કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે…

Tata Nano

“પહેલા એ લોકો તમારી પર હસશે,

પછી તમને પછાડશે,

ત્યાર બાદ તમને હરાવવાની બનતી કોશિશ કરશે…

ને પછી તમે જીતી જશો.” –

દુનિયારત્ન ગાંધીબાપાનું આ ચોટદાર વાક્ય મને મરદ-બચ્ચા રતન તાતા માટે ઘણું યોગ્ય અને બંધ બેસતું લાગે છે. ઘણીયે બંગાળી ઠોકરો ધક્કા-મુક્કી-મુક્કા ખાધા પછી, એક ‘સોજ્જા માનસ’ની જેમ ભલાઈ રાખીને પણ આ પારસી પોરિયો એની લગની સાથે લગ્ન કરી નેનો કારને મોટી બનાવી ને જ જંપ્યો છે.

એક ગુજરાતી તરીકે તો આપણે સૌને ગર્વ થાય જ. પણ વેપારી માણસ તરીકે પણ થોડો વધારે ગર્વ થાય જ્યારે આજના ન્યુઝમાં સાચે જ હેડલાઈન વાંચવા મળે…

“તાતાની નેનો કાર હવે માત્ર $૩૫૦૦/- ની પ્રાઈસટેગ સાથે અમેરિકના કાર બજારમાં પણ જોવા મળશે.”

૩૭ એચપી, ૬૨૪ સી.સી.વાળા બે સિલિન્ડર એન્જીન સાથે (તેમજ કેટલીંક નાનકડી અમેરિકન જરૂરીયાતોને પણ મુદ્દે નજર રાખી) નેનો જ્યારે અમેરિકાના શહેરોમાં આવી રહી છે ત્યારે ‘સાલ્લુ માહરુ ડીલ અને દિલ બંનેચ ખુસીથી નાચી ઉઠેચ..’

શું કામ?- થોરાંમાં ઘન્નું જ કેવ ટો : “ બસ સમજોને કે આવો મોટ્ટો વેપારી માનસ આવી નહ્લ્લી નેનોને પણ મોટ્ટી બ્રાન્ડ બનાવી એના માર્કેટિંગ દ્વારા મહાસત્તાને બી ‘સટ્ટાક’ કરતી મિડીયમ કિક આપી શકે ચ ને એવન લોકાં ખુસી ખુસી લઇ બી લે છ.”

ત્યારે આવા રતન જ આપણને શીખ આપી જાય છે કે….

‘અવરોધ તો ખાલી આપણા મનમાં હોય છે…પછી બંગાળ-બિહાર જેવા ફેક્ટર્સ તો પ્રગતિ કરાવવા માટે કિક મારતા હોય છે.

હવે કહી શકાય છે ને કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે.

 Source Link: http://bit.ly/PAxHpE

Advertisements

6 comments on “કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે…

  1. 3500 તો નહિ પણ 10000ની આસપાસ યુ.એસ. માં મળશે. તો પણ જો કે તો પણ સસ્તામાં સસ્તી કાર જ ગણાશે. સરસ સમાચાર 🙂

  2. દેશમાં ના વેચાઈ માટે ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s