“ઇન્ટરનેટ કે પ્રાપ્ત સૂત્રો કે અનુસાર…અમેરિકાના અલાબામા રાજ્યમાં આવેલા કોઈ ટાઉનમાં થોડાં જ દિવસો અગાઉ એક મકાનમાં આગ લાગી. કોઈ જાનહાની થઇ નથી. – સમાચાર સમાપ્ત હુએ.”
એ લ્લા…..દોસ્તો, એ તો સમજ્યા કે આવી ઘટના તો દુનિયામાં ક્યાંકને ક્યાંક બનતી જ રહે છે. જેની ચર્ચા પણ થતી નથી કે પછી આપણને એવા ‘બ્રેકિંગ’ સમાચારો હવે રસ નથી રહેતો. પણ હવે આપણે એમ કહીએ કે…આ આગને ‘બેકિંગ ન્યુઝ’ ગણી તેમાં શેકાયેલા કેટલાંક નવા જ રોટલાંની વાત જાણવા મળે તો?….કોઈક રસ જાગે પણ ખરો. ખરું ને?
થયું એમ કે… બનેલી આગની આ નાનકડી ઘટનામાં ત્યાં જ રહેતી બાઈ મિસિસ સ્વિટ બ્રાઉને તેની પાસે આવી પહોંચેલા એક ટી.વી. ન્યુઝ રિપોર્ટરને તેના કાળા અંદાઝમાં સફેદ પ્રતિભાવ આપ્યો. ને બસ…પછી તેને અવનવા રંગો લાગી ગયા.
ઇન્ટરનેટના કેટલાંક શબ્દ-રસોઈયાઓને તેના બોલાયેલા આ ઘટનાત્મક શબ્દોમાં સંગીત સંભળાયું ને તેમણે શેકી નાખી આગની તાપ પર વાઈરલ રોટલી.
એક વિરલાએ શબ્દોને ‘રેપ’ મ્યુઝિકના ગીતની કડીઓ ગણી રિધમ બનાવી. તો બીજાએ ‘રેગે’ સ્વરૂપ આપ્યું. હવે આમાં કુલ્લે કેટલી વણાઈ ને કેટલી શેકાઈ રહી છે તેના સમાચાર તો આ યુ-ટ્યુબવાળાઓ જ આપી શકે ભ’ઈ શાબ!
પણ આ ઘટનામાં એક વેપારી વાત પણ બની છે. કેટલાયની કેરિયર બની ગઈ. સંગીતનું આવુ વાઈરલ ઇન્ફેક્શન જોયા પછી થોડાં દિવસો બાદ ખુદ મિસિસ ‘સ્વિટ બ્રાઉન’ રિપોર્ટર્સને કહે છે કે “હાયલા! હું આવું ય ગાઈ શકું છું?…. ખરેખર કોલસો પણ આગમાં ચમકી જ શકે છે?”!!!!!?!!?!?!!?!?”
…The Quick ‘Sweet Brown’ Fox Jumps Over Crazy Dogs! તે આનું નામ!
લ્યો ત્યારે આપ લોકો પણ જોઈ લો કે આગની કથા-વ્યથા અહીંથી શરુ થઇ…..
The Original One:
.
…ને પછી સંગીતના આવા વાયરા ફૂંકાયા…
.
.
આઃહ ! અને ઓહ! આ બનાવ જોયા બાદ કૈલાશભાઈની પેલી પંક્તિને પલટાવી હવે કહેવું પડશે કે…
અમારા જમાનામાં આ પ્રકારની વાત માટે આ રીતે કહેવાતીઃ
એક અખબારના તંત્રી પાસે એક એક લબરમુછીયો ખબરપત્રી ધમાકેદાર ખબર કેમ લવાય તેનું પ્રશિક્ષણ લઇ રહ્યો હતો. તંત્રીએ કહ્યું, જો માણસને કુતરો કરડે તો તે સમાચાર ન કહેવાય, જો ઊંટ પર બેઠેલા માણસને કુતરૂં કરડ્યું હોય તો અંદરને પાને એક નાની જગ્યા જો હોય તો તેને છ્પાય. પણ જો ભરબજારે કુતરાંને માણસ કરડે તો ફોટૉગ્રાફ સાથે પહેલે પાને છપાય. એટલે પેલા નવયુવાને કહ્યું, કે કુતરાને તો માણસવડે કરડાવી તો લાવું, પણ તે વખતે ફૉટૉગ્રાફર્ને સાથે ક્યાંથી લાવવો.
જવાબમાં તંત્રી એ ખુશ થતાં કહ્યું કે તું સમાચાર લઇને અહીં આવી જા. પછી આપણો સ્ટાફ ફૉટૉગ્રાફર, મારૉ કુતરો અને તું તો છે જ ને! બસ જો વા વાશે ને કુતરૂ ભસશે એટલે આખું ફળિયું ગાજશે અને તેનાથી જાગશે આખું ગામ.
આજે આને વાઇરલ માર્કૅટીંગનું નામ આપીને માણસ ઈન્ટરનૅટ કુતરાંને કરડી આપે, એટલે આખાં ગામમાં વાત ભડકે બળે. જો તમારે કોઇ વાતને દાવાનળની જેમ ફેલાવવી હોય તો, કોઇના કાનમાં ધીમે થી કહેજો કે… “યાર, વાત બહુ ખાનગી છે, તારા સિવાય કોઇથી આ વાત ખાનગી રહે જ નહીં ને. અને પછી જો જો કે એ ભાઇ પાછળ આદમખોર વાઘ પડ્યો હોય તેમ એ વાત બીજા એવા જ ભરોસાપાત્ર મિત્રને કહેવા હડી કાઢશે.
આપણને ઉપર વાળું ગીત ગમ્યું, અમથુય રોક સોંગ, અને ખાસ તો હેવી રોક કરતા રેપ(rap પાછળ ઈ લગાડવો નહિ-હુકમ થી :P) માં વધારે મસ્તી હોય. આ સ્વિટ બ્રાઉન બેન જલ્દી એકાદું આલ્બમ બનાવી લે તો કઈ કહેવાય નહિ.
દોસ્ત, એ બેનુંની પાછળ કેટલાંય નવા વિરલાઓ પડી ચુક્યા છે..જેની મદદથી તેઓ હવે પરોઠા પણ બનાવશે… 🙂
આ વિરલા ઓ પરોઠા બનાવે. પણ સ્વિટ બ્રાઉન પર તો એના જ શબ્દો હાવી થઇ રહ્યા હોય એવું લાગે છે. એઈન્ટ નો બડી ગોટ ટાઈમ ફોર ધેટ. 😀
ઍન્ડ્રોઇડ સ્માર્ટ્ફોન માટે “સોન્ગીફાય” કરીને એક એપ્લીકેશન ઉપલબ્ધ છે. જે સ્પીચ ને ગાયન મા ફેરવી શકે છે.
દોસ્ત, મોબાઈલ એપ્સની તો એક અનોખી અને અદભૂત દુનિયા બની રહી છે. જેઓ જાણે છે તેઓ એમાંથી સોનું ઉલેચતા રહે છે.