થોડી હટકે, થોડી લચકે….આ તો ‘ટેસ્લા’ છે એ જાણ!

Tesla-Logo (c) Tesla Motors (From SensetheCar.com)

અમેરિકા જેનું નામ.

હમેશાં, કાયમ, દર વખતે, જ્યારે જ્યારે કોઈક એને સતાવે છે. ત્યારે તેનું શયતાની સંતપણું સંતાડી શાંત હૂમલાખોર બની તેની દેશદાઝ દુનિયાને બતાવી દે છે. એવા ઘણાં ઉદાહરણો દિવસે દિવસે થોથાં બની (ઉ)ભરાઈ રહ્યા છે.

લેટેસ્ટમાં આજે ઓટો-ઇન્ડસ્ટ્રીઝમાં તેની હલચલ વિશે વાત કરવાનું મન થયું છે.

માન્યું કે આલ્ફા-રોમિયો, ક્રાઇસ્લર, બી.એમ.ડબલ્યુ, ફોર્ડ, ફિયાટ, ફેરારી, જગુઆર, મર્સિડીઝ, નિસ્સાન, તાતા, ટોયોટા, વોક્સવેગન, બ્રાન્ડ્સને ગાડીઓ કહો કે કાર….વર્ષોથી ચારેબાજુ દોડી રહી છે. હરીફાઈ કરતી અને કરાવતી રહી છે.

પણ છેલ્લાં ૨-૩ વર્ષથી એક અમેરિકન બ્રાન્ડ માર્કેટમાં આ બધાંની ધીમે ધીમે બામ્બુ મારવા મેદાનમાં આવી ગઈ છે. નામ છે. ‘ટેસ્લા.’ – વિજ્ઞાનના બંધુઓને વૈજ્ઞાનિક ‘નિકોલા ટેસ્લા’ની કથની વિશે થોડી ઘણી જાણકારી હોય. બસ એ જ નામનો ‘લાભ’ લઇ ઉધામા થઇ રહ્યા છે. (આ ‘લાભ’ની પાછળ રહેલી બીજી એક સંતાયેલી રસપ્રદ સ્ટોરી વિશે ક્યારેક વાત કરશું).

‘ટેસ્લા’ બ્રાન્ડ આપણને કદાચ નવી લાગી શકે પણ અમેરિકન્સ માટે એક પોપ્યુલર કાર તરીકે વિકસાવવામાં આવી રહી છે. મુખ્ય કારણ….છેલ્લાં ૫ વર્ષથી પણ વધારે જાપાનની નંબર ૧ ટોયોટાને મારવા માટે.

“અમારા જ દેશમાં કોઈક બીજા દેશની ગાડી….અગાડી કેમ રે’હ, હેં?!?!?

ટોયોટાનું બ્રાન્ડિંગ સર થયું ‘ઇકો-ફ્રેન્ડલી કાર માર્કેટમાં. એન્જીનથી લઇ, પેટ્રોલ, સ્પેશિયલ એસેસરીઝમાં ‘ઇકો-ફ્રેન્ડલી’ મુદ્દાને પકડી જાપાનીઓએ અમેરિકન્સના ખિસ્સાં પર ખાસ્સો હૂમલો કર્યો. ત્યારે ઊંઘતી ઝડપાયેલી જનરલ મોટર્સ જેવી બીજી આગળ પડતી બ્રાન્ડ્સને…પડતી જોવાનો વારો આવ્યો.

અને..ત્યાં જ ૨૦૦૩થી ધીમે ધીમે ‘ટેસ્લા’નું આગમન કરી દેવામાં આવ્યું. ટોયોટામાં હજુ બહુ વિકસિત ન થયેલો એક મુદ્દો પકડીને.- ‘ઈલેક્ટ્રીકલ’.

યેસ! આખી કારને સાવ ‘હટકે’ ઈલેક્ટ્રીકલ (વીજળીક) તરીકે વિકસાવવામાં આવી છે. ઘણી બાબતોમાં. જેમ કે દેખાવમાં (રૂપ-રંગમાં), એન્જિનમાં, પેટ્રોલને બદલે બેટરી-પાવરમાં, આંતરિક-ઓટોમેશનમાં….વગેરે વગેરે.  

