વેપાર વાવડ: બ્રાન્ડિંગનું ‘રોવ્લિંગ’ આ રીતે પણ કરી શકાય…

j.k. Rowling-The Cuckoo's Calling

લંડનમાં આવેલો ગોલ્ડઝબોરો બૂકસ્ટોર નવી આવતી (અને બેસ્ટ-સેલર્સ બની શકે તેવી) બૂક્સની વેલ્યુ વધારવા તેના લેખકની સિગ્નેચર સાથે વેચવામાં મશહૂર છે.

થોડાં અરસા અગાઉ તેના માલિકે એક નવા જ ઉદ્ભવેલા લેખક રોબર્ટ ગોલબ્રેઈથના લોંચ થયેલા પુસ્તક ‘ધ કૂકૂઝ કોલિંગ’નું પણ માર્કેટિંગ કરવા ટ્રાયલ-ઓર્ડરરૂપે સાઈન કરેલી ૨૫૦ કૉપીઝનું ખરીદ કર્યું. વેચાણ ભાવ રાખ્યો: ૧૭ બ્રિટીશ પાઉન્ડ.

ગોલ્ડઝબોરો બૂકસ્ટોરના માલિકને અનુભવ પરથી ખબર તો પડી કે લેખકનું અસલ નામ બીજું જ કાંઈ છે. પણ તેને તો નામ કરતા દામમાં વધારે રસ હતો એટલે વાતને પણ ત્યાં જ પડતી મૂકી.

હવે આપણામાંથી કેટલાંક વાંચક દોસ્તો જાણતા જ હશે કે આ રોબર્ટ ગોલબ્રેઈથના પેન-નામ હેઠળ હેરી પોર્ટરની મશહૂર લેખિકા જે.કે.રોવ્લિંગનું નામ કોઈક રીતે બહાર ટપકી આવ્યું. જાહેરમાં થોડી ખફા થઇને તેણે આ વાતનો સ્વિકાર પણ કર્યો.

જ્યારે આ બાજુ સ્ટોરના માલિકને તો નાનકડી લોટરી લાગી ગઈ. સાઈન કરેલા ૧૭ પાઉન્ડના પુસ્તકનો ભાવ તેણે રાતોરાત ૧૦૦૦ પાઉન્ડ કરી નાખ્યો અને તેના નસીબે બધી નકલો ચપોચપ વેચાઈ પણ ગઈ…બોલો !

જો કે…ગોલ્ડઝબોરોનો આ માલિક હજુયે પસ્તાય છે. એટલાં માટે કે…તેણે માત્ર ૨૫૦ કૉપીઝ કેમ ખરીદી?!?! જો અંદરખાનેથી (પેઈજમાંથી) ખબર પડી ગઈ હોત તો કદાચ જે.કેના નામ પર હજુ વધારે જેકપોટ કમાણી કરી હોત!

ખૈર, બ્રાન્ડિંગ દ્વારા કમાણીનું ‘રોવ્લિંગ’ કેમ કરવું તે આ બ્રિટીશર્સ પાસેથી શીખવા જેવું તો ખરું.

| માર્કેટ મોરલો |

=>• જૂનો (ખોટો પડેલો) ક્વોટ:નામમાં શું છે?- ગુલાબને કોઈ પણ નામે બોલાવો તેની સુગંધમાં કોઈ ફરક પડતો નથી.”- શેક્સપિયર

=>• નવો (સાચો પડેલો) ક્વોટ: નામમાં ઘણું બધું છે. બસ તેનું ‘સુગંધીદાર’ બ્રાન્ડિંગ જરૂરી છે.” – મુર્તઝાચાર્ય.
>

જેમને પુસ્તક ‪The Cuckoos Calling ખરીદવું જ હોય તેમના માટે આ લિંક..કોલિંગ:

http://bit.ly/13vO6Af  

http://amzn.to/135yZKx

One comment on “વેપાર વાવડ: બ્રાન્ડિંગનું ‘રોવ્લિંગ’ આ રીતે પણ કરી શકાય…

  1. pragnaju કહે છે:

    “નામમાં ઘણું બધું છે. બસ તેનું ‘સુગંધીદાર’ બ્રાન્ડિંગ જરૂરી છે.” -મુર્તઝાચાર્યકી જય.

    આપણા ગુજરાતી કવિઓ/લેખકો આ પ્રયોગ સફળતાપૂર્વક કરે છે. અમારી દિકરી કહે અમારો લખેલો નાટક વધારેમા વધારે વખત ભજવાય તેનું મહત્વ છે.ગઝલ-ગીતો ગવાય તેનું મહત્વ છે.બાકી ખોટનો લાગતો ધંધો તેને કઠતો નથી. અમારું કોઇ સાંભળતું પણ નથી ત્યારે દિકરાને ઘણા સાંભળવા આવે તેથી ખોટનો ધંધો કઠતો નથી. નામમાં શું છે?- ગુલાબને કોઈ પણ નામે બોલાવો તેની સુગંધમાં કોઈ ફરક પડતો નથી.”- શેક્સપિયર
    આનો અમારા સ્નેહી અનુવાદ કરે…’ગુલાબને ગુલાબ કહો કે જુલાબ સુગંધમા ફેર પડતો નથી અને બધાને ઉબકા જેવું લાગે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.