આટલું ઝેર શાં કારણે, કોના માટે, શું કામ?

“ઓલિમ્પિક મશાલ લઇ અમિતાભ લંડનમાં દોડ્યો”- બાબતે ભોપાલવાસીઓ સાથે બીજાં કેટલાંક ભારતીયોને દુઃખ. સાથે સાથે એક લેખક ગુરુ દ્વારા *** જેવી ગાળ ઠોકી દેવામાં આવી.

“ઓલિમ્પિક ટીમમાં સાનિયા મિર્ઝાએ હાથમાં ઝંડો ન ફરકાવ્યો”- એટલે ભારત-વિરોધી કહી એને ફેસબૂક પર અને મીડિયામાં હલકી અને નિમ્ન ગાળો આપવામાં આવી. 

“ઓલિમ્પિકમાં ભારતીયટીમ સાથે કોઈક અજાણી ‘મધુરા’ આગળ ચાલી” એમાં કેટલાંક અધુરા લોકોને વાગોળવા (અને વગોવવા માટે) નવો જ પૂરો વિષય મળ્યો.

અરે! ભાઈ…આ સૌને શું ક્યાં ખૂંચે છે? – દુઃખે છે પેટ ને કૂટે છે માથું? 

બ્રિટિશરોની (કરાયેલી રાજાશાહી કે) થયેલી ગુલામગીરીનું પેઈન યા પછી કોઈક ઉચ્ચ ધોરણે અચિવમેન્ટ હાંસિલ ન કરી શકવાનું આંતરિક દુઃખ?

આટલું ઝેર શાં કારણે, કોના માટે, શું કામ? જો એ સૌને એટલી જ દેશ દાઝ હોત તો ટીમ-ઇન્ડિયાને લંડન મોકલતા પહેલા જ વિરોધ કરવો હતો ને?- આ (ભૂલમાં આવી ગયેલો બ્રોન્સ મેડલનું પણ ‘દુઃખ’ ન થાત). 

Advertisements

4 comments on “આટલું ઝેર શાં કારણે, કોના માટે, શું કામ?

 1. Shakil Munshi કહે છે:

  મુર્તઝાચાર્ય,
  એકદમ સત્ય પંચ “દુઃખે છે પેટ ને કૂટે છે માથું ”
  કલમ ને કટાર બનાવાય કોદાળી નહી ! એ તફાવત સમજવો જરા મુશ્કેલ નથી લાગતો !

 2. pragnaju કહે છે:

  મીડીયાના પ્રચારમા નાની વાતને મોટું સ્વરુપ અપાય !
  સાંભળેલી વાત
  માયાસ્થેનીયાન ગ્રેવીસ અને પેરીટૉનાઈટીસવાળાને દોડવાની શું જરુર? વિ વિ
  કેટલાકની વાત તો પોતાના પ્રચાર માટે હોય છે.
  કહેવાય છે કે મોટા રાજકારણમા પોતે જ પોતાની વિરુધ્ધ પ્રચાર કરી નવી રમત રમે છે
  બાકી ભાઇ શકીલની વાત બરોબર લાગે છે…“દુઃખે છે પેટ ને કૂટે છે માથું ”
  કલમ ને કટાર બનાવાય કોદાળી નહી ! એ તફાવત સમજવો જરા મુશ્કેલ નથી લાગતો !

 3. Chetan કહે છે:

  મુર્તઝાભાઈ, માણસ પોતાની અધુરી વિકૃતિઓ જાહેર શૌચાલયની દીવાલ પર ચીતરતો હોય છે. બસ આવુજ અહી નથી લાગતું.?.!

 4. “ઓલિમ્પિક મશાલ લઇ અમિતાભ લંડનમાં દોડ્યો”- બાબતે ભોપાલવાસીઓ સાથે બીજાં કેટલાંક ભારતીયોને દુઃખ. સાથે સાથે એક લેખક ગુરુ દ્વારા *** જેવી ગાળ ઠોકી દેવામાં આવી.”

  કોઈ પત્રકાર કે લેખક, અમિતાભ કે કોઈપણ કલાકારને પોતાના લખાણ દ્વારા ગાળ દે એમાં બહુ બહાદુરીની જરૂર પડતી નથી. કારણ કે એમાં કોઈ વળતો હુમલો થવાની બીક નથી. પણ, ગલીના ગુંડાને મોઢે બે શબ્દો કહેવામાં વધારે બહાદુરીની જરૂર પડે. એવું જોખમ એ લોકો લેતા નથી.

  જંગમાં જવું એ અલગ વાત છે ને દૂર રહ્યે રહ્યે હાકલા પડકારા કરવા એ અલગ વાત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.