અપસેટ…અપ-સેટ…આઉટડેટ્સ અને અપડેટ્સ

Wall-of-Opportunities

દોસ્તો, પહેલા હસવામાં ઉડાવાયેલી ને પછી..હસીખુશીથી ખુદની સાથે કરેલા એક વેપારી સાહસની વાત કરવી છે.

૨૦૧૨ વર્ષની શરૂઆત થઇ’તી ત્યારે જાન્યુઆરીના ઓવારે ઉભા રહી સેલ્ફ-એનાલિસિસ કર્યું.

કારણકે અંદર એક એવું તોફાન સર્જાયું કે જેની અસર બહાર શું થવાની છે તેના વિશે મને ખબર ન હતી. બસ…’લાઈફમાં કાંઈક જબરદસ્ત ખૂટે છે.’ એવું સમયનું કેલેન્ડર બેહજારમી વાર ‘બાર’ આવ્યું ત્યારે તેની સાથે સાથે એ સૂઝ પણ બહાર આવી.

બ્લોગની અવિરત સફર મને ક્યાંથી ક્યાં લઇ આવી તેની સમજણ ન પડી. અલબત્ત આપ લોકોના જ સહીયારે વેપારના આ બ્લોગને સારો પ્રતિસાદ મળ્યો છે જે મારા માટે બહુ મોટો પ્રસાદ છે. પણ..તોયે અંદરતો ‘જગ સૂના સૂના લાગે…રે!’

આગળ શું કરવું?…કેમ કરવું?…કેવી રીતે વધવુ? જેવા પ્રશ્નોની એક દિવાલ ઉભી હતી. જેનો એક હિસ્સો જોબના બોજથી બનેલો અને ડરના સિમેન્ટથી ચણાયેલો. જ્યારે બીજા હિસ્સા વિશે ખબર તો હતી કે સાચા જવાબો એ દિવાલની પાર હતા. પણ પ્રશ્ન તેને કુદીને મેળવવાનો હતો. સમજોને કે…થોડો ‘અપસેટ’ હતો.

ફેબ્રુઆરીની માર્ચ-પાસ્ટ પણ થઇ ગઈ ને એપ્રિલની શરૂઆતમાં મનોમંથન કરેલા વિષયો સાથે પ્રિલિમિનરી પરીક્ષાનો રાઉન્ડ શરુ થયો. એ માટે કેટલાંક બંધુઓ સાથે બ્રેઈન-સ્ટોર્મિંગ, સ્વજનો સાથે સલાહ-સૂચન…અને પત્ની-પરિવાર સાથે પૂર્વાવલોકન કરી એક જોખમી નિર્ણય પણ લઇ લીધો. ‘જોબ નહિ કરવાનો…નોકરી નહિ કરવાનો. કેમ કે મને દિવાલ કૂદવી હતી.

ને પછી..આ દસમી તારીખે યા હોમ! કરીને દિવાલ કુદી આવ્યો છું. અહીંની વર્ષો જૂની…અલ-હુસૈન ઇન્ટરનેશનલ પેપર કંપનીમાં ‘રાજીખુશી’ ભરેલું ‘નામું’ આપી આવ્યો છું. મારા એક્સેલ-ડાયનામિક બોસને દુઃખ ભરેલું સુખ તો મળ્યું છે. પણ…થાય શું?…એમને પેપરના બ્લોક્સની દુનિયા વધુ વ્હાલી છે ને મને માર્કેટિંગના બ્લોગની.

“જીત કોની થઇ કહેવાય?!?!?!”

એ સવાલ હજુયે ઓફિસની બહાર ઉભો છે. જંગલમે મોર નાચા…કિસને દેખા? પણ એક વાત જરૂર કહીશ કે પાછળ લખેલા પેલા ‘ગોલ’ સેટિંગના આર્ટિકલ વખતે લાંબા જવાબમાં લખાયેલો પોઈન્ટ નંબર પાંચ મારો ખરો જ સર‘પંચ’ હતો.

લાખનો ગણો કે..સવાનો…એક સવાલ: હવે પછી શું મળ્યું?

તો ફ્રેન્ડઝ! એ દિવાલની પાર રહેલા કામોની એક લાંબી લાઈનવાળી વાત કહી દઉં.

