જબ જબ યું યું હોતા હૈ, તબ-તબ કહાં-કહાં ક્યા-ક્યા હોતા હૈ?

આપડા બાપડા દેશમાં કોઈ પણ રાજકીય કે સામાજિક ઘટના થાય ત્યારે…હો હા! પો હા બહુ થાય હોં! આપણે ભલેને અંદર મળેલા હોઈએ, પણ બહારના જ નેશનને ‘યુનાઈટેડ’ કરાવવા આજીજીઓ થાય. વખોડીવેડાઓ થાય. સખ્ખત નિંદા થાય. સમિતિઓ રચાય, ‘તારીખ પે તારીખ’ ગોઠવાય, ને આખરે ડોકાં સાથે ફાંસીના માંચડા પણ ગાયબ થઈ જાય.

ખૈર, હમણાં તો ‘હમ સબ મિલકે’ આપણા રાજ્યોની અનેકતા પર થતી એકતા વિષયે જાણીએ. જેમ કે…  

  • મહારાષ્ટ્રમાં: પહેલા ઉગ્ર મોરચો નીકળશે, જેમાં બીજાં રાજ્યો (ખાસ કરીને બિહારને) એ ઘટના માટે જવાબદાર ગણવામાં આવશે, ત્યાર બાદ મીણબત્તીનું સરઘસ અને પછી?…..એક ફિલ્મ-ડાયરેક્ટર એની પર ‘ફિલ્મ ઉતારવાની તૈયારી કરશે.
  • દિલ્હીમાં: પહેલા તોડફોડ થશે, મારામારીઓ થશે ને પછી…બધું ‘ઠીક’ થઇ જશે.
  • પંજાબમાં: આવા આંતરિક આતંકવાદ વિરદ્ધ ‘કડી સે કડી ભર્થ્સના’ થશે.
  • ઉત્તરપ્રદેશમાં: પહેલા અંદરોઅંદર મારામારી થશે ને પછી એની સીધી વાઈરલ અસર મહારાષ્ટ્રમાં થશે.  
  • જમ્મુ-કાશ્મીરમાં: પહેલા “અમે સૌ સુરક્ષિત નથી.” નો પોકાર આવશે ને પછી લાલ-ચોકમાં લીલો ઝંડો લેહરાશે.
  • પશ્ચિમ બંગાળમાં: પહેલા ચક્કાજામ થશે, હડતાલો પડશે. ને પછી હારીને લોકો નજીકના જ કોઈ પર્યટનસ્થળ પર થાક ખાવા જશે. (કેમ? ‘દીદી’ગીરી નામની બી તો કોઈ ચીજ હોવી જોઈએ ને?!?!)
  • રાજસ્થાનમાં: એમના કોઈક સ્વજનના સ્વજનના સ્વજનનું મૃત્યુ થયું છે કે નહિ એ જાણી એનો ઊંડો શોક-વિલાપ થશે.
  • મધ્યપ્રદેશમાં: લોકોની પૂછપરછ થશે કે ‘યહ ઘટના કહા ઔર કૈસે હુઈ? અને પછી…કશુંયે નહિ થાય.
  • બિહારમાં: પાંચ-પચ્ચીસના ડોકાં ઉડી ગયા હશે, ૨૦-૨૫ ઘરો (આઈમીન ઝૂપડાં) બળી ગયા હશે. સૌ કોઈને લાગશે કે ઓહો કેટલી અસર થઇ ! પણ….એનું મૂળ કારણ બનેલી ઘટના સાથે તંતુથી પણ જોડાયેલું નહીં હોય.
  • જ્યારે ગુજરાતમાં...આઅહા!!! કેટકેટલાં કામો થશે. જુઓ…
  • પહેલા ઘરમાં રહી (મોંમાંથી) ને પછી જાહેરમાં આવી (મનમાં) ગાળાગાળીઓ થશે…એની સીધી અસર ફેસબૂક પર થશે.
  • જેની દિવાલો પર ઉપર મહા-મૃત્યુકાવ્યો રચાશે, દુઃખદ જોક્સ બનશે, આવા આર્ટિકલ્સ લખાશે. ‘ફેક’ ફોટોગ્રાફ્સનું કોપી-પેસ્ટ કરી ફેંકાફેંક થશે.
  • લેંઘાનું નાડુંયે બાંધતા નહિ આવડતું હોય કે ‘ગોમની બારેય નૈ ગ્યા’ હોય એવા બચુભ’ઈઓ પાકી બોર્ડર પર જઈ સામૂહિક ‘મૂત્રવિસર્જન કરાવવાની’ હોંશિયારીઓ ઠોકશે. જેની પર સેંકડો ‘લાઈક્સ’ આવશે.
  • કોઈકનું વહેલે મોડે…‘સાહેબ’ને આડકતરી રીતે પીએમ બનાવવાનું પ્રમોશન થઇ જશે.
  • જ્યાં દિમાગ ‘લગાવવાનું’ હોય ત્યાં હાથ-પગ ચોંટાડાશે.
  • રાજકીય બાબતને કોમવાદમાં વટલાવી દેવાશે.
  • ….પછી?…કોઈક નવી ઘટના બને તેની રાહ જોવાશે. અને રાત્રે તો એ જ પાછુ Unwanted72 યા પછી કામસૂત્રનું પેકેટ તો છે જ ને!…(હવે તમે જ કો’ કે ગુજરાત આટલું બધું પ્રગતિ’શીલ’ કેમ થયું?)
  • …ને બાકીના રાજ્યો: આ બધો તમાશો હરખાતા જોઈ શાંતિ-સ્થાપનના યજ્ઞો કરશે.

આ અસરો દરમિયાન અસલ વેપારી બચ્ચાંવ આ બધીયે ઘટનામાં મીણબત્તીઓ કે ‘ચહ’ વેચી આવ્યો હશે. જેવી જેની ઈચ્છા.

દેશ હમારી માતા હૈ, અબ આપકો ક્યા ક્યા આતા હૈ? 

7 comments on “જબ જબ યું યું હોતા હૈ, તબ-તબ કહાં-કહાં ક્યા-ક્યા હોતા હૈ?

  1. pragnaju કહે છે:

    પહેલા તોડફોડ થશે, મારામારીઓ થશે ને પછી…બધું ‘ઠીક’ થઇ જશે.
    ખ્વાબ છે તો આ બધું છે – ઠીક છે,
    મન તો પરપોટા સમું છે – ઠીક છે.

  2. Diya Shah કહે છે:

    હા હા હા ,,,,,,,,,,,,,,,,,,,,, મજા આવી ગઈ ,,મારા જેવા બધાય ના છોતરા કાઢી નાખ્યા ,,

  3. મહેશ કહે છે:

    આ માળો મુર્તઝા વાસ્તવિકતા ને બાખુબી રજુ કરે છે આતો વેપારી નહી લેખક હોવો જોઈએ…..

  4. dadimanipotli1 કહે છે:

    ખૂબજ સુંદર -અસરકારક અને મનનીય રજૂઆત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.