આજે….એક ઔર ‘જસ્ટ ઈમેજીન’…
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.
|| તમારા શહેરની એક ઘણી પ્રચલિત કૉફી-હાઉસમાં તમે વારંવાર એકલા કાં તો કોઈક વ્હાલા-વ્હાલી સાથે કૉફીની ચુસકી માણવા જાઓ છો. તમને ત્યાંની કૉફીના ટેસ્ટ સાથે તેની સર્વિસ, સ્ટાફ, સ્વભાવ અને ઓફકોર્સ… ભાવ પણ ગમે છે.
ને એક દિવસ સવારે અચાનક…
તમે આદત મુજબ ત્યાં પહોંચી જાઓ છો. પણ અંદરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. એક નવું જ રિફ્રેશિંગ ઈન્ટીરીયર દેખાય છે. સવિતાને બદલે ‘સ્વિટી’ અને જયકિશનને બદલે ‘જેક્સન’ દેખાય છે.
સાવ નાનકડા કૉફી-પ્યાલાને બદલે બંને હાથે પકડી શકાય એવો અલમસ્ત, કૉફીની સોડમ યુક્ત મોટ્ટો પેપર કપ દેખાય છે. અને ૨ વર્ષથી એકના એક વપરાયેલા ક્લાસિક ‘પ્રાઈઝ-કાર્ડ’ને બદલે…વાઉ ! ગ્લોસી પેપર વાળું ‘મેનુ’ દેખાય છે.
‘હોં સાહેબ!, હા બેન!’ બોલવાને બદલે એ લોકો સેક્સી વોઇસમાં “હેલોઓઓ, હાય ! વોટ કેન આઈ ડૂ ફોર યુ, સર?” સંભળાય છે. તમે ભલે ટેન્શનમાં આવી જાઓ છો પણ એ સૌ તમારા હાવભાવને વાંચી રોજીંદી આદત મુજબ જ કૉફીનો ઓર્ડર લે છે. પણ બધું જ અંગ્રેજીમાં બોલે છે અને તમને પણ બોલવાની આદત પાડે એવો માહોલ રચે છે.
ટૂંકમાં, તમને થાય છે કે…હાઈલા ! મરી જ્યા આજ તો ! આ હવાર-હવારનું આપડું દેશી શપનું જ છ ક પ્હછી હાચે જ બાપાએ રાતોરાત વિહ્ઝા કરી આલીને ઈંગ્લીસ દેશમોં ક્યાંક ટ્રાન્ષપોર્ટ કરી કાઈઢો છ ?!??!?!?!?
પણ એ લોકો ભલા છે તમને કૉફી આપવાની સાથે એક મસ્ત રંગીન બ્રોશર પણ આપે છે (યારો ! પ્લિઝ હવે અહીં ‘બ્રોચર’ ન બોલશો હોં !).
અંગ્રેજીમાં પ્રોફેશનલ વાતચીતની કળા શીખો.
થોડાં દિવસો માટે ‘તદ્દન મફતમાં’ અંગ્રેજી શીખવાના ક્લાસ એટેન્ડ કરવા માટે સમજાવવામાં આવે છે. તમે દેશી સ્ટાઈલમાં વિદેશી ભાષા શીખવા તૈયાર થઇ જાઓ છો. અને એ લોકો કૉફી-કપ દ્વારા તમને બાટલીમાં ઉતારી દે છે. બધાં જ જીતે છે. એક નવું પરિવર્તન સર્જાય છે. ||
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.
યેસ દોસ્તો! કૉફીના બહાને રશિયાનોને બ્રિટીશ-અંગ્રેજી શીખવવાની આ હટકે સ્ટાઈલ રશિયાના જ એક નાનકડા ટાઉન એક્ખાતરીનબર્ગમાં શરુ થઈ છે. અને ત્યાંની પ્રજાએ આ મિશનને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે.
તમે તમારી પ્રોડક્ટ કે સેવા સાથે એવું કોઈ ગતકડું કરી શકો છો? કે પછી એવો કોઈક આઈડિયા દોડ્યો હોય તો (કૉફી વગર) શેર કરી શકો છો.
[ હવે આજે આટલું પૂરતું છે. ખરુને? એટલે ‘સરપંચ’ જાણવા માટે ફેસબૂક પર આવતી રહેલી નેક્સ્ટ #PatelPothi ના પોઈન્ટ પર નજર રાખવી. ]
– ચાલો, અત્યારે હું તો આ ઉપડ્યો ‘ટી’ પીવા! તમતમારે ત્યાં સુધી વિડીયો જોઈ લ્યો….
અમેરીકન અંગ્રેજીના જમાનામાં બ્રિટીશ-અંગ્રેજી શીખવું હવે કૈક નવું કહેવાય. ચાલો આશા રાખીએ કે એક્ખાતરીનબર્ગવાસીઓ તેમના અંગ્રેજી શીખવાના સ્કેડ્યુઅલ નહિ પણ શિડયુલને વળગી રહે.
‘ઇંગ્લીશ વિંગ્લીશ ‘ રશીઅન વર્ઝન! ‘આવારા’ ની જેમ કદાચ હીટ જઈ શકે!
Yes! થઇ શકે છે. કોઈક વિરલો (કે વિરલી) એવું મિશન શરુ કરે તો… 🙂