ફેંકવામાં આપણે દેશીઓ માસ્ટર છીએ. વર્ષો પછી ભારત આવેલા ન્યુયોર્કમાં વસતા કોઈક દોસ્તદારને આપણા કોઈક સગાં-સંબંધીનું એડ્રેસ આપીએ લોસ-એન્જેલસના ટાઉનનું. જ્યાં એ ભાઈ વર્ષોમાંય ન ગયા હોય. એમ કહીને કે “ભ’ઈ આપડી પહોંચ ત્યાં સુધી છે હોં! કાંઈ કામ-બામ હોય તો બોલજે.…”
ખૈર, સૌથી વધારે મશહૂર બની ગયેલી ટોય બ્રાન્ડ ‘લેગો’ (LEGO) દર બીજા દિવસે એના બ્લોક્સ દ્વારા કાંઈક નવા પરાક્રમો કરતી રહે છે. પહેલા નાનકડા ટુકડાંઓને માત્ર ગોઠવવાની શીખ આપી ને હવે બાળ-બચ્ચાંલોકને એન્જિનીયરીંગના પણ પદાર્થપાઠ સોફ્ટ રીતે શીખવતી આવી છે.
એનું એક લેટેસ્ટ ઉદાહરણ મને ગઈ કાલે જ મળી આવ્યું, એટલે આજે જ શેર કરવાનું મન થયું છે. જેમાં અદભૂત રીતે નાનકડાં બોલ્સને લેગોના પ્લાસ્ટિક બ્લોક્સ દ્વારા જ બનાવવામાં આવેલા મશીનમાંથી ૧૭ રીતે પસાર કરવાની ટેકનિક્સ બતાવવામાં આવી છે. એ પણ ૭ મિનિટમાં…
શક્ય છે એન્જિનીયરીંગ ભણતા કેટલાંક દોસ્તો પેલા ૩ ઈડિયટ્સના ચતુરલિંગમની જેમ મશીનની વ્યાખ્યા ગોખવામાં પડ્યા હોય ત્યારે….એમને માટે આ ‘લેગો’ સુપર મશીન મદદ કરી શીખવી શકે એમ છે. (હવે બોલો આ બાબતે FDI ફેક્ટર કેટલો કામ લાગે છે!) આજે ભલે ૭ કલાક પુસ્તકિયું વાંચન ન થાય. પણ આ સાત મિનિટ તેમને નવો વિચાર બક્ષી શકે એમ છે. તેમને દિમાગનું ચક્કર ખવડાવી નવી હિંમત આપી શકે એમ છે.
જો એમાંથી કોઈક એકાદ ‘ચતુર’ પણ… રેંચો બની આગામી પ્રોજેક્ટમાં લેગોની મદદથી કોઈક મશીન બનાવશે તો ખુદ લેગો કંપની પણ તેને પ્રમોટ કરવા એના ઉભા લેગ્સથી દોડી આવશે…એની ગેરેંટી.
નેક્સ્ટ ‘એન્જિનિયરીગ ડે’ ઉજવવા માટે હેપ્પીના સાવ બોરિંગ મેસેજ ઠોક્વાને બદલે ‘HappY’ આમ પણ બની શકાય છે. – જરૂર છે માત્ર એક લેગો સ્ટેપ (કદમ)ની શરૂઆત કરવાની.
છે કોઈ જે મને અપડેટ કરી શકે? –
સર‘પંચ’
દોસ્તો, હું રહ્યો (લેગો કરતા) ‘લોગો’નો માણસ. એમાંય બ્રાન્ડિંગ મારા નસમાં ફરતું રહે. એટલે એવી ફટકતી માહિતીઓથી અપડેટ રહેવા-મેળવવામાં મને મારા ‘લેગ્સો’ અને ‘હાથ્સો’ દોડાવતા રહેવું પડે છે.
થોડાં જ દિવસો પહેલા ‘લેગો’ બ્લોક્સની અનોખી કહાની બતાવતી નાનકી ફિલ્મ મૂકી હતી. કથા જાણવી હોય તો આ લિંક જોઈ લેજો. પણ પછી. અત્યારે તો આ પેઈજ પર જ ટકી ને એનું લેટેસ્ટ પરાક્રમ જોઈ લેગો. (આઈ મીન લેજો).
ને પછી તમારા કે સગાં-વ્હાલાંના કોઈ વિદ્યાર્થી (ભલે ને અમેરિકામાં હોય) એને આ ઉપરની લિંક ફોરવર્ડ કરવાનું પૂણ્ય મેળવી લેજો. પછી ભલે ને તમને કોઈ કોમેન્ટ ન કરવી હોય…બોલો મને જરાય ખરાબ નહિ લાગે હોં !!!
ત્યાં સુધી…જય બોલ ‘લેગો’ બોલ !
Wah Mrtuza bhai maza avi gai, shun technology viksavi che. Kevu pade. Jai ho.
આભાર મીનાબેન. હવે આવનારી પોસ્ટ્સ પર પણ ખાસ નજર રાખશો. તમને ફાયદો થઇ શકે એવી બાબત છે.
http://www.youtube.com/watch?v=lPnY2NjSjrg&feature=c4-overview-vl&list=PLVfin74Qx3tV8bgAhzbfDpnfPoGmJWAcn murtazabhai warnerbrothers LEGO na character laie ne movie banave chhe.