માર્કેટમાં ‘લેસ’ હવે ‘મોર’ બની થનગાટ કરે છે ત્યારે…

Permission

એક વાર અચાનક ગૂગલ-ટોકમાંથી ચેટ મેસેજ ઝળક્યો.

“કેમ છો?”

“જી ! મજામાં.” –કોણ?

“ગોલ્ડ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં આપનું સ્વાગત છે.”

“આભાર. આપની ઓળખ આપશો?”

“પહેલા આપનું શુભ નામ શું છે એ જણાવશો?”

“દોસ્ત, હું માની શકું કે ગૂગલ ટોકમાં તમે આ રીતે મેસેજ મુકતા પહેલા મારી પ્રોફાઈલ દ્વારા નામ જાણી લીધું હોવું જોઈએ.”

“હો હો..સોરી સોરી સાહેબ. આપને પૂછવું છે કે આપ ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવો છો?”

“જરા પણ નહિ દોસ્ત.”

“ઓહ એમ!…તો પછી…જ્યારે આપને લાગે કે આપને રસ છે તો મને આ ……..નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અમે આપને ટ્રાય કરવા તેમજ તે બાબતે ફ્રિ ટિપ્સ પણ આપીશું.”

>

  • સામેની વ્યક્તિના સમય, સંજોગો જાણ્યા સમજ્યા વિના શાં માટે કોન્ટેક્ટ કરવો?- માન ન માન…મૈ તેરા મહેમાન!?!?
  • શાં માટે કોઈને પણ વગર જાણ્યે-પુછ્યે આપણી પ્રોડક્ટ કે સેવા ઠપકારી દેવી જોઈએ?- (યેસ!….ખુદના મમ્મી-પપ્પાનો પણ સમાવેશ થઇ શકે કેમ કે તેઓ જ સૌથી મોટા પ્રોસ્પેકટીવ –કસ્ટમર છે.)
  • સોનું હોય કે સગડી…માહિતી-એજમાં એ બાબત જાણવી ઘણી જરૂરી છે કે આપણું ખરું ગ્રાહકી-ધન ક્યાં છે, કેવું છે.
  • તે બાદ એમનો સંપર્ક કઈ રીતે કરવો એ હવે એક (આર્ટ) કળા બની ચુકી છે. નહિતર બજારુ જંગલમાં ‘મોર’ નાચે…તો પણ કોણ જુએ?
  • વેલ્યુ-મોર બનાવવી હોય તો કમ‘લેશ’ બનવું પડે ભાઈ!   

દોસ્તો, જમાનો ‘પરમિશન’(આજ્ઞા)નો છે. માર્કેટિંગ મહાગુરુ સેઠ ગોડીનેપરમિશન માર્કેટિંગ વિષય પર આખી એક બૂક આપી દીધી છે.

કહેવાની જરૂર ખરી કે હવે એ (એટ લિસ્ટ) મારા કોન્ટેક્ટ લિસ્ટમાં પણ રહ્યો હોવો જોઈએ?

પેટ પર‘પંચ’

તમારી પ્રોડક્ટ વેચવા તમે કેટલી હદ સુધી જઈ શકો?

જેમણે કાંઈક કરવું છે…તેવા ખોપડી છાપ લોકોએ આ દુનિયામાં પોતાની વસ્તુ કે સેવાને આગળ લાવવા ઘણું અવનવું કર્યા કર્યું છે. અહીં જોઈ લ્યો… આ ભાઈનું કામ બુલેટ-પ્રૂફ જેકેટ વેચવાનું છે.

પણ તેની મજબૂતીની સાબિતી શું? એટલે બુલેટ (બંદૂકની ગોળીઓ) પહેરીને આ બિન્દાસ્ત બંધુ ‘પ્રદર્શન’ કરે છે. ને સંદેશો એમ આપે છે કે…“એક બાર આપકી નસ ફટ જાયેગી..પર મેરા બુલેટ-પ્રૂફ જેકેટ સલામત રહેગા પ્યારો!

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

Advertisements

4 comments on “માર્કેટમાં ‘લેસ’ હવે ‘મોર’ બની થનગાટ કરે છે ત્યારે…

  1. pragnaju કહે છે:

    આવા ફોન તો આંતરે દિવસે આવતા જ હોય છે અને નો ઇન્ટરેસ્ટ હહીએ તો પણ પીછો છોડતા નથી તો ગુસ્સો આવ્યા વગર તેમનો પીછો કેવી રીતે છોડાવવો તે જણાવશો

  2. આ તો અમારી જ વિતકકથા! પણ, સહુની મજબૂરી છે! ટાર્ગેટનું ભૂત વળગ્યું હોય એને ભાન નથી રહેતું કે, પોતે ક્યાસમયે કોને ફોન કરે છે! માર્કેટ-મદારીઓ જેટલા ખેલ કરે એટલા ઓછા!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.