“બોલ, તારી આખરી ઈચ્છા શું છે?”
અપરાધ કર્યો ન હોવા છતાં કોઈ આવીને તમને આવું પૂછે તો પહેલી નજરે કાં તો તમે એને જેલનો જલ્લાદ માનો અથવા બહારવટિયો. પણ જે હોય તે. બે ઘડી આપણને થાય કે ઈચ્છા પુરી થાય કે ન થાય પણ આવી સ્થિતિમાં હમણાં જ જાન નીકળી જશે યા પછી બાર વાગી જશે એવું લખલખું પસાર થઇ જાય, ખરુને?
પણ દોસ્તો, આવા જલ્લાદ કે બહારવટિયાઓથી દૂર એક એવી સંસ્થા વિશે વાત કરવી છે. જે ખરેખર અંતિમ ઈચ્છાઓ પુરી કરવામાં મદદ કરે છે. જે એવા લોકોની ઝિંદગીમાં જીન બનીને ચિરાગ જલાવી દે છે જેમનું ભાવી કાં તો અંધકારમય હોય છે કે કાં તો મોતને બિછાને હોય.
વાત કરવી છે. મેક અ વિશ ફાઉન્ડેશનની (Make a Wish Foundation)
એ લોકો અઢી વર્ષના બાળકથી લઇ ૧૭ વર્ષ સુધીના બાળકોને માત્ર એટલો જ સવાલ કરે છે કે…: “બોલ બેટા તારી ઈચ્છા શું છે?”
બાળકની ઈચ્છા કેવી પણ હોય !!!…
- જસ્ટિન બિબર, બચ્ચન સાહેબ, મેડોના, લેડી ગા-ગા, સાથે લાઈવ પરફોર્મન્સમાં કરવું હોય કે
- ચીનની આખી દિવાલની કે આખી પૃથ્વી ફરતે ચકરાવો લઇ હવાઈ સફર કરવી હોય…
- પેરિસના એફીલ ટાવરની ટોચે ૫૦ મિનિટ પીપૂડી ફૂંકવી હોય કે
- ફિલ્મોમાં આવેલા કાલ્પનિક પાત્રો સાથે દિવસો વિતાવવા હોય…
- અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે દાંડિયા રમવા હોય કે
- બૃનાઈના સુલતાન સાથે કટિંગ ચાહ મારવી હોય…
- આંગળા થકવી નાખે તેવી સુપર વિડીયો ગેમ્સ રમવી હોય…કે
- દુનિયાની બેસ્ટ હોટેલમાં જઈ ઢોકળાં ખાવા હોય યા પછી..
- ચલતે ચલતે…કોઈકને અમૂલ્ય સિક્રેટ ભેંટ આપી વિદાય થઇ જવું હોય…
ઓહ્ફફફફ……એવી તો કાંઈક કેટલીયે ૨૦-૨૫ હજાર ઈચ્છાઓ-સ્વપ્નાઓને સાચું કરવાનું કામ આ ‘મેક અ વિશ’ સંસ્થાએ કર્યું છે. આ એવા બાળકોની ઈચ્છાઓ છે…
- જેમને માટે પૃથ્વી-પ્લેનેટ પર રહેવાની બહુ ઓછાં સમયની વિઝા મળી છે.
- જેમને અનિચ્છિત એવા રોગના ભોગ બનવું પડ્યું છે, જે હાલમાં અસાધ્ય છે.
- જેમને માટે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે…
એવા ‘જસ્ટ જન્મેલા’ છોકરાંવને આ દુનિયાથી ‘દસવિદાનિયા’ કહેતા પહેલા આવી ઈચ્છાઓને પૂરી કરવાનું કામ આ સંસ્થામાં સંતાયેલા ઘણાં સંત લોકો કરી રહ્યા છે.
www.wish.org ની સાઈટ પર આ સંસ્થાની વિશે માહિતીઓ તો મળી જશે. એમાં જોવાલાયક અને પછી આચરવાલાયક એવી અઢળક ઈચ્છાઓનું લિસ્ટ પણ છે. જો એની પર માત્ર એક નજર પણ ફેરવવામાં આવે તો બંધુઓ !…દિલથી કહી દઉં છું કે “વોહ આપકે દિલ કો છુ જાયેગી.”
દોસ્તો, દુનિયાને માણવા માટે બાળક બનીએ તો જ કાંઈક મેળવી શકાય નહિતર કોઈક વચ્ચે આવી ગાંઠ મારી દે ત્યારે છેડો તો શું કછોડી વાળવી મુશ્કેલ બની જાય છે.
શું કેન્સર થાય તો જ ઈચ્છાઓ પૂરી કરવી એવું કોણે કહ્યું? પણ..ઈચ્છાઓ થાય ત્યારે એનું કેન્સર ન થઇ જાય એવું તો વર્ષોથી સંત-લોકો કહેતા આવ્યા છે. માનવું ન માનવું માનવીના ‘હાર્ટ’ની વાત છે.
આવો વેપાર તો જાત સાથે વારંવાર કરવા જેવો છે. ઓહ! કેટલું કામ બાકી છે?
“ખુદ માટે સ્વપ્ન સેવવું બહુ મોટી વાત તો છે જ. પણ સાથેસાથે બીજાના સેવેલાં સ્વપ્નાઓની સેવા…એનાથી એ ઘણી મોટી છે.”– મુર્તઝાચાર્ય.
બાળ‘પંચ’
Superlike, sharing….
‘બકેટ લિસ્ટ’ યાદ આવી ગયું.
આવી જ એક વાત યાદ આવી હતી. આવા જ બાળકને ફાયર ફાઈટર બનવાનું બહુ મન હતું . શહેરના ફાયર ફાઈટરો હોસ્પિટલની બારીમાંથી પ્રવેશ્યા અને એને ટીમ મેમ્બર બનાવ્યાનું સર્ટિ . આપ્યું.
કલાકમાં જ એ બાળક ચીર નિદ્રામાં પહોડી ગયો.
મારી ભૂલ ન થતી હોય તો આઈ.કે. વિજળીવાળાના પુસ્તક ‘મોતીચારા’માં આ વાત વાંચી હતી.
ખરો દોસ્ત હોય તો એ વિજળીવાળાનો બાયો ડેટા આ વિજળીવાળાને મેળવી આપ.
મારા છાપે ચઢાવવા જેવા ભાવનગરી માણસ.
મેક એ વિશ ફાઉન્ડેશન દ્વારા હકીકત છે કે ઘણી જ ઇચ્છાઓને પૂર્ણ કરવામાં મોટો ફાળો છે… આઈ કે વિજળીવાળા ના અનેક પ્રેરણાદાયી લેખો વાંચવા ને જાણવા લાયક છે…
Reblogged this on Rgsidi's Blog.