IPhone 5C: colorful Or cheap ? યા કુછભી નયા નહિ મિલા રે….?!?!

iPhone 5C

શહેરના કોઈ સોફિસ્ટિકેટેડ જુવાનને ગામડાનો ભાતીગળ પોશાક પહેરાવી (સમજો કે તરણેતર)ના મેળામાં છુટ્ટો મુકવામાં આવે તો કેવો લાગે?- એવો જ ગઈકાલે લોન્ચ થયેલો એપલનો નવો ફોન iPhone 5C બન્યો છે.

“મારા ગ્રાહકોને શું જોઈએ છે, હું તેની પરવા કરતો નથી. પણ એમને કેવી બેસ્ટ અને યાદગાર પ્રોડકટ/સર્વિસ આપી શકું એ બાબત મારા માટે વધારે અગત્યનું છે.”

એવું કહેનાર અને માનનાર સ્ટિવ જોબ્સે વર્ષો સુધી ખુદના આઈડિયા પરથી સુપર સક્સેસીવ માર્કેટ ચલાવ્યું. પણ હવે તેના ગયા પછી ઘેંટાના ટોળાની જેમ ડિમાંડ પૂરી કરતુ એપલે ‘ઇનોવેશન’ના જીનને સ્ટિવની કબરમાં પુરી દીધું હોય એવું લાગી રહ્યું છે. જે થઇ રહ્યું છે તે માત્ર ઇમ્પ્રુવમેન્ટ. નો ઇનોવેશન!- વાત પૂરી.

મોબાઈલ-ટેકનોક્રેટ્સ અને તેના સર્વે હરીફોએ ગઈકાલના લોન્ચ બાદ “કુછભી નયા નહિ મિલા રે….” કહી ખંધુ હસીને પાર્ટી મનાવી છે. તેની સામે એન્ડ્રોઇડ અને સેમસંગને કેટલાંક બોનસ પોઈન્ટ પણ મળ્યા છે.

ખૈર, -.-.-.-.-.-.-.- ધારો કે એ જ સ્ટિવ ફરીથી ક્યાંકથી પેદા થઇને પાછો આવી જાય તો સૌથી પહેલું કામ થોડી વાર માટે જ રડવાનું તો કરશે. પણ સાથે સાથે ‘માતૃ-ભગિની’યુક્ત વિદેશી શબ્દ-પ્રયોગો કરશે.

પછી તેના હાલના CEO ટિમ કૂકને ક્યાંક મોકલી દેશે. પછી તડીપાર કરાયેલા તેના એન્જિનિયર સ્કોટ ફ્રોસ્ટેલને પાછો લઇ આવશે અને સોફ્ટવેરની અનોખી નવી સિસ્ટમ લઇ આવશે.

પછી તેના જીનિયસ ડિઝાઈનર જોનાથન ઇવ પાસે કોઈક મરી પરવારેલા હાર્ડવેરમાં નવો જાન ફૂંકી હાર્ડવેર માર્કેટમાં રેવોલ્યુશન લાવશે. અને આ જોઈ મારા જેવાં વર્લ્ડ-વાઈડ ચાહકો ૭૨૦ અંશના ખૂણે નાચવા લાગશે.

આ હું યકીન સાથે એટલા માટે કહી શકું કે પાછલાં દસકાથી એ સ્ટિવડાના દિમાગી દીવડાને સળગતો જોયો છે. મેં તેને સમયાંતરે ‘અશક્ય’ નામના શબ્દ માંથી ‘અ’ કાઢતા જોયો છે. – (પૂછના હૈ તો મેરે દિલસે પૂછો કે મૈ હોર્લિક્સ ક્યોં પીતા હૂ?).

પણ હાય રેએએએએ! વોહ દિન કહાં સે લાયેએએએએ?

બટ ફિકર નોટ! અત્યારે સ્ટિવ જેવો જ એક ડાયનામિક અને મસ્ત માણસ માર્કેટમાં આવી ગયો છે.: ટેસ્લા કંપનીનો માલિક મી. એલન મસ્ક. એની પર નજર રાખવા જેવી છે. લીખ લો ઠાકુર કુછ નયા આ રહા હૈ!

4 comments on “IPhone 5C: colorful Or cheap ? યા કુછભી નયા નહિ મિલા રે….?!?!

  1. ગો. મારુ કહે છે:

    લીખ લો ઠાકુર કુછ નયા આ રહા હૈ !

  2. Kunal કહે છે:

    Compeletely agree Tesla is the next big thing in automobile. They received highest possible safety rating for their sports car and they bested companies with R&D budgets that are multiple times Tesla’s worth.

  3. મને તો એ દિવસે સૌથી વધુ ઇંતઝાર iOS7 નો હતો….

  4. Prashant Goda કહે છે:

    કંઇક નવું કરવા માટે ભેજું જોઈએ…………………
    કેમ બરોબરને 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.