“દરેક માણસની એક કિંમત હોય છે, વેલ્યુ હોય છે. જો તે જાણી તેને ઓફર કરવામાં આવે તે ખરીદાઈ શકે છે. અને ઓફર પણ એવી મજબૂત હોય કે તે નકારી ન શકે.”
‘ગોડફાધર’ ફેમ મારિયો પુઝોનું આ વાક્ય બોલવામાં સાવ સહેલું લાગે છે. પણ તેમાં માર્કેટિંગના ઘણાં ફંડા ક્લિયર છે. વાત એટલા માટે યાદ આવી કે આ પાછલાં મહિનામાં વાક્યને સાર્થક કરે તેવી બે ઘટનાઓ બની ગઈ.
1. થોડાં અરસા અગાઉ આવીને ચાલી ગયેલી એપલમેન સ્ટિવ જોબ્સની ફિલ્મ ‘જોબ્સ’માં મુખ્ય રોલમાં ચમકેલા અભિનેતા એશટોન કુચરને (આઈ.બી.એમ બેઝ્ડ) ચાઈનિઝ કંપની લિનોવોએ કેટલાંક મિલિયન ડોલર્સના પગારે ‘પ્રોડક્ટ એન્જિનિયર’ની જોબ આપી ખરીદી લીધો છે. જે અત્યાર સુધી એપલની પ્રોડકટ વેચતો હતો, હવેથી માઈક્રોસોફ્ટ-યુક્ત હાર્ડવેર અને સોફ્ટવેર વેચશે. – (ફિલ્મ ભલે બરોબર ન વેચાઈ હોય, પણ તેનું ટેલેન્ટ વેચાયું.)
2. અમેરીકાનની ડિજીટલ જાસૂસી સંસ્થા NSA ની (સ્પાય) કામગીરી સરેઆમ જાહેર કરી અમેરિકાની સરકારમાં (વખોડાયેલો ?!?!?) એડવર્ડ સ્નોડેનને રશિયાની સરકારે (વખાણી) કેટલાંક વધુ બિલિયન રૂબલ્સ આપી તેમની એક ‘મુખ્ય સાઈટ’ માટે તેને ખરીદી લીધો છે. જે અત્યાર સુધી પોતાના દેશની સેવા કરતો હતો તે હવેથી વિદેશની હવા ફેરવશે. – (ક્યા બતાયેં સાબ! ઉસને અપૂનકો ઝક્કાસ ‘ભાવ’ દિયા!)
બોલો: “તમારી કિંમત કેટલી?….તમે (વ)ધારો છો એટલી”
તમને આ જ બાબતે આવો બીજો આર્ટિકલ પણ વાંચવો-જાણવો ગમશે.
બીજા આર્ટીકલની વીડિયો લીન્ક તો ન જોવા મળી, પણ માર્કેટીંગવાળા પોતાની રીતે ચોકઠા ફીટ કરી શકે તે સમજાયું…
“૧૦૯૭ લોકો ત્યાંથી પસાર થયા.
૨૭ જણા ધૂનને અવગણી ફક્ત તેની પાસે ટીપ્સ મૂકી ચાલતા થયા. જેની આવક થઇ હતી ૩૨.૧૭ ડોલર.
૭ જણા થોડીવાર માટે એની ધૂન સાંભળવા ઉભા રહ્યાં.
૧ વ્યક્તિ એ જુવાનને ઓળખી ગઇ…”
આજ જોશુઆ બેલને, આ જ ધુન સાંભળવા લોકોએ ત્રણ દિવસ પહેલાં સો સો ડોલરથી વધારે ખર્ચ કર્યો હતો. પણ ભઈલા ! થીયેટરમાં મ્યુઝીક સાંભળાનારા મ્યુઝીક લવરીયા હોય, અને રોડ પર જનારા તો બિચારા પીક અવર્સમાં ઓફીસે પહોંચવાની લાયવાળા હોય. કોણ સાંભળે. આવા આંકડાથી ચોકઠા તો ફીટ કરી શકાય એ નક્કી. 😉 ભારતીયો પોતાની કિંમત ‘રુપિયા’માં ગણે છે આથી ઓછા ‘ડોલર-પૌંડ’માં પરદેશની ગુલામીમાં જોતરાય જાય છે. એવું મને લાગ્યું છે.
તમારી માર્કેટીંગ સ્કીલને ધન્યવાદ !
દાદા, શુક્રિયા. ખ્યાલ રહે કે આ પ્રયોગ અને લેખ માટે પાર્ટી પુલિત્ઝર પ્રાઈઝ પણ મેળવી ચુકી છે.
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..