ફૂલ-ટાઈમ ઓનલાઈન માર્કેટિંગ સાથે સાથે અધૂરા રહેલાં પેલા નેટવર્કી પુસ્તકો લખવાની આઝાદી, લાઈનમાં ઉભા રહેલા વધું પુસ્તકોના રિવ્યુઝ લખવાની ઓફર્સ, અવનવા બીજાં બ્લોગ્સની તૈયારીનું લક્ષ્ય, કેટલાંક પ્રોફેશનલ દોસ્તો સાથે તેમના અંગત ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ડ્રિમ્સ (સ્વપ્નાઓ) સાકાર કરવાની ડ્રિલ……ઓહ્ફ…. ને બીજું ઘણું બધું એ હજુયે લાઈનમાં છે. સમજોને કે…હવે થોડો ‘અપ…સેટ’ છું.

“ઓકે. પણ એ બધું બીજું કરશે કોણ?”

કેમ? હવે શાની ચિંતા?…બોસ તો છુટા થઇ ગયા છે ને પિતાશ્રી પણ ગોલ આપી ક્યારના ગૂલ થઇ ચુક્યા છે. એવું દિલથી કહી શકું છું કેમ કે મેં તેઓનું ‘બારમું’ કર્યું છે. સમજોને કે ઘટના હવે મારા માટે ‘આઉટડેટ્સ’ છે.

થોડાં શબ્દોમાં આવા સમાચારો લખતા તો લખાઈ જાય છે. પણ…પ્યારા વાંચકગણ! “મેરી આંખોસે નિકલે હુવે ઇસ છોટેસે આંસુકે કતરે કો ખુદા જાને ઉસે તૂફાન કૌન સમજેગા?”

હવે સમજી જ લ્યોને કે…આ મારા અપડેટ્સ છે!

મિત્રોઓઓ, દોસ્તોઓઓ, બહેનોઓઓઓ, ભાઈઓઓઓ,...“ભય!…આ નાનો શબ્દ વજનમાં બહુ મોટો દેખાય છે. પણ ખરેખર ઘણો તકલાદી છે. તકને લાધીને જે એને તોડે છે…તે જ સાચો તકવાદી છે.”

કેરોનો તકવાદી…પણ સાથે અમદાવાદી દોસ્ત!
મુર્તઝા પટેલના જુહાર!

આ સ્થિતિ એ આજે…ખાસ ડર‘પંચ’

આ ખન્નાને નાચતો જોવા કરતા કિશોરના શબ્દોને પકડવા માટે..

Advertisements

35 comments on “અપસેટ…અપ-સેટ…આઉટડેટ્સ અને અપડેટ્સ

 1. madhuvan1205 says:

  થોડી અંગત વાતો શેર કરુ.

  ૧૯૯૨માં મગજમાં ઘુરી ચડી – આમેય નાનપણથી સાઈકીક પેશન્ટ તો ખરો 🙂 રામકૃષ્ણ મીશનમાં જોડાવા ઘરેથી ભાગી ગયો.

  માતા-પિતાની સમજાવટથી અને વધુ તો પિતાજીની દાદાગીરીને લીધે ઘરે પાછો આવ્યો.

  તે વખતે પ્રોગ્રામર તરીકે જોબ કરતો હતો તે છોડી દીધી.

  નિર્ધાર કર્યો કે કોઈની નોકરી નહીં કરું – નોકરી કરીશ તો ઈશ્વરની કે જેને જોયા નથી અને છતા જે પ્રત્યેક પળે અનુભવી શકાય છે.

  સ્વતંત્ર બીઝનેસ શરુ કર્યો. કોઈ પણ જાતના ધંધાના અનુભવ વગર ખુદના અને વધારે તો ખુદાના ભરોસે.

  આજની તારીખે ય જેણે દાંત આપ્યાં છે તેણે ચાવણું આપ્યું છે. આનંદથી સહકુટુંબ જીવું છું.

  મુર્તઝાભાઈ જે કામમાં તમને રસ છે, આનંદ છે તે કામમાં દિલ દઈને આગળ વધો તો સફળતા તો હશે જ સાથે સાથે જોબ સેટીસફેક્શન પણ મળશે.

