બે ની લડાઈમાં ત્રીજો આ રીતે… ફાવે છે?!?!?

એક જંગલમાં સિંહ અને હાથી વચ્ચે જબરદસ્ત ઝગડો થયો. 

સિંહ:અલ્યા હાથી! તે મારો ખોરાક મારી ગુફામાંથી આવી પચાવી પાડ્યો, કેમ?

હાથી:અલ્યા એય સિંહડા..જા જા હવે…ખોરાકતો તે મારો પચાવી પાડ્યો….ને પણ ખુલ્લે આમ ને પાછો મારા પર શાહુકારી કરે છે?”….ને બંને વચ્ચે વાક્યુદ્ધ ચાલતું રહ્યું. જંગલના પ્રાણીઓને તો વગર તેડે તમાશો મળ્યો. સમજોને કે મનોરંજન.આ ઘટના થોડે દૂર એક ચિત્તો પણ જોઈ રહ્યો હતો ને..મનોમન હસી રહ્યો હતો. કેટલાંક જી-હજુરીયા પ્રાણીઓએ ચિત્તાને પૂછ્યું.- “ચિત્તા ભાઈ….આ તો ગંભીર બાબત છે….તમને આ ઝગડામાં હસવું કાં આવે?

ચિત્તાભાઈ એ કશુંયે કહ્યા વિના માત્ર આંખનો પલકારો કર્યો ને થોડું વધુ ખંધુ હસી ધીમેથી ત્યાંથી સરકવા લાગ્યો.

….ને થોડાં જ સમયમાં ‘આજકા જંગલ’-ની સાઈટ પરથી દરેક પ્રાણીઓના મોબાઈલ પર એક નવા બ્રેકિંગ-ન્યુઝ ચમકી ગયા.

“જંગલમાં થયેલા સિંહ અને હાથીના યુદ્ધ પછી અચાનક ક્યાંકથી ચિત્તો આવી ચઢ્યો છે. અને હાથીના હાથમાંથી ‘બચેલો’ ખોરાક લઇ એ હવે સિંહની ગુફામાં ‘વધેલાં’ ખોરાક પર હૂમલો કરી રહ્યો છે.”

પ્રાણીઓ ચિત્તાનું ખંધુ હાસ્ય હવે સમજી રહ્યા છે. પણ કશુંયે કરી શકતા નથી…કેમ કે ચિત્તાની સ્પિડ છે ભાઈ, કોણ જોખમ ખેડે?

——————————————————————————-– હમણાં જ ‘વાસી’ થયેલા એપલ-સેમસંગના પેટન્ટ-ઝગડામાં ગૂગલની અચાનક તાજી આવી ગયેલી ‘ગૂગલી’ માટે આવીજ વાર્તા કહેવી પડે ને સાહેબો? થાય તો થોરામાં ઘન્નું સમજજો…નહિતર પ્લેનેટ એનિમલ ચેનલ હજુયે ચાલુ જ છે.

One comment on “બે ની લડાઈમાં ત્રીજો આ રીતે… ફાવે છે?!?!?

  1. Krutarth A Vasavada કહે છે:

    હાથીના હાથમાંથી ‘બચેલો’ ખોરાક લઇ એ હવે સિંહની ગુફામાં ‘વધેલાં’ ખોરાક પર હૂમલો કરી રહ્યો છે –

    આ એકજ લીટીમાં તમે તો ત્રણ માથાભારે કંપનીઝને હલાવી મૂકી 🙂

    Nicely deduced, Murtazacharya !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.