૧૫મી જાન્યુઆરી ૨૦૧૩ની તારીખ: ઈન્ટરનેટ સર્ચ-ટેકનોલોજીમાં થયેલી વધુ ગંજાવર, વધુ મહાકાય ઇનોવેશન માટે ઇતિહાસ લખી ગઈ છે.
અત્યાર સુધી આપણે સર્ચમહાધિરાજ ગૂગલાચાર્યને વંદન કરતા આવ્યા છે. પણ એનાથીયે વધુ મજબૂત ડગલો પહેરી કાંઈક વધારે ડગલાં ભરી ફેસબૂકે એમાં દોડ આરંભી દીધી છે.
લગભગ અઠવાડિયા અગાઉ તેના સર્જક માર્ક ઝુકરબર્ગે મીડિયાના કાનમાં હળી કરી કે…
“ગાંવ વાલો, દિલ ઠામ કર બૈઠો. ૧૫ જાન્યુઆરીકો હમારે યહાં કુચ ઐસા પકને વાલા હૈ જો દેખકર આપ ઉંગલીયાં દબાયે જાઓગે. જો અભી તક નેટ ઇતિહાસમેં ઐસા નહિ હુવા હૈ વહ હોનેવાલા હૈ.” –
અને બંધુઓ, સાચે જ એણે સર્ચ ટેકનોલોજીમાં એવું કરી બતાવ્યું છે. – તદ્દન નવી અને ક્રિસ્પી ગ્રાફ-સર્ચ ટેકનોલોજી જન્માવીને….
જરા સરળ ભાષામાં માંડીને વાત કરું…
સામન્ય રીતે આપણે વિવિધ સર્ચ એન્જીન પર પીનથી લઇ પિયાનોથી થઇ પ્લેનેટ સુધી અગણિત શબ્દો, વિષયો અને ટૂંકા સવાલો પર સર્ચ કરતા રહીએ છીએ, ખરુને?
જ્યારે ફેસબૂકની આ ગ્રાફ-સર્ચ ટેકનોલોજી સ્પેસિફિક સવાલ દ્વારા પેદા થઈ છે…જેમ કે:
•()• “મારા એવા કયા દોસ્તો જે હજુયે માત્ર ૧૯૮૦નું ફટફટીયુ ચલાવે રાખે છે?”…
•()• “એવા કયા માણસો જે એક સપ્તાહ અગાઉ જોબ છોડી આવ્યા છે, ને હાલમાં સાવ નવરાં ધૂપ છે?”…
•()• “મારા ફ્રેન્ડઝ ગ્રુપમાં એવી કઈ છોકરીયુઓ…(આહ ! મસ્ત ક્વેરી છે!) જેમને ભેલપૂરી ને ચણા મમરા બૌ ભાવે છે?”…
•()• “એવા સગાં-વ્હાલાઓ કોણ છે જેમણે થોડાં અરસા પહેલા કોઈ પ્રોપર્ટી ખરીદી છે?…. (અને હાળું અમને જણાવ્યુંએ નથી યાર!)”
•()• “કયા દેશમાં એવા મહાપુરુષો છે જેઓ (પાણી બચાવવા) ‘હાડા તૈણ’ મહિના સુધી તેમની શુદ્ધ ‘જીન્સ’ પણ ધોતા નથી?”….
•()• “મારી કઈ કઈ ‘ગર્લફ્રેન્ડઝો’ હાલમાં ઈંગ્લીસના ક્લાસો ભરે છે?…(યેસ! મારેય ‘ત્યાં જઈ ભરવા’ છે એટલે પૂછ્યું)
•()• “કયા ટાબરીયાંવ ૧૫માં વર્ષેય હજુ બરેલીનું તેલ મમ્મી પાસે લગાડાવી કોલેજમાં (‘તેલ લેવા’) જાય છે?…
•()• “મારા શહેરમાં હાલમાં કઈ બ્લડ-બેંકમાં ‘ઓ-નેગેટીવ’ લોહી પીવાઈ રહ્યું છે?…” (આઈ મીન લેવાઈ રહ્યું સમજવાનું હોં)
વગેરે….વગેરે….જેવા અસંખ્ય નસ-ખેંચું પ્રશ્નો ઉદ્ભવતા હોય તો આ ગ્રાફસર્ચ ચિત્રો અને માહિતીઓના આલેખ સાથે સેકન્ડ્સમાં તમારી સમક્ષ પીરસી દેશે.
જો કે ફેસબૂકનું આ બાળક હજુ ધાવણું છે. પણ ‘ગૂગળનું દૂધ’ પીતા નેટ-બાળકોને પરીઓની જેમ મોટા થતા વાર લાગી છે?
ઇન શોર્ટ, | સવાલ તમારો…જવાબ અમારો. બસ ત્યારે તમતમારે…કરો મારો! |
આ લિંક પર જોઈ લ્યો એ ડીલીવર્ડ થયેલા મીની-મહાકાય બાળકની વિશેષ વિગતો.
https://www.facebook.com/about/graphsearch
.
‘how many my friends are staying in mumbai’ આ સવાલ પુછયો પણ તેમાં ફીલ્મી કલાકારો સીવાય મારા ફેસબુકના કોઈ મીત્રો જોવા મળ્યા નહી…!!!
અ દ ભૂ ત
ટેક્નોલોજીની બધી મર્યાદાઓ તીવ્ર ગતિએ ઘટી રહી છે. અબજો લોકો અને એનાથી વધુ વસ્તુઓ એકમેક સાથે સંકળાયેલ હોય, વાત કરતાં હોય અને સતત નવું શીખતાં હોય ત્યારે મર્યાદા માત્ર એક વાતની રહે છે આપણી પોતાની કલ્પનાશક્તિની!
ગ્રાફ-સર્ચ, સર્ચ એન્જીનની સાથો સાથ ડિરેક્ટરી જેવું પણ કામ કરશે તેથી ગ્રાફ-સર્ચ ને કારણે એડવર્ટાઈઝમેન્ટસ ને પણ લાભ થશે, અને તેથી ફેસબુકને વધારે લોકલ એડવર્ટાઈઝમેન્ટસ મળશે…
Not very effective/amazing with results yet…
Yes Dost..You are right. But they have already said it’s in Beta mode yet. they need to manage a LOT of BIG DATA crunch.
મુર્તઝાભાઈ…..આ રોજ બરોજ વાપરતા FB ના ફાયદા કહો કે ઉપયોગ તો દાડે દી વધતા હાલ્યા…. પણ ખુબ સરસ માહિતી update કરવા બદલ આભાર,, સાલો આ Mark Elliot Zuckerberg ( ગુજરાતી લખતા ના ફાવ્યું).. ક્યાં જય અટકશે..???