આકાંક્ષા, ઈચ્છા, ઈરાદો, ગોલ, તમન્ના, ધ્યેય, મનસૂબો, મુરાદ, લક્ષ્ય, સ્વપ્ન, હેતુ, ઉદેશ્ય વગેરે…વગેરે…વગેરે…જે પણ બોલવું હોય તે બોલી શકીએ. પણ જ્યારે આ ફેક્ટર્સને કોઈ જરૂરી એવી બાબત સાથે સાંકળી લઇ કોઈ સિદ્ધિ હાંસિલ કરીએ છીએ ત્યારે તે ઘણું બધું કહી જાય છે…..કહી શકે છે.
માર માટે ઇન્ટરનેટમાં રહેવું એક સ્વપ્ન હતું. તેમાં રહી ઘણું બધું જાણવાની ઈચ્છા હતી. ત્યાંથી જ કોઈ જરૂરી કામ કરવાની તમન્ના હતી. વખતો-વાર ધીરે ધીરે શીખતા રહી કોઈક નવું જ કામ સિદ્ધ કરવાના ઈરાદાઓ થતાં રહ્યા ત્યારે એ દરેક કામ ‘ગોલ’ બની બહાર આવ્યું.
સમયાંતરે આ ગોલ-લિસ્ટની લંબાઈ વધતી ગઈ ને સાથે સાથે તેમાં જોશ અને જોમનો પાવર પણ ભળતો ગયો. તેના પોઈન્ટસને પ્રાયોરિટી આપવા કરતા તેની પર પ્રાયોગિક ધોરણે અજમાયશ કરી પર બુલેટ છોડતો ગયો ત્યારે બાહુમાં રહેલી સ્કિલ્સના દર્શન થયા.
એ લિસ્ટમાં જ પુરાયેલો એક મહત્વનો ગોલ આજે ઘણા સમય બાદ પંચ-કિક સાથે બહાર આવ્યો છે. સમજો કે ‘નેટ’ને બરોબર અડી ગયો છે.
આ પંચ એટલે : http://www.vepaar.net
યેસ દોસ્તો, આ નેટ વેપાર આજે…વેપાર.નેટ બની તેના નવા અપ ટુ ડેટ નામ સાથે (ઉપ)ગૃહપ્રવેશ કરી રહ્યું છે. ૨૦ મહિના પહેલા ધખાવેલી બ્લોગ-ધૂણી netvepaar.wordpress.com તેના એડવાન્સ્ડ લેવલે આવી ગયું છે.
માર્કેટિંગના દસ્તુરદાદા વર્ષો પહેલા મને કહી ગયા હતા કે “ ઓય!…૧૦૦૦ દિવસ સુધી જો તારી નવી કરેલી દુકાન કે ઓફિસનું પાટિયું (સાઈનબોર્ડ) અડીખમ રહી જાય તો પછી સમજી લેજે કે ૧૦૦૦ મહિના સુધી તે આરામથી ટકી જશે.”
આ અચિવમેન્ટ ગણાતા ‘ગોલ’ની મિઠાશ મને ગોળ કરતા પણ થોડી વધારે મીઠી લાગી રહી છે. એટલા માટે કે…તેને બરોબર પકાવવામાં મને છેલ્લાં ૩ વર્ષથી (કલામ સાહેબના પેલા સુપ્રસિદ્ધ કલમ-ક્વોટની જેમ) ઊંઘ પણ આવી નથી.
વેપાર.નેટ એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં…
- વેપારના ઘણાં પહેલુઓ વિવિધ રંગો અને ઉમંગોના પોશાક પહેરી આવતા રહેશે ને પસાર થતાં રહેશે.
- વેપારનો મેળ બેસે એવો મસ્તીભર્યો મેળાવડો થતો રહેશે. જેમાં ઘણું ખરું વહેંચાશે ને ઘણું બધું વેચાશે. એટલે જ વર્ડપ્રેસના ‘ફ્રિ’ બ્લોગ પર કંટ્રોલમાં રહેતી ઘણી એવી બ્લોગ પ્રવૃતિઓ ‘ફ્રિલી’ કરી શકશે.
- વેપાર કરવાની ટ્રેઈન આવે કે ગાડી…પણ માહિતીઓની મુસાફરી દ્વારા આપણે સૌને ‘ટ્રેઈન’ થવાની મસ્તીભરી સફર પણ થતી રહેશે.
- વેપારિક દોસ્તોને, મુસાફરોને ‘મુજે કુછ કહેના’ની ધંધાધારી-ધૂન સંભળાવવાનું પણ એક માધ્યમ મળી રહેશે….ઇન્શાઅલ્લાહ!
જો કે..આ વેપારિક નેટ વારસો મને મારા બાળકોને વર્ષોવર્ષ સુધી વાપરી શકે એવી કોઈ મુરાદથી નથી બનાવ્યો. “જબ ખબર નહિ હૈ પલ કી..તો બાત ક્યોં કરે કલ કી?” – બરોબર ને?
મને તો આ નેટવર્ક દ્વારા તેમને આપવું છે એક એવું મોકળું મેદાન જેની પર એ સૌ પોતાની મરજી મુજબ…સેલ્ફ-સ્કિલ્સ સાથે ‘નેટ’ પ્રેક્ટિસ કરી શકે. પછી ભલેને વાતાવરણ ગમે એવું પણ હોય. વખતમાં ડાઈ થતા રહીએ એટલે આપનું કામ પણ ચાલતું રહે…બસ!
