વેપાર વાવડ:: iOS 7- નવી બોટલમાં ભરાયેલો એપલનો જુનો વાઈન…

ios7_Apple's Latest Mobile Operating System

2013 (C) Apple.inc.

નવા સ્વાદ, આકાર અને રંગો સાથે પાકીને આજે આવેલા એપલની કેટલીક વાતો….

ભડકદાર પેસ્ટલ રંગો, ફ્લેટ આઈકોન્સ, સ્લિક ફોન્ટ અને બ્લેક/વ્હાઈટ ઇન્ટરફેસ જેવી અસરો સાથે ‘કહેવાતા અપડેટ્સ’ લઇ આખરે એપલે આજે તેના મોબાઈલ ડિવાઈસીસમાં વપરાતી (ઓપરેટીંગ સિસ્ટમ) iOS7 ને લોન્ચ કરી જ દીધી.

સાચું કહું?- એપલના એક એપ-ફેન તરીકે મને કાંઈ નવું નથી લાગ્યું. એટલા માટે કે…ગૂગલે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં આ બધું ક્યારનુંયે અપડેટ્સ કરી ‘લાઈખું’ છે. અને હજુ ગયે મહિને થઇ ગયેલી તેની કોન્ફરન્સમાં આના કરતા પણ આગળ નીકળી ચૂકેલી ટેકનોલોજીની ‘વાત્યું’ બતાવી ચુક્યું છે.

વિશ્વની ૪૦%+ મોબાઈલી પ્રજા અત્યારે તેનો અસરકારક સોફ્ટવેર વાપરી રહી છે. હા! એ વાત જરૂરથી કબૂલવી છે કે…તેની પાછળ રહેલી પ્રોસેસ અને ફાસ્ટર રિઝલ્ટ્સ માટે ગૂગલે હવે એપલ કરતા થોડી ઝડપ વધારવી પડશે.

આ ઉપરાંત, એપલે તેનું સાવ હટકે ડિઝાઈન સાથે મેક-પ્રો પણ લોન્ચ કર્યું છે. સુપર એડવાન્સ ડેસ્કટોપ કોમ્પ્યુટર તરીકે આવનારા આ કોમ્પ્યુટર વિશે કહું તો…

“૭ ‘ગૂગલ કંપનીઓ’ ભેગી થઇને નવું કમ્પ્યુટર બનાવે તો પણ એપલની હાર્ડવેર ટેકનોલોજીને તેઓ ક્યારેય તોડી કે હરાવી નહિ શકે. અત્યાર સુધીમાં જેટલાં કોમ્પ્યુટર્સ માર્કેટમાં ‘ચાલી રહ્યાં’ છે તે સૌને ઝટકામાં આ લેટેસ્ટ મેક-પ્રોએ ‘ટચ કર્યા વગર ચટ’ કરી નાખ્યા છે. સલામ છે…તેના બ્રિલિયન્ટ ડિઝાઈનર જોનાથન ઇવને, તેના કોન્સેપ્ટને, તેમાં રહેલી અન-બિટેબલ ટેકનોલોજીને.

એ સિવાય આજે તેના WWDCમાં જે અપડેટ્સ આવી રહ્યાં છે તે વધુ ભાગે થોડાં જ ‘ફાસ્ટર અને મજબૂતર’ જણાયા છે. કેમ કે…ગૂગલ તેની ‘લવિંગ કેરી લાકડી’ લઈને સાથે જ ઉભું છે…હૂડ દબંગ દબંગ હૂડ!

દોસ્તો, એપલીયા માટે મારું તો ફરી પાછુ એ જ રોદણું છે…બાપલીયા:

“પ્યારા સ્ટિવડા ! જો તું હયાત હોત તો તે આ બધું એક-દોઢ વર્ષ પહેલા જ ‘હોટ’ બનાવી દીધું હોત. અત્યારે તારા ‘વાલા’ઓ જે કાંઈ કરે છે ઈ હંધુયે ઇનોવેટીવ ઓછું ને….ઇમ્પ્રુવમેન્ટ વધારે કરે છે.

એ ભ’ઈ, તું ખુદા ને કે’તો ખરો કે તારી લાઈફનું થોડાં મહિનાઓ માટે કાંઈક રી-ઇન્સ્ટોલિંગનું શેટિંગ કરે. આમ તો તે બવ ઈમ્પોસિબલ કામો કરેલા છે તો પછી આજે કેમ ચુપ છે, લ્યા હેં?!?!?!?

10 comments on “વેપાર વાવડ:: iOS 7- નવી બોટલમાં ભરાયેલો એપલનો જુનો વાઈન…

  1. Jaykishan Lathigara કહે છે:

    Nava user interface ma navu kai na lagyu , icons pan samjata nathi (https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn2/p480x480/971099_10151672919496210_241417856_n.png) ..

    apple-samsung jevu j , iphone-android ma thyu che, kal sudhi android iphone ni copy karta have iphone android ni copy kare che

    pan iphone UI ma atyar sudhi no sav thi moto change kari ne ek vat to pakki che ke , ‘Ab jung hogi. ghamasan hogi’…

  2. pragnaju કહે છે:

    નવું જાણવા મળે છે
    હંમણા તો આ વાત ચર્ચાય છે
    Hungry Frog eating ants play with a smartphone – YouTube
    http://www.youtube.com/watch?v=ArJOIzxr0X0‎

  3. અમિત પટેલ કહે છે:

    આજે જ એપલ ડેસ્કટોપનું આવનાર વર્ઝન વીડિયોમાં જોયું. સીપીયુ આકાર ઘનનળાકાર.

  4. Prasham Trivedi કહે છે:

    ૧. આઈ ઓએસ ૭ ઇનોવેટીવ નથી.
    ૨. જે કઈ નવું છે એ android યુઝર્સ છેલ્લા બે વર્ષો થી વાપરે છે, બ્લેકબેરી યુઝર્સ છ મહિના થી અને વિન્ડોઝ ફોન યુઝર્સ છેલ્લા વરસ થી વાપરે છે.

    એપ્પલ, આઈ ફોન અને જોહન ઇવ (નવા ઇન્ટરફેસ નો ચીફ ડિઝાઈનર) અત્યારે દુનિયા માટે મજાક નું પાત્ર બન્યા છે . અને એક android fanboy તરીકે આ આનંદ ની વાત છે…

    પણ ઇનોવેશન અને કોમ્પીટીશન માં છેલ્લા એક વરસ થી પાછળ રહી ગયેલું એપ્પલ હવે પાછું માર્કેટ માં આવ્યું છે અને ગુગલ ને જોરદાર ચેલેન્જ કરવાનું છે. અને એમાંથી ફાયદો મારી તમારી જેવા એન્ડ યુઝર્સ ને જ થવાનો છે. અને એમાં સહુથી મોટો ફાળો આ આઈ ઓએસ ૭ નો જ હશે….

    બેસ્ટ લક એપ્પલ….

  5. Amdavadi કહે છે:

    bapu, tamara rodana ma to ame ‘SIR’PUNCH miss kari didhu

  6. ઋષિકેશ પટેલ કહે છે:

    ચાલો ત્યારે આ ios 7 નો અનુભવ કરી લઈ એ ..
    ક્યારે અપડેટ થશે એની રાહ જોઈને બેઠો છું .. જરા જાણ કરશો ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.