પણ માર્કેટ હજુયે વધારે ગરમાગરમ થઇ રહ્યું છે. તેની કોઈ પણ ડીલરશીપ વગર વેચવાની સેલ્સ પદ્ધતિને લીધે…ડાઈરેક્ટ માર્કેટિંગ દ્વારા. જ્યારે દુનિયામાં વધુ ભાગની કંપનીઓ આડી થઇ વેચાણ કરી રહી છે. ત્યારે ટેસ્લાની આ નોન-ડીલરશીપ સિસ્ટમ ઘણી લોકપ્રિય થઇ રહી છે.

સિમ્પલી!…કોઈ મિડલમેન નથી એટલે ભાવ સીધેસીધો ઘટી ગયો છે.

વળી તેના ઇલેકટ્રીફાઈંગ રિ-ચાર્જિંગ સ્ટેશન, સ્પિડી કસ્ટમરસર્વિસ અને સેક્સી રિટેઈલ આઉટલૂકને જોઈ બીજી ઘણી કાર બ્રાન્ડ્સના પેટમાંથી ‘ઓઈલ’ રેડાઈ રહ્યું છે.

કાંઈ નથી સૂઝતું તો અમેરિકન કાર એસોસિએશનનો સહારો લઇ દુનિયાની બીજી બ્રાન્ડ્સે તેની પર કેસ ઠોકી દીધો છે. એવું કહી ને…

સાલું અમે વર્ષોથી ડીલર્સ સાથે વેચાણ કરી રહ્યાં છે, ને તું કોણ વળી નવી આવી કે સાવ અલગ નિયમો બનાવી ‘ધંધો’ કરી રહી છે. ચાલ તારા કપડાં ઉતાર અને અમને જણાવ કે તને કઈ રીતે વેચાવું’ છે. નહીંતર અમે તને માર્કેટમાં જીવવા નહિ દઈએ.

કાર સાથે વાતાવરણ પણ ગરમ છે. જોઈએ હવે ‘હટકે’ બાબતમાં કોણ વધુ લટકે છે.

સફળતા તેને મળવાની છે જેણે કાંઈક અલગ કરી આવ્યું છે. 

6 comments on “થોડી હટકે, થોડી લચકે….આ તો ‘ટેસ્લા’ છે એ જાણ!

  1. pragnaju કહે છે:

    સરસ
    યાદ
    યુરોપમાં ત્યાં EISCAT અને રશિયા Sura આયોનોસ્ફીરિક ગરમીનું સુવિધા છે. કરવા અમેરિકન પત્રકારો અભ્યાસ, તેને લાગે છે કે વૈજ્ઞાનિકો HAARP ઉપકરણ (એટલે ​​કે, આયોનોસ્ફીયરની માં ઊર્જા મોકલીને આ વિચાર તે મળી નિકોલા ટેસ્લા ટેસ્લા શિલ્ડ અને ઘાતક વિકિરણો કામો અભ્યાસ.

  2. સુરેશ જાની કહે છે:

    વિડિયોના વિડિયો મૂકનાર વેપારીએ કારનો ફોટો ય ના મૂક્યો? !
    લો! અહીં જોઈ લો …
    http://www.teslamotors.com/models

    ૩૦-૪૦ વર્ષ કે એ ઓછાં વર્ષો બાદ , ઈલેક્ટ્રિક કાર જ બચવાની છે.
    એ વિશે એક સ્વપ્નકથા ‘ ગદ્યસૂર’ પર લખી છે.

  3. saksharthakkar કહે છે:

    અહી એક મોલ માં હું ટેસ્લાના સાક્ષાત દર્શન કરી આવ્યો. દેખાવમાં એકદમ સરસ છે, સામાન્ય કારોથી મુખ્ય એ રીતે અલગ પડે છે કે આગળ અને પાછળ બંને બાજુ એન્જીન ન હોવાથી ડેકી મળે છે 😉

  4. […] અને મસ્ત માણસ માર્કેટમાં આવી ગયો છે.: ટેસ્લા કંપનીનો માલિક મી. એલન મસ્ક. એની પર નજર રાખવા […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.