  દિલિ શુભેચ્છા –

  • અતુલભાઈ, મને આપણા સુરેશદાદા એ કીધું તું..કે ‘મારો અતુલ બહુ મજાનો માણસ છે…ચોખ્ખા દિલનો!…

   જે તમારા લખાણમાં દેખાઈ આવે છે. તમે બહુ સાચી વાત કીધી છે. ગમતાં કામોમાં જ સેટીસફેક્શન મળે છે. બાકી તો વૈતરું જ કરાય છે. આ સ્વપ્નની બહુ મોટી કિંમત હોય છે…’દસવિદાનિયા’, ૩ ઈડિયટ્સ કે ‘બકેટ લિસ્ટ’ફિલ્મો જોયા પછી જે માણસ જાગે છે..તેને માટે તેનો ‘ખુદનો ‘ખુદા’ ખરા દર્શન આપે છે.

   આભાર!

 2. આવનારો સમય આપને માટે ખુશીઓ લાવે તેવી શુભેચ્છાઓ.

 3. Conggratulations Murtaza Bhai. Identify, Improve, Impliment and Impress 🙂

  Yours Truly,
  Krutarth

 4. utkantha says:

  Great.. Wish you success…. 🙂

 5. તો તમારા જ સપનાઓ ની પાછળ ભાગવા માટે પેટ્રોલ પુરાવી લીધું એમ? તમને ખુબ ખુબ શુભેચ્છા અને ઇન્શાલ્લાહ તમને જોરદાર સફળતા મળે… આમેન

 6. pragnaju says:

  યાદ
  નીદા ફાઝલી ગઝલ

  સફર્મેં ધૂપ તો હોગી
  જો ચલ સકો તો ચલો
  સભી હે ભીડમે તુમ ભી
  નીકલ સકો તો ચલો

  કીસીકે વાસ્તે રાહેં
  કહાં બદલતી હે
  તુમ અપને આપ કો ખુદહી
  બદલ સકો તો ચલો

  યહાં કીસીકો કોઇ
  રાસ્તા નહી દેતા
  મુઝે ગીરાકર અગર તુમ
  સંભલ સકો તો ચલો

  યહી હે ઝીન્દગી
  કહીં કુછ ખ્વાબ ચંદ ઉમીદેં
  ઈન્હી ખિલોનોસે
  તુમ બહેલ સકો તો ચલો/.

  ‘કુછ બેઅદબી હો તો માફ કરના ફઝલી સાબ
  લેકીન આપેને હી સીખયા હે
  “યહાં કીસીકો કોઇ
  રાસ્તા નહી દેતા
  મુઝે ગીરાકર અગર તુમ
  સંભલ સકો તો ચલો”

 7. Ajay Patel says:

  Congratulation Murtazabhai!!! bhagavan tamane jordar safalata aape…

 8. virajraol says:

  જુસ્સો ભરપુર હોય છે….તમારામાં પણ, તમારા લેખો માં પણ….અને એક વાર તમારું લખેલું વાંચ્યા પછી વાંચનારના મન માં પણ એ જુસ્સો આવ્યા વગર રહે એમ નથી!! ઓલ ધી બેસ્ટ!!

 9. husein says:

  electrifying blog.

 10. jjkishor says:

  યા હોમ્ કરીને પડ્યો !

  હવે ફતેહની ચંત્યા શા હારુ ?! ફતેહ તો છે તારા હાથમાં – આમળાની જેમ !

  અમદાવાદથી ઈજીપ્ત, ને હવે આકાશે સરહદ…ઘન્ની શુભેચ્છાઓ.

 11. મોડો પડ્યો છું આખી જિંદગી નોકરી જ કૂટેલી છે ; એટલે આવું સાહસ કરવાની કદી હિમ્મત થઈ નથી .
  ખેર …દિલી આશિષ. બહુ આગળ વધ. અમદાવાદનું નામ રોશન કર.

 12. લગે રહો..હો…હો.. … ગુજ્જુભાઇ….. મુર્તુઝામીંયા… યે તો હોના હી થા…Wish You BIG BIG BIG… Oh!No! I don’t have any word to say…. But I would like to say Good Luck…

  છોટીસી યે દુનિયા પહેચાને રાસ્તે હૈ… મીંયા સમજ ગયેના… ખુદા હફિઝ….

