનાં વિશે આપણે જાણકાર હોવા છતાં અજાણ રહીએ છીએ. ‘લો’ ત્યારે તમેય આવા જ કેટલાંક ‘લો’નાં ભાષાંતર દ્વારા પ્રગટેલી કેટલીક નવી ગરમાગરમ ‘લો’…લઇ ‘લો’ ….
- કતાર (લાઈન)નો નિયમ: કોઈ અગત્યના કામસર ક્યાંક લાઈનમાં ઉભા રહેવું પડે છે. તે વખતે કોઈક લાંબી લાગતી લાઈન છોડી આપણે બીજી ટૂંકી લાઈનમાં ટ્રાન્સફર થઈએ છીએ ત્યારે આપણે છોડેલી લાઈન ધનાધન ટૂંકી થવા માંડે છે. આવા નિયમો તમે કતારમાં હોવ કે કેન્યામાં… સ્વિડનમાં હોવ કે લંડનમાં…મૂંઝવણ એ છે કે હારની આ માળાને જીતવી કઈ રીતે?
- ટેલિફોનનો નિયમ: ખરે વખતે જ્યારે ઓર્ડર કન્ફર્મ કરવાનો હોય ત્યારે જ ખૂબ જરૂરી નંબર ‘બિઝી’ કે એન્ગેજ ટોન આપે છે. કમબખ્ત ખોટા નંબર ડાયલ કરીએ ત્યારે કોઈ પણ ‘પાર્ટી’ ક્યારેય ‘એન્ગેજ’ નથી હોતી…હવે એમાં બોલવું શું?
- બસનો નિયમ: જ્યારે જરૂર ન હોય ત્યારે જ સો-બસો જેટલી ઢગલાબંધ બસો આપણી આસપાસ પસાર થઈ જાય છે. ને ખરી જરૂરતે એક પણ બસ ‘ઓન ટાઈમ’ આવતી નથી. બસ!..બહુ થયો આ ત્રાસ! કોઈક રસ્તો કરો હવે આનો!
- રિપેરિંગનો નિયમ: ભરચક ટ્રાફિકમાં કે કાતિલ ગરમીમાં ફસાયા હોઈએ ત્યારે જ આપણી ગાડી પાણીમાં બેસી જાય છે. ત્યારે શૂરવીર બની ગ્રિસવાળા કાર્બ્યુરેટર કે પાણીવાળા રેડિયેટર સાફ કરતી વખતે જ નાક કે પીઠ પર ખંજવાળ આવે છે.
- લેબોરેટરીનો નિયમ: કોઈક સંવેદનશીલ પ્રક્રિયા થતી હોય ત્યારેજ ટેબલ પરથી જરૂરી એવું સાધન બેઇઝની અસર હેઠળ દાવ કરી કોઈક એવી જગ્યાએ પડી જાય છે જેને મેળવવા આપણે એસિડિક (જ્વલનશીલ) બનવું પડે છે.
- બાથરૂમનો નિયમ: શરીરે ભરપૂર સાબુ ચોળ્યો હોય ત્યારે…જ…ટેલિફોનની રીંગ વાગે છે. કોઈક રીતે વ્યવસ્થા કરી ફોન રિસીવ કરી પણ લઈએ ત્યારે રોંગ નંબર હેઠળ એમાં ક્યારેક આપણું બેન્ડ પણ વાગી જાય છે.!
- ઝડપાઈનો નિયમ: કોઈક દૂર આવેલી હોટેલમાં આપણી ‘વ્હાલી’ સાથે કે પછી ક્લાયન્ટ સાથે પ્રાઈવેટ મિટિંગ કરવાના હોય ત્યારે જ…કોઈક કહેવાતું સ્વજન આપણી સામે દુર્જનની જેમ ભટકાઈ પડે છે. સામાન્ય ઝડપ કરતા ઝડપાઈ જવાનો આ નિયમ ઘણો ધીમો છે. પણ તેની અસર બહુ વાઈરલ છે.
- કૉફીનો નિયમ: તમે ‘રીલેક્સ’ થવા માંગો છો ત્યારે ગરમાગરમ ચોકલેટ-કૉફીનો મગ ભરી લાવો છો. ત્યારે જ…બોસનો ‘જસ્ટ થોડું જ કામ’ માટેનો કોલ આવે છે. ને ઘણાં સમય બાદ પાછા રિલેક્સ થવા તમારા ઠંડા મગને જોઈ તમને ગમ કરવો પડે છે.
