ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.
જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.
ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.
યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…
૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.
યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.
એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.
જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.
જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !
તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર. પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો.
.
સાચી વાત hotmail નો નવો લૂક ખુબજ સરસ છે
…outlook.com
મઝાની સેવા
વિન્ડોઝ ૮ માં મારી પાસે આઉટલુક સાથે આવ્યું હોવા છતાં આજે તમારી પોસ્ટ જોયા પછી જ એના ફીચર્સ ખબર પડી!! 😀
હવે તો રેગ્યુલર યુઝ કરવાની ઈચ્છા થઇ ગઈ… 😛
Thank You Viraj Dost. Do let us know if you have found something new and ‘Unik’ feature inside.
ગુગળ-ધૂપથી બચવા માટે માઈક્રોસોફ્ટ અસ્ત્ર અજમાવે એટલી જ વાર હતી. જોકે હવે ના જમાનામાં હોટમેલનો ઉપયોગ ઘણો ઘટી ગયો હતો. ખાસ યાદ નથી પણ લગભગ ૬-૭ મહિના પહેલા આઉટલુક લોન્ચના પ્રથમ દીવસે જ મેં જુનું હોટમેલ એકાઉન્ટ માઈગ્રેટ કરેલું.
હાલમાં જ વોલસ્ટ્રીટ જર્નલમાં વાંચેલું કે હોટમેલના દિવસો એટલા બધા ખરાબ હતા કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં હોટમેલ વપરાશકર્તાને પછાત માનવામાં આવે છે. જો નોકરીની અરજીમાં ઇમેલ એડ્રેસ હોટમેલ હોય તો રીજેક્સનની શક્યતા બમણી થઇ જાય છે.
ટીપ: માઈક્રોસોફ્ટ તમને બંને ડોમેઇનના ઇમેલ સયુંકતરીતે વાપરવાની સુવીધા આપે છે. દાખલા તરીકે: તમારું હોટમેલ આઈડી “VeparOnNet@hotmail.com” હોય તો “VeparOnNet@outlook.com” પર મોકલવામાં આવતા ઇમેલ પણ તમને એક સયુંકત ઈનબોક્સમાં મળશે. Settings માં યોગ્ય પસંદ કરવી આવસ્યક છે.
Thank You Dost. Truly appreciated your information.