 13. ASHOK M VAISHNAV says:

  ભાઇશ્રી મુર્તઝાભાઇ,

  દરેકની જીંદગીમાં સમયાંતરે એવી ઘડીઓ આવતી જ હોય છે જ્યારે અનાગત વિષે નિર્ણય લેવા જ પડે છે.ફ્રંટ-વ્યુ કાચમાંથી આગળનો રસ્તો દિવસના પૂરા પ્રકાશમાં પણ ધુંધળો દેખાતો હોય કે હૅડ્લાઈટના પ્રકાશમાં બહુ દૂર દેખાતું ન હોય,તો પણ જે પાછળ વળીને જોતું નથી અને [ભલે કદાચ જાળવી જાળવીને]આગળ વધે છે તે જ માંહી પડ્યાનું સુખ માણે છે.

  તે માટેની કિંમત ચુકવવી પડતી જણાય, પરંતુ કોઇ ભોજન મફત તો મળતું જ નથી ને એટલે આપણા હાલના સગવડ ક્ષેત્રમાં રહીને છ્બછબીયાં કરવાની કિંમત પણ આજે નહીં તો કાલે અને દામમાં નહીં તો બીજી કોઇપણ રીતે ચુકવવી તો પડતી જ હોય છે.

  આમ કહીને તમારા નિર્ણયને બીરદાવવાનો પ્રયાસ નથી કરી રહયો.

  कौन रोता है किसीकी बात पे अय दोस्त
  सबको अपनी अपनी बात पर रोना आया

  એ દાવે તમારી મનઃસ્થિતિ કલ્પીને મારા એ દિવસોને યાદ કરી લીધા. બાકી,હિંઅમતે જે મર્દા હોય તેને ખુદા એ પણ મદદે કરવી જ પડતી હોય છે. અમે એ ખુદાઓના નાચીઝ બંદાઓ આ સમયે તમને તમે પસંદ કરેલ untrodden રાહ પર શુભસફરની શુભેચ્છાઓ તો પાઠવવાનું પુણ્ય કમાઇ લઇએ.

  તમે ઇચ્છેલી અને કલ્પેલી બધી જ ઉંચાઇઓ પણ તમારી ભાવિ સફળતાઓ સામે વામણી પડે તેવી હાર્દિક શુભેચ્છા સાથે…- અશોક વૈષ્ણવ

 14. અટકીને આગળ વધવું તે આ કામ…. બસ, હવે તો આગળ વધતા રહો અને નીરંતર વિકસતા રહો એવી દિલથી શુભેચ્છાઓ…

  • દર્શિતભાઇલા!…આ તારી દોઆંઓ ને દિલમાં વસાવીને ડબલ કરી પાછી તારી સાથે જ શેર કરું છે એટલા માટે…કે આપના જેવા યંગ માઇન્ડેડ લોકોને અત્યારે ખાસ જરૂર છે! 🙂 Thank You very much. All the Best to YOU also.

 15. shabbir says:

  Hello
  Bold step, hope you have planned and foreseen what you have ventured into…

  Mola ni dua ane vasila si, parvidgar yaari ape tamne apni dil ni murad puri karva ma safalta ape…

  Dua ma yaad
  salaams and best of luck…

 16. Mustafa Jm says:

  મુર્તઝાભાઈ નવી સાહસ તમને ઘણું મુબારક થાય

  મોંલા ફરમાવે છે તેમ ” વે’પાર’ નો પાર નથી ”

  ” અલ્ફ મબરુક “

 17. San Patel says:

  ADMI HU ADMI SE PAYAR KARTA HU……………………………..

 18. Ripal Makadia says:

  Congo & Best luck Ahead………

 19. Babu Patel says:

  MOTABHAI.
  CONGRATULAION….

  HU PAN TAMARI JEM JOB CHHODVANU VICHARI RAHYO CHHU…
  MARA DIL MA PAN KAI POTANO VEPAR KARVANI CHINGARI..PRAGTI CHUKI CHHE..
  TAMARA ANDAR PRAGTELU… TOFAN…MARI ANDAR PAN PRAGTE
  ENI RAH JOTO EK RAHBAR…..
  TAMARO NANO BHAI….

 20. Heena Parekh says:

  આપના સાહસ માટે હાર્દિક શુભેચ્છાઓ. સતત આગળ વધતા રહો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s