હાલમાં તો આ બ્લોગ પર હજુયે સમારકામ થઇ રહ્યું છે. પાછલાં લખાયેલા દરેક બ્લોગ્સને બરોબર કેટેગરીમાં ગોઠવવાનું બાકી છે. ને નિતનવા ફિચર્સ, વિભાગો, સહુલીયાતો, ફન્કશન્સ પણ થાળે પાડવાના છે. એનો આપ લોકોના સહકારે જ ઉદ્ધાર થવાનો છે.
એટલે બસ..બસ..બસ દોસ્તો, ઇસ અંજુમનમેં આપકો આના હૈ બાર બાર, ઇસલીયે બ્લોગ-સાઈટકો પહેચાન લીજીયે.
હવે બધુંયે કહી દઈશ તો પછી ‘પાર’ કરવાના ‘વે’ ની મજા કેમ માણીશું?!?!?! એટલે બહેતર છે કે આપણે સૌ ભોમિયા બનીએ ને નેટ-ડુંગરા સાથે ભમીએ.
સવાલ: આ બધું કરવાની જરૂર શું?
જવાબ: શાનથી સમજોને કે…ગુજરાત અને ‘ગુજરાતી’ને ગ્લોબલી ‘માર્કેટ’ કરવાની એક મહા(મૂલી) કોશિશ!
જ્યાં જ્યાં વરસે ગુજરાતી,
ત્યાં ત્યાં ન રહે દુકાળ!…
જય જય ગરવી ગુજરાત!
બોલો હવે…તમને ‘એવી’ સફર ખેડવી છે?
વાહ ! મુબારક હો
અમારી ભત્રીજી બાથરુમ સીગર છે. એકવાર તેણે આ ગઝલ ગાઇ
“दिल चीज़ क्या है आप मेरी जान लीजिये
बस एक बार मेरा कहा मान लीजिये
इस अंजुमन में आप को आना है बार बार
दीवार-ओ-दर को गौर से पहचान लीजिये”
આ લીટી સાંભળી અમારા વડીલ ગંમ્મતમા કહે “એને માટે ડોકટરની એપોઈન્ટમેન્ટ લેજો.
“माना के दोस्तों को नहीं दोस्ती का पास
लेकिन ये क्या के गैर का एहसान लीजिये
“कहिये तो आसमान को ज़मीन पर उतार लाये
मुश्किल नहीं है कुछ भी अगर ठान लीजिये”
પછી બાકીની ગઝલ સાંભળી આફ્રીન પોકારી.
Congratulations Murtaza Bhai !
Staying tuned to Vepaar.Net
અભિનંદન મુર્તઝાભાઇ ! તમારા જેવો શબ્દોનો સ્વામી તો હું નથી પરંતુ શબ્દના સેવકના આપના નવા સોપાન માટે દીલથી અભિનંદન તથા સફળતા માટેની અગણીત શુભેચ્છાઓ !
કૃષ્ણજી!..આપનો ખૂબ ખૂબ આભાર!
જનાબ મુર્તજાચાર્ય,
– વેપાર મેદાન ના ’MARADONA’ ને ગોલકીપર રુપી બાધાઓ પાર કરી ’વેપાર’[જીવન] ના વિશાલ મેદાન માં તેજસ્વી પ્રકાશ રૂપી સફળતા ના ’ગોલ’ અગણિત પ્રાપ્ત થાય એવી દિલ થી દુઆ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ.
અરે વાહ શકિલ સાબ..ક્યા ‘કિક’ મારી હૈ! પૂરી ‘નેટ’ તો ટચ કર દિયા હૈ રે!
મુર્તઝાભાઈ નવા “ગોલ” માટે તમારા મોઢામાં ગોળધાણા.
શુક્રિયા મુસ્તફાભાઈ.
મુર્તઝાભાઇ, ખુબ ખુબ અભિનંદન,
આને કહેવાય “વર્ડપ્રેસ ઉપર આધાર ના રાખનારો ‘ઇન્ડિપેન્ડેન્ટ’ વેપારી”
હા નટખટભાઈ…અબ તો ધંધે કા ટેમ હો ગયેલા હૈ રે! 🙂
Abhinandan
વેપારીનો શબ્દ એટલે વીશ્વાસનો શબ્દ. કવીનો શબ્દ એટલે હૃદયનો શબ્દ. શબ્દનું કાવ્ય હોય; શબ્દનો વેપાર ન હોય પરંતુ તમે વેપાર અને શબ્દ બન્નેને હથેળીમાં રાખી શકો છો….
કર મન શબદ (ભજન)નો વેપાર !
કર મન શબદનો વહેવાર.
નવા ગોલ માટે તમારા મોંમાં અને સાઈટ પર ગૉળની શુભેચ્છાઓ !!
જે.કે. દાદા..આપની વાત જે.કે સિમેન્ટ જેવી પાકી અને મજબૂત! 🙂 આભાર.
nava sopaan ni sharuat mate abhinandan ane antar ni shubhechcha o.
અભિનંદન ભાઈ .!
congratulation, murtazabhai
ખુબ ખુબ અભિનંદન…
થેંક યુ! દર્શિત દોસ્ત!