વેપાર વ્યક્તિત્વ: કિચડમાં ખીલી રહેલું એક ‘અરવિંદ’

Arvind Kejrival

શુદ્ધ સૂચના:
કોઈ પણ પોલિટીકલ પાર્ટીને નહિ, પણ માત્ર એક વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી આજે આ પોસ્ટમાં કેટલીક નોખી વાત કરી છે.

“આ કેજરીવાલ…કોણ છે? શું છે? કેવો છે?