વિતેલા વર્ષના બોનસ રૂપે ક્રિસમસના દિવસે એક કોર્પોરેટ કંપનીમાં તેના એક પાલતું એસોસિએટને (વિતાવવામાં આવેલી પળોને સહન કરવા માટે?!) ‘મેન ઓફ ધ ઈયર’ નો ખિતાબ મળ્યો.
સર્ટીફિકેટ સાથે સુપર-ગિયર વાળી સાયકલ ભેંટ આપવામાં આવી. (હજુ વધારે વાપરી શકાય એવી ‘હેલ્થ’ અને સાથે જલ્દી વપરાઈ જતી ‘વેલ્થ’ બનાવવા જ સ્તો)
સાયકલ સ્વીકારાઈ તો ગઈ પણ થોડા ખચકાટ સાથે. કેમ કે તેની પાછળ (ઇન્ડિયન ઈસ્ટાઈલનું) કેરિયર નહોતું (હેલ્થ બનાવવામાં કેરિયર?).
ખૈર, બીજે દિવસે ભ’ઈએ બોસને ‘કેરિયર એડ-ઓન રિક્વેસ્ટ’ મોકલી. ને ત્રીજે દિવસે સાયકલ નવા કેરિયર સાથે પાછી આવી ગઈ.
પણ આ શું?- કેરિયર તો આવી ગયું પણ… સાયકલનું સ્ટેન્ડ ગાયબ?!?!?!? એમ કેમ બને?
ભઈલાએ રિ-રિક્વેસ્ટ મોકલી. “આવું કેમ? શું કામ? શાં માટે?”
જવાબ આવ્યો:
“ઓ ભાઈ ! આ કોર્પોરેટ ગિફ્ટવાળી સાયકલ છે. તમારી ખરીદેલી નહિ. એટલે કોઈક એક ઓપ્શન પસંદ કરો. કાં તો કેરિયર અથવા સ્ટેન્ડ. બેઉ એક સાથે ન મળે. કોર્પોરેટમાં કેરિયર બનાવવું હોય તો સ્ટેન્ડ ના લેજો. અને સ્ટેન્ડ લેશો તો કેરિયર ખત્તઅઅમ. આગળ મરજી તમારી.”
(કોર્પોરેટ કંપનીમાં કામ કરતા એ સર્વે પાલતું સામજિક પ્રાણીઓને અર્પણ…)
TMG (થોરાંમાં ઘન્નું)
જસ્ટ થોડાં જ કલાકો પહેલાં ‘એપલ’ની બેકરીમાંથી નીકળેલા ફ્રેશ બેક સમાચાર.
કાંચને સિફતપૂર્વક વાળી શકાય એવી ટેકનોલોજીકલ શોધ કરવા બદલ ‘એપલ’ અંકલને આજે પેટન્ટ મળી ગયા છે. આ સમાચાર મને એટલા માટે ગમ્યા છે કે…હવે સ્વ. સ્ટિવદાદાની દરેક આઈ-ડિવાઈસમાં રહેલા ‘કાંચ’ નામના તત્વને બીજા હરીફો સાથે ‘આંચ’ નહિ આવવા દે.
એમની આવનારી અગત્યની સાવ હટકે શોધોમાં…. આઈ-પેડ્સનું ઇમ્પ્રુવમેન્ટ તો ખરું પણ સાથે આઈ-ટેલીવિઝન, આઈ-કાર અને બીજી અનેક સંતાયેલી ‘આઈ’ વસ્તુઓ આવનારા દિવસોમાં ‘આઈ’ જવાની છે. જેમાં એ લોકો આવા ફ્લેક્સિબલ કાંચનો ઉપયોગ……….નહિ કરે તો બીજે કરશે ક્યાં?
જેમનું મગજ હાલમાં આવી બાબતો તરફ ‘વળી’ રહ્યું હોય (તેવા ખાસ એન્જિનીયર્સ ભ’ઈલાઓને) નેટવર્ક-ઓટોમોબાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં અખૂટ તકો મળવાની છે…..લીખ લો કુછ નયા! આજ હી અપની નોટમેં ભીડું!
ઓહ, મને એમ કે તમને આ સાયકલ મળી હશે. બાય ધ વે, પેલા કાંચ વાળા સમાચાર જરાય ન ગમ્યા. કાચને વાળી શકવાની ક્ષમતા તો વર્ષોથી કંપનીઓ વાપરતી આવી છે..
હહાહાહાહા. અરે ભાય…આવી કોર્પોરેટ સાયકલના ‘રેટ’ આપણને ના પોસાય. આપણે તો આવી બાબતે માત્ર ‘માઉસ’થી જ કામ ચલાવી જાણીએ. 😉
સાચી વાત છે. ફ્લેક્સિબલ કાંચ વર્ષોથી છે. પણ જે કાંચની પેટન્ટ એપલ મળતી હોય એ બધાંય કાંચોમાં ‘પાકો’ કાંચ હશે એની પૂરેપૂરી ગેરેંટી.
યકીન ના આયે તો પેટન્ટકી પેન્ટ (આઈમીન ડેટાબેઝ) ચેક કર લીજીઓ ભાય! – સબકુછ ખુલ જાયેગા. 🙂
corporate=1 or 1