.
“માનનીય બાર્ટન સાહેબ,
તમારી કંપનીમાં એક સાવ ફાલતું માણસ છે. હું માનું છું કે તમારે તેને ઘણાં વખત પહેલા પાણીચું આપી દેવું જોઈતું હતું. સાહેબ! હું આપને શેરવૂડ એન્ડરસન નામના એ માણસની આજે વાત કરવા માંગુ છું.
હું જોઈ રહ્યો છું કે કેટલાંક અરસાથી તેને ઓફિસના કામોમાં કોઈ રસ કે દિલચસ્પી રહી નથી. તેને એમ પણ લાગી રહ્યું છે કે પાછલાં કેટલાંક મહિનાથી એ જાણે આપની કંપનીમાં શોભાનું એક ગાંઠીયુ જ બની રહ્યુ છે.
તેનાં લાંબા વાળ તો જુઓ! ઓફીસમાં તેને પોતાના દેખાવનું પણ ભાન નથી. જાણે કોઈ લઘરવઘર કલાકાર અહીં આંટા મારી રહ્યો હોય. આવા માણસો કદાચ બીજાં પ્રસિદ્ધ કલાકારોને ઈમ્પ્રેસ કરી શકે પણ ઓફીસના રૂટિન કામ માટે……ચાલી જ કેમ શકે?
હા ! તો હું આપને એમ કહું છું કે તેની આવી હાલત જોઈને આપે આવા નકામા માણસને વહેલામાં વહેલી તકે નોકરીમાંથી કાઢી જ નાખવો જોઈએ. જેથી આપની ઓફિસનું કામ અને તેના સમયનો બગાડ થતા અટકી શકે. અને જો આપ એમ નહિ કરો તો હું ખુદ પોતે જ તેને ઓફિસમાંથી કાઢી નાખવા તત્પર થઇ ચુક્યો છું.
આમ તો તેનામાં કામ કરવાની ઘણી સારી એવી સ્કિલ્સ અને આવડત છે. એટલે શક્ય છે, તેનો સાલસ સ્વભાવ અને તેનામાં રહેલી કેટલીક સારી બાબતો તેને બીજે ક્યાંક તેના મનગમતા કામ સાથે આગળ વિકસાવી શકશે.
તો આવતા અઠવાડિયા પહેલા તેની બરતરફી ઓર્ડર પાકો ને?
આપનો સદા આભારી,
ખુદ….શેરવૂડ એન્ડરસન.”
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=
તો આ હતુ ઈ.સ. ૧૯૧૮માં લખાયેલું અમેરિકાના સુપ્રસિધ્ધ નવલકથાકાર શેરવૂડ એન્ડરસનનું એક નવલા પ્રકારનું રાજીનામુ.
જોબના હોજમાં ફીટ ન બેસી શકનાર આ શેરવૂડ સાહેબે વર્ષો પહેલાં નોકરીથી તંગ આવી જાતને જ બોસ પાસે ‘ફાયર’ કરાવી. પછી તેમના લખવાના પેશનને બહાર કાઢી લખાણની નવીન શૈલીથી ખુદનું ‘લેખન-માર્કેટ’ વિકસાવ્યું.
દોસ્તો, આજથી ફરી એક નવું ‘વિક’ શરુ થઇ રહ્યું છે. તમારા માંથી કોઈકને લાગતું હોય કે તમારી સ્કિલ્સ, ટેલેન્ટ શેરવૂડની જેમ ક્યાંક ‘વીક’ ગયા છે, અને તમે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી રહ્યા છો તો…. પહેલા ખુદ થઇ જાઓ ‘રાજી’…. પછી ઉઠાઓ કલમ અને લખો તમારી અસલી કારકિર્દીનું ‘નામું’!
મોનેટરી મોરલો:
‘ખુદમાં રહેલા ‘શેર’ને બહાર લાવવો હોય આ રીતે ‘કાગળનો ટાઈગર’ બનીને પણ…….શરૂઆત તો કરવી જ પડે છે.’
Reblogged this on ઉદ્યોગમિત્ર and commented:
મિત્રો,
મુર્તઝાનો લાભ ભવિષ્યમાં લેવાનો જ છે. આજે એક ઝલક જોઈ લો.
એક લેખક પોતાને નહીં ગમતું ફીલ્ડ છોડીને પોતાને ગમતા ફીલ્ડમાં જવાની શરુઆત કરે છે. આ રાજીનામાં બે ગર્ભિત મુદ્દાઓ સમજવાના છે, જે ઉદ્યોગસાહસિકના લક્ષણોમાં આવી જાય છે. ‘જોખમ ઉઠાવનાર’ – શેરવુડ નોકરી પછી શું થશે તેનું નક્કી નથી. ‘આશાવાદી અને પોતાની શક્તિઓ માટેનો આત્મવિશ્વાસ”ઉદ્યોગ’ને સમજયા પછી ‘ઉદ્યોગ સાહસિક’ને પણા સમજવાનો છે.
આજે ઉદાહરણા સાથે થોડું… વિગતવાર હવે…