પહેલા સૌથી અગત્યની વાત:
આ પાછલા પોસ્ટની અસર આટલી ગરમાગરમ થશે તેનો ખરેખર મને અંદાજ ન હતો. જે દોસ્તોએ ‘મને પુસ્તક જોઈએ છીએ’ એમ કહી પોતાનો સમય અને ઈ-મેઈલ પોસ્ટમાં આપ્યો છે તે સર્વેને મને આ વખતે થોડું વધારે દબાણ વાળું “આભાર… થેંક્યુ… શુક્રિયા..” કહેવું જ છે. વખતો વખત એ વેતાલિક વાતનું અપડેટ પણ આપીશ ઇન્શાલ્લાહ!
તો હવે શરુ કરું આજની બીજી અગત્યની વાત.
કોઈ પણ સફળ કંપનીની મિસ્ટ્રી જાણવી હોય તો આપણને ખબર છે કે તેની હિસ્ટ્રીમાં ડોકિયું કરવું પડે. તે કંપનીની સફરમાં કેટલાં રોટલા શેકાયા ને કેટલાં પાપડ ભંગાયા તેનો હિસાબ તેના મજબૂત રસોઈયાઓ આપી શકે છે.
૧૯૪૩માં સ્વિડનમાં આવેલા એક નાનકડા પરગણામાં ૧૭ વર્ષના એક મિસ્ત્રી છોકરા ઇન્ગ્વાર કામ્પ્રાદે પોતાના નાનકડા લક્કડ હાઉસમાં બનાવવાનું શરુ કરેલી લાકડાની સામાન્ય વસ્તુઓની કંપની ‘આઈકિયા’ એ આજે આખી દુનિયામાં અસામાન્ય બનીને ફર્નિચર ઉદ્યોગનું આસમાન સર કરી લીધું છે.
દોસ્તો, ૨૦૦૧ થી ૨૦૧૨ દરમિયાન માઈક્રોસોફ્ટના અરબપતિ બિલ ગેટ્સને પોતાની ખુદની અસ્ક્યામતોમાં કેટલીયે વાર પાછળ પાડી દેનારા આ લાકડાપતિ ઇન્ગ્વાર કામ્પ્રાદ નું વિગતવાર કામકાજ જાણવું હોય તો નેટ પર જ તેના ફર્નિચરના લાકડા જેવી જ મજબૂત માહિતીઓ ભરીને પડી છે.
ભૂલ-ચુકથી…કોઈ બેબલી કે તેના દાદાથી આઈકિયાના ફર્નિચર પર કાપો પાડી જાય તો તેની અસર સીધી દિલમાં થાય તેવા તરેહ તરેહના સુપર-કૂલ ફર્નિચરની રેન્જ માત્ર જોયા કરીએ તોય આંખો ઠંડી થાય.
આંગળીના ઠપકારે અલમારી ખસેડવી હોય કે આંગળીને ઇશારે આખું ડાઈનિંગ ટેબલ… તેના મટીરીયલ્સની સ્થાપકતા આજે તેના બીજા હરીફો માટે પણ બેન્ચમાર્ક ગણાય છે. સાચું કહું તો મારા ઘણાં દોસ્તો-સગાંઓને ત્યાં ‘આઈકિયા’ બ્રાન્ડના જ ફર્નિચર પ્રિફર કરવામાં આવે છે. થોડી ઝલક આ લિંક પર પણ જોઈ લેવાય તો…
‘આઈકિયા’ નામનો આ સુપર સફળ મિસ્ત્રી ઓનલાઈનની દુનિયામાં પણ વેપાર કરી ઘણો વધારે ખીલી ગયો…ખુલી ગયો…ટકી ગયો છે. એનું એક કારણ. ‘જો નહિ સોચા હૈ વહ બનાકર દિખાના’.
એટલેકે મોટી વસ્તુને નાના કોન્સેપ્ટમાં સમાવી દેવાની આવડત?
ના..ના એનો અર્થ એવો નથી કે…તેનું ૨૫ x ૨૫ ફૂટનું આખું રસોડું ૩૦ x ૩૦ ફૂટમાં સમાવી દેવું. એ તો સાવ સામન્ય મિસ્ત્રી પણ કરી શકે. પણ આઈકિયાઅંકલે તેનો આઈડિયા ૫ x ૫ ફૂટની જગ્યામાં પણ તે જગ્યાને છાજે એવા ફોલ્ડિંગ ફર્નિચર્સ મેનેજ કરવાની આખી સિસ્ટમ ઘડી છે. જેને ‘સ્પેસ મેનેજમેન્ટ’ જેવું રૂપાળુ નામ અપાયું છે.
આઈકિયા અને તેની પ્રોડક્ટ્સ પર ખૂબ લખી શકાય એવી બાબતો છે. પણ સવાલ એ થાય કે…એ વાંચ્યા પછી ક્યા ‘કિયા’ જાય?!?!? એવા વિચારમાં જ સવાર પડી જાય છે. ને…આપણું સપનું….છાનું છપનું થઇ સુઈ જાય છે. આ તો તાજેતરમાં જ તેના કેટલાંક હટકેલા સમાચારોએ મને આ લેખ લખવા મજબૂર કર્યો.
