
(c) Source- Best Buy Customer
અમેરિકાનો મશહૂર હાઈપર સ્ટોર બેસ્ટબાય.કૉમ.
બે દિવસ પહેલાં એક ‘બાઈ’ એ ત્યાંથી એક લેટેસ્ટ ‘આય’-પેડ ઓનલાઈન ‘બાય’ કર્યું.
પણ ઘરે એક પેડને બદલે પાંચ પેડ્સનું પાર્સલ આવ્યું. કરવું શું?પ્રમાણિકતાનો ગૂણ પકડી બાઈએ તો મેસેજ કર્યો. તો બેસ્ટ બાય વાળાઓ એ બાઈને સુપર ખુશ કરી દે એવો જવાબ આપ્યો:
“વ્હાલા કસ્ટમર, તમે અમારા સ્ટોરમાંથી આઈ-પેડ ખરીદ્યું એ માટે આભાર. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. પણ અત્યારે હોલી-ડે સીઝન ચાલતી હોવાથી અમે ચાહીએ છીએ કે બાકીના ચાર પેડ્સ પણ તમે અમારી તરફથી ગિફ્ટ સમજી સ્વીકારી લેશો. પાછા ન મોકલતા. આ બહાને તમે તમારા દોસ્તો કે કુટુંબીજનોને તે ભેંટ પાસ ઓન કરી શકશો. “
તાત્પર્ય એટલું કે: આવી ‘ભૂલ ભરેલી’ કસ્ટમર સર્વિસને આપણે ત્યાં લોકો ભૂલી તો નથી ગયા ને?
કોઈએ એવી મજાની ભૂલ કરી હોય તો સૌને ગમે એવું કન્ફેશન અહીં કરી દેજો સાહેબ !
સર ‘પંચ’
આજનું ગ્રાહકી ગણિત:
- દોસ્તો અને દોસ્તીનો સરવાળો
- દુશ્મનો અને દુશ્મનાવટની બાદબાકી
- સુખ અને સમૃદ્ધિનો ગુણાકાર
- દુઃખ અને પીડાનો ભાગાકાર
વાહ
અમને એક વાર ખોટી દવા આપેલી !.તેમને ભૂલ બતાવી દવા પરત કરી તો બીલની રકમ પાછી આપી, સાચી દવા મફત આપી અને આપણે ઉપકાર કર્યો હોય તેમ આભાર માન્યો!
ન ગમ્યું એટલું કે તેઓએ ખોટી દવા ગારબેજ કરી!!