૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..
આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.
પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.
કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.
હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.
બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)
શસ્ત્રીય ના બદલે રાષ્ટ્રીય જ રાખોને !
આપણે ચુંટણી, આ ખેલ શીખવનાર ‘કોચ’ની જ કરીએ છીએને !
જગદીશ દાદા, આ ખેલના પાછળની ભાવનાને ‘કોચ’લામાંથી બહાર લાવી લખવામાં આવી છે. 😉
ભઈલા,
આ કોચલાનો ખેલ નીચેની લિન્ક પર –
http://bestbonding.wordpress.com/2013/02/03/tamtiyakhecha/
બાકી, મુળ સમાચાર પણ વાંચ્યા. કંઈક વધારે સારા વિચારો માટે –
http://www.gizmag.com/paper-waste-bricks/25527/
(Paper waste used to make ‘Green’ bricks.) અને બીજુ ઘણું બધું ……
દાદા, આનો અનુભવ થોડી અસર વધારે કરી ગયો. મુદ્દાઓ સાથે સહમત.
પણ હવેના વખતમાં જ્યારે ઈન્ટરનેટનું પ્લેટફોર્મ હાથવગું છે ત્યારે ઘણી બાબતોમાં વ્યક્તિ પોતે ‘તારી હાક સુણી કોઈ ના આવે ત્યારે એકલો જાને રે’ વર્તન કરી જ શકે છે જ.
આ બાબતે બરણીના દેડકાંઓ પણ કાંઈ કરી શકતા નથી. એક અનુભવે જોયું છે કે આવા દેડકાંઓ એવા વિરલાની સફળતાની રાહ જોતા હોય છે જે હિંમતપૂર્વક બહાર નીકળી બતાવે છે. આવા જ એક દેડકાનું વર્ષો પહેલાનું નામ માત્ર ‘મુર્તઝા’ હતું. જેણે આજે ગર્વ સાથે ‘પટેલ’નું ટેગ પણ ભરાવ્યુ છે. પણ દિલથી કહું છું કે એ બાબતનું કોઈ જ અભિમાન નથી. દિલમાં સારી નિયત લઈને સર્ચ-રિસર્ચ કરવા નીકળ્યો છું.
પછી આગે આગે ગોરખ જાગતો રહે છે….અલ હમ્દ. 🙂
vaah
[…] યાદ કરવામાં મુર્તજાની એક પોસ્ટનો હાથ છે. તાજેતરમાં થયેલા સંશોધન અંગે […]