મારા બ્લોગ વાંચનાર એવા ઘણાં દોસ્તો હશે…જેમનું બેકગ્રાઉન્ડ ‘મિસ્ત્રી’યસ હોઈ શકે. જેમનામાં એવી સુંદર કાષ્ઠ-કળા હોઈ શકે પણ ધક્કો મારનાર કોઈ આવે તેની રાહ જોતા હશે. તો એવા દોસ્તોને આ લેખ થકી ઇઝન છે. નેટ એવા દોસ્ત લોકોનું પણ છે…જેમની પાસે વિઝન છે. ઇન્ડિયા….આઈડિયા…ને આઈકિયા…બોલો છે કોઈ લાયકિયા ?
સમાચાર-૧: દુનિયાનો સૌથી મોટો ફર્નિચર શો રૂમ…હવે ઇન્ટરનેટની દુનિયામાં
સૌથી નાના સ્ટોર રૂપે…
શક્ય છે કે પેલા દસ લાખ પિકસેલ્સનો ધણી એલેક્સ ટ્યુનો આઈડિયા અહીં ખેંચવામાં આવ્યો હોય. જે હોય તે..પણ આઈકિયાના આ ઓનલાઈન સ્ટોરની અધધ પ્રોડક્ટ્સ ને 300 x 250 pixelના web banner માં જ એવી રીતે સમાવી દેવામાં આવ્યો છે કે…ગમતી પ્રોડક્ટને સેકન્ડ્સમાં શોધી ઓર્ડર આપી શકાય.
.
સમાચાર- ૨ ફર્નિચર સાથે મનોરંજન વ્યવસ્થા?…..
‘આઈકિયા’ બાત હૈ !
આ સિસ્ટમને આવવાને હજુ થોડાં કલાકો જ થયા છે… એન્ટરટેઇનમેન્ટ…એડજેસ્ટમેન્ટ…એરેન્જજમેન્ટ વાળા વિદ્યાત્મક વાક્યને..ફર્નિચરમાં અપનાવી રોકડા કરના તો કોઈ શીખે ઇનસે !
.
મુર્તઝાભાઈ,
ખરેખર ખૂબજ સુંદ અને સારી માહિતી તમોએ શેર કરી છે. અમો લંડનમાં આઈકિયાના ફર્નીચરનો જ આગ્રહ રાખીએ છીએ, અને તેના શો રૂમ ની વાત કરીએ તો પણ અનેક પેઇજ લખી શકાય અને ફર્નિચર કે પ્રોડક્ટની તો વાત જ અલગ છે.
હકીકત માં વીકમાં એક વખત તો તેનો શો રૂમ જોવા અમારે જવું જ જોઈએ. કારણકે કલ્પનાતિત પ્રોડક્ટ્સ તે સતત ડિસ્પ્લે કરે છે અને તેનું વેચાણ પણ એવું જ કરે છે. એ પણ હકીકત છે કે આપણા ભારતીય મિસ્ત્રી ભાઈઓ જ નહિ પરંતુ આર્કિટેકભાઈઓ પણ તેની પ્રોડક્ટ્સ અને તેના મેનેજમેન્ટની જે સમજ છે તેમાંથી ઘણું જ શીખવાનું છે.
તેના કેટલોગ ફ્રી તેઓ આપે છે અને તેમાં દરેક માપ સાઇક્ઝ અને એસેમ્બ્લ ની વિગત પણ પૂરી આપે છે ને સાથેસાથે શોરૂમ જોતા થાક લાગે તો બાળકો માટે રમવાની અને તેને સાચવવાની પણ વ્યવસ્થા અલગથી છે. તેમની કેન્ટીન ખૂબજ સસ્તા દરે ફૂડ પણ પ્રોવાઈડ કરે છે. જે ઉત્તમ ફૂડ હોય છે. અને ચા-કોફી તો ફ્રી આપે છે. હાઁ પણ તેમના ફેમીલી મેમ્બર તરીકે સભ્યપદ નોંધાવું જરૂરી છે, જો કે તેનો કોઈ ચાર્જ નથી.
Respacted Ashokbhai,
આપની વાત ખૂબ સાચી છે. રસોડું રાખવાની જગ્યા હોય કે..લૂગડું મુકવાની….આઈકિયા કાંઈક હટકે કરે છે સાહેબ! તેના કસ્ટમર્સ ને ‘કાષ્ઠ’થી મારે છે…(આઈ મીન..ઈમ્પ્રેસ કરે છે ;-)) તે પછી આવે છે એ સૌ માર્કેટિંગ પ્રક્રિયાઓ જે આપે બતાવેલી છે.
आईकियाका आइडिया !
આ સુતારને ગમી ગઈ વાત. મારો એક ઓછો જાણીતો શોખ – નાનકડી, સાથે રાખી શકાય તેવી ચીજો ભેગી કરવાનો. નોકરી કરતો હતો; ત્યારે મારા પાઉચમાં +૫૦ ચીજો રહેતી.
hu ek house nu interrior decoration karu chhu , mane ikea na idea upyogi thashe. Thank you very much for giving this information.
Dear Manishaben,
First of all..Thank You very much for your feedback. I feel very happy to know when a person says..”Information is very useful in my career.” Update us How are you going to use and implement it in your coming days. And if there is anyway I can guide you further, It will be my pleasure.
To Your Success…