
Google-Garage | Photosource- mashable.com
“મને એવા લોકોથી સતત ડર રહે છે. જેઓ કાંઈક અનોખું કરવાની શરૂઆત ગેરેજમાંથી કરે છે.” –
ગૂગલથી વાગેલી લપડાકો પછી થોડાં વર્ષ અગાઉ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સનું આ ક્વોટ ચર્ચાસ્પદ બન્યું હતું. તેને એ બાબતનો આજે પણ સતત ભય રહ્યો છે કે ગૂગલ ક્યારેક તો તેને ગળી જ જશે.
એટલે બિલે તેને પછાડવાના બધાં જ પેંતરાઓ અજમાવી જોયા છે. પણ…શરૂઆતથી જ આ જાયન્ટ પેલી પરીની જેમ ખૂબ ઝડપથી જમી (કે જામી) ગયો હતો. અને બિલના હાથે આવ્યું માત્ર ન જમ્યાનું ‘બીલ’…
ખૈર, આજે ગૂગલ ૧૫ વર્ષનું થઇ ચૂક્યું છે. તેની પાછળ તેની ખૂબ રસિક ઘટનાઓ, કથાઓ, પ્રસંગો, ક્ષણો તેના અલ્ગોરીધમની જેમ ‘ઇન્ડેક્સ’ થઇ ચુક્યા છે. નેટ પર માત્ર ‘સર્ચ’ બહેતર કરવાની સિસ્ટમ લઇ આવનાર તેના બે સ્થાપકો લેરી પેઈજ અને સર્ગેય બ્રિનના દિમાગ અસામાન્ય કરતા પણ થોડાં વધારે હાઈપર છે.
તેઓએ દુનિયામાં માર્કેટિંગ-ટેકનોલોજીનું અત્યાર સુધી સૌથી ‘ઉત્ક્રેસ્ટ’ ઉદાહરણ મુક્યુ છે. સુપર સર્ચ-એન્જીનથી લઇ સુપર-પાવર સોલર એનર્જી સુધી વિકસતું રહેનાર ગૂગલ મહારાજનું સ્તોત્ર લેખને અંતે મુકેલી લિંક પરથી જાણી શકાય છે.
આ ફોટો ગૂગલના ‘લેબર રૂમ’નો છે જ્યાં એ છોકરાંઓ એ કોઈપણ પ્રકારનો ‘ગે’રલાભ લીધા વિના માત્ર તેમના ગોલ પ્રત્યે ધ્યાનસ્થ થઇ બાળ-ગૂગલને જન્મ આપ્યો. પણ ત્યારે ઓફિસીયલી તેનું નામકરણ થયું ન હતું.
તે બેઉને જ્યારે સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી ત્યારે એક દિવસે આ ગેરેજને ગંજમાં કન્વર્ટ કરવા તેમની મદદે સૌ પ્રથમ એક ભારતીય ભડવીર (વેન્ચર કેપિટલિસ્ટ) કેટલાંક કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ લઇ આવ્યા.
નામ : ‘રામ શ્રીરામ.”
બસ્સ્સ્સ્સ્સ…પછી તે બાદ…ગૂગલની ગૂગલીઓ આઈ.ટી ઇન્ડસ્ટ્રીઝને સતત આંટા આપતી જ રહી છે. આજે પણ રામભ’ઈ તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સિરમોર છે અને ગૂગલની સાથે તેની અન્ય કંપનીઓને “રામ બોલો ભાઈ રામ” બોલવા દેતા નથી.
“દોસ્તો, ઈન્ટરનેટની અવનવી કથાઓ વિશે અઢળક માહિતીઓ વરસી રહી છે. કેમ, કઈ રીતે, કેટલું ઉલેચવું એ આપણી ઉપર જ નિર્ભર છે. બસ આંખો ખુલ્લી રહે એ જરૂરી.” – એ વિશે વિગતે વાત કરી તેમાંથી કાંઈક લાભ મેળવવા માટેની ટેકનિક્સ આગામી સેમિનારમાં પણ બતાવવી છે. બસ થોડાં ઇન્તેઝાર !
ગૂગલ સ્તોત્ર: https://netvepaar.wordpress.com/2011/04/03/i_am_the_google/
ખુબ જ સરસ લખાણ અને બ્લોગ. “નેટવેપાર” બ્લોગ પર આ મારી પ્રથમ મુલાકાત છે અને સાથે જ મને લાગ્યું કે મારે કમેન્ટ કરવી જોઈએ. હું ખાસ અભાર માનીશ “મુર્તઝા પટેલ” નો જેમના લખાણે મારા મનમાં ખુબ જ સરસ છાપ પાડી છે. બ્લોગ માનું લખાણ ખુબ જ માહિતીસભર તો છે જ પણ સાથે સાથે ખુબ જ રસપ્રદ રીતે લખવામાં આવ્યું છે.
ગૂગલ એ 21મી સદી ની ખુબ જ ઉત્કૃષ્ટ શોધોમાની એક છે. ગૂગલ આજે ફક્ત એક સર્ચ એન્જીન ન રહીને એક ખુબ જ મોટું ટેકનોલોજી હબ બની ગયું છે. ગૂગલ વિષે ખુબ જ રસપ્રદ માહિતી આપવા બદલ આભાર.