
Rocket_Singh_-_Salesman_of_the_Year
મુવી મોરલો:
“દુનિયાને જે કાંઈ કરવું હોય તે કરે હું તો પ્રમાણિકતાના ઘોડાની પૂંછ પકડી રાખીશ. પછી ભલેને લાત ખાવી પડે. પણ એકવાર જો એ ઘોડો દોસ્ત બની ગયો પછી જલસા જ જલસા.”
તમને થશે જ કે ભ’ઈ આમ તો દરેક વખતે પોસ્ટને અંતે મોરલો ખીલે છે, ને આજે પહેલા જ? તો મારા વેપારી દોસ્તો, વાત પણ એવી જ છે કે…જેમને કાયમી એમ રહેતું હોય કે ‘દિલ માંગે મોર એન્ડ મોર’ એમને માટે આ શરૂઆત છે.
‘રોકેટસિંઘ- સેલ્સમેન ઓફ ધ યર’
જેણે સેલ્સમેનશિપ (અને ઓવરઓલ માર્કેટિંગ)નો મસ્તમજાનો પાઠ ક્લાસ ભર્યા વગર સવા બે કલાકમાં ફિલ્મથી શીખવાડ્યો છે.
જો તમને રણબીર કપૂરમાં રહેલા સેલ્સમેન હરપ્રીતસિંહને…
•-> થનાર બોસને ઇન્ટરવ્યું વખતે જ ‘પેન્સિલ કેમ વેચવી’ એ જોવો હોય…
•-> સખ્ખત હરીફાઈની આ દુનિયામાં પણ સાવ હટકે રહી હરીફાઈ કરતો જોવો હોય…
•-> બિઝનેસમેન થયા વિના ધંધો કરતા જોવો હોય…
•-> કેરિયરની લાઈન પર રહી છોકરીને લાઈન માર્યા વિના પટાવતા શીખવું હોય…
•-> અને આ બધાં કરતા ‘ખોટો ઝીરો’ બનીને પણ બોસને હરાવી ‘મોટ્ટો હીરો’ થતા જોવો હોય…
તો રોકેટસિંઘનો આ ફિલ્મી ક્રેશ કોર્સ વહેલામાં વહેલી તકે કરી આવજો. નહીંતર પંદર દિવસ સુધી ન ધોવાયેલી જીન્સની પેન્ટ અને આખા બાંયવાળા ૩ શર્ટમાં જ આયખું પસાર કરવા માટે હું કોઈને ય ‘રોકટો’ નથી.
<-•-> ફિલ્મ જોયા પહેલા મારો વિચાર હતો: ‘બિઝનેસ માઈન્ડેડ બનો. સર્વિસ માઈન્ડેડ નહિ.’ પણ,
<-•-> ફિલ્મ જોયા પછી મારો નવો વિચાર છે: ‘પહેલા સર્વિસ માઈન્ડ બનો, બિઝનેસ માઈન્ડ નહિ.’
શું કામ, શાં માટે?- રે બાપલ્યા! એ જવાબ માટે તો આ ગરમાગરમ ફિલ્મ ઉતારવામાં આવી હતી.
આડી અને સટ્ટાક વાત: તમને લાગે કે તમારી સેલ્સ કેરિયર સાવ ધીમી છે તો ‘રોકેટસિંઘ’ને એન્જીન તરીકે જોડી લેજો. કે પછી સેલ્સ કેરિયર મજ્જાની ચાલે છે, તો આગળ વધવાના ચાન્સિસ લેવા માટે પહેલા દોડી જોઈ લેજો.
મને અફસોસ થાય છે કે આટલી મસ્ત મજાની ફિલ્મ મેં ‘હાડા તૈણ’ વર્ષ પછી જોઈ?- પણ જો તમે હજુયે ન જોઈ હોય તો દોઢ-ડાહ્યા થયા વિના આજે જ જોઈ આવજો. અને જોઈ લીધી હોય તો….દિમાગની ધાર કાઢવા માટે બીજું જોઈએ પણ શું?
‘પહેલો તે વહેલો વ્હાલો’ના ધોરણે!
રણબીર કપૂર’ની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ . . . અને સાથે સાથે સૌથી સારામાં સારી ફિલ્મ એટલે ” રોકેટસિંહ ” . . . મારી પ્રિય ફિલ્મોમાંની એક . . . ફરી યાદ અપાવવા બદલ આભાર . . . ફરીથી જોવાનું એક ‘ પ્રમાણિક ‘ બહાનું મળી ગયું 🙂
ફિલ્મ’ની માટે શિમિત અમીન ( દિગ્દર્શક ) પણ એટલા જ કાબીલેદાદ છે ( અબ તક છપ્પન , ચક દે ઇન્ડીયા , રોકેટસિંહ )
સહમત. પણ શિમિતભાઈની સાથે સાથે જયદીપ સહાનીનું સ્ક્રિપ્ટીંગ પણ ૫૦% શેર કરી દેવાલાયક છે. કહાની દમદાર હોતી હૈ તબ ડાયરેક્શન જમદાર બનતા હૈ ના પાપાજી! 🙂
આ મારો ALL TIME FAVOURITE dialogue છે અને movie હજુ મેં નથી જોયું પરંતુ હવે જરૂર જોઈશ. સરસ મજાની એક લીંક: http://www.youtube.com/watch?v=D1uob7Rh0EE
(What Business Is)
Thank You very much Prashantbhai. Your sharing and views are truly appreciated. MUST WATCH…As early as possible. સારા કામોમાં ઢીલ નથી હોતી હતી…ખરું ને?
સરસ મજાની ફિલ્મ છે, ફરી ફરી ને જોવાનું મન થાય અને દરેક વખતે કઈક નવું શીખવા મળે…