Online Customer Service Opportunity
આમ તો પ્રિન્ટરથી વધારે જાણીતી પણ કોમ્પ્યુટરમાં પાયોનિઅર ગણાતી એવી HP કંપનીએ પોતાના કસ્ટમર્સને બીજી કંપનીઓની સરખામણીએ વધુ બહેતર અને અકસીર ઓનલાઈન કસ્ટમર-સેવા શરુ કરી છે.
વાત આમ તો સાવ સામાન્ય લાગે – પણ સીધી, સરળ અને સાચી છે.
બીજી અનેકાનેક ઓનલાઈન ફોરમનો અભ્યાસ કર્યા બાદ HPના કસ્ટમર્સ રીલેશનશીપ ઓફિસરોએ ઘણાં વાંધા અને વચકાઓ ખોળી કાઢ્યા. પછી નક્કી કર્યું કે જેમ લોખંડને કાપવું હોય તો વધુ બહેતર લોખંડની જરૂર પડે છે (યા પછી ઝેરનું મારણ ઝેરથી થાય છે?) તેમ ગ્રાહકની લાગણીઓ ગ્રાહક બનીને જ સમજી શકાય છે.
એટલે ‘ HP સપોર્ટ ફોરમ’ના નામ હેઠળ આ ઓનલાઈન સર્વિસ ફોરમમાં તેની પ્રોડક્ટ્સ/સર્વિસ વિશેની માહિતી અને મદદ તેના એક્સપર્ટ ગણાતા કસ્ટમર્સ જ આપે છે.
જેમ જેમ કોઈ એક ગ્રાહક-(સર્વિસ એક્ઝિક્યુટિવ) બીજાં ગ્રાહકોને HP ની પ્રોડક્ટ્સ માટે સંતોષકારક જવાબો આપે છે, તેમને રેન્કિંગ પોઈન્ટસ તેમજ ‘બેજ’ સાથે નવાજવામાં આવે છે. આ પોઇન્ટ્સ દ્વારા તેઓ HP ની જ પ્રોડક્ટ્સ કાં તો પ્યોર ડિસ્કાઉન્ટ પર અથવા તો તદ્દન મફતમાં મેળવે છે.
હવે જો તમારી પાસે તેની પ્રોડક્ટ્સ વિશે સારું એવું એક્સપર્ટ જ્ઞાન હોય અને બીજાં જરૂરતમંદ ગ્રાહકોને મદદરૂપ થવાની ખેવના હોય થોડાંક કેશ કમાવવાની સાથે કૂલ કારકિર્દી ઘડી શકો છો.
એવું જ એક નેટવર્ક સ્ટેક એક્સચેન્જ કરી ને પણ છે , જેમાં યુઝર ફોરમ ને એક ગેઈમ બનાવી અને એક કમ્યુનીટી રીલેટેડ ક્વેશ્ચન આન્સર સાઈટ બનાવી શકાય . અમે માઉન્ટ મેઘદૂત માં આની વિષે લખ્યું હતું, વિઝીટર્સ ના રેફરન્સ માટે એની લિંક મુકું છું . લેટ્સ હોપ લોકો ને ગમે .
http://mountmeghdoot.wordpress.com/2012/03/18/geek-gyan-sites/
Thank You Dost. This is Very Good. Keep sharing like this with related subject if You find interesting.
સરસ બેટે