- બોસનો નિયમ: જ્યારે તમે સૌથી વ્હેલા આવો છો ત્યારે જ બોસ કાં તો મોડો આવ્યો હોય છે યા પછી ગાયબ હોય છે. ને જ્યારે બોસ સૌથી વ્હેલા આવ્યો આવ્યો હોય ત્યારે જ…તમે જ મોડા પડો છો. ને પછી નીચે મુજબનો ગૂગલીનો નિયમ વાપરવો પડે છે.
- ગૂગલીનો નિયમ: “કેમ મોડું થયું?” એવા સવાલની સામે આપણને બોસને એવું સમજાવી દેવું પડે છે કે “સાહેબ, રસ્તામાં ટાયરની હવા નીકળી ગઈ’તી!..”- ને સાચે જ થોડાં સમયની અંદર આપણી પણ હવા નીકળી જાય એવી ઘટના બને છે.
- સિનેમાનો નિયમ: થિયેટરમાં આપણને એવી નજીકની જગ્યાએ જ ખુરશી મળે છે…જ્યાંથી કેટલાંક પ્રેક્ષકો મોડા આવી વિક્ષેપ પાડી આપણી જ આગળથી પસાર થાય છે. હવે આ બાબતે કોની બત્તી ચાલુ રહે?
દોસ્તો, આવા તો કંઈક એવા બીજા નિયમો રચાયા છે…રચાઈ રહ્યા છે ને આ યમ છે ત્યાં સુધી હજુયે રચાત રહેશે. એટલેજ..
“દોષી મરે એનો વાંધો નહીં..પણ (નિ)યમ’ ઘર ના ભાળી જાય એનું ધ્યાન રાખવું..બસ બીજું શું?”. – મુર્તઝાચાર્ય
જાવ ‘ચા’ લો હવે.
સર‘પંચ’
બટન દબાવ…પિઝા ખાવ!
દુબઈમાં શરુ થયેલી ‘પિઝેરીયા’ની એક અનોખી સર્વિસ. જ્યાં રેફ્રિઝરેટર પર મુકવામાં આવતા મેગ્નેટ-બટન દબાવતાં ઓવનમાંથી પિઝા ડિલીવરી આપવામાં આવે છે. કઈ રીતે?- ફિલ્મ જોઈ લેવા જેઈ ખરી.
આ ‘મર્ફી’ લો, છે. ઓરીજીનલ કૈક આવો છે.
“જ્યાં લોચો વાગવાની શક્યતા છે,ત્યાં લોચો વાગીને જ રહેશે.” હવે આના ‘લો ‘માં જ બધાં પોતપોતાની રીતે લોચો લગાવી રહ્યા છે. ને પાછો મર્ફી કહે છે. “મેં આવું નથી કીધું.” લે ભાઈ …તારો લો તને જ વળગ્યો.
નિયમ ધુરંઘર ૧૦૦૮ શ્રી શ્રી મુર્તઝાચાર્યજીનો “દોષી મરે એનો વાંધો નહીં..પણ (નિ)યમ’ ઘર ના ભાળી જાય એનું ધ્યાન રાખવું” નિયમ તો નિયમનાં તારા ભરેલાં અવકાશમાં મનપસંદ ચાંદની જેવો ચમકી ઉઠે છે.
નેટ પર ફરતા આ નિયમોનું મેં પણ મને આવડતી ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું હતું અને જાન્યુ ૨૦૦૮માં બ્લૉગ પર પ્રસિદ્ધ કર્યું હતું. http://funngyan.com/2008/01/07/why/
લો…આ તો વિનુભાઈ તમે પહેલાથી જ લઇ લીધું છે..તોયે…સમજોને કે આ અપડેટ વર્ઝન છે, બરોબરને??
College no LO to bhare LOcho kare!!!!!
આવા રમુજી, પણ અનુભવે સાચા લાગતા નિયમો પહેલા પણ માણ્યા હતા.
વિજ્ઞાનના મહાન આવિષ્કારવાળા મારે મન ત્રણ હતા…ન્યુટન,ટેસ્લા અને આઇન્સટાઈન
પણ
અગલે જમાનેમેં યે ભી થે……………..!
હવે પીઝ્ઝા વેન્ડીંગ મશીનો મૂકાવાના છે. જ્યારે જોઇએ ત્યારે ડોલર નાંખો અને ફટાફટ ગરમાગરમ પીઝ્ઝા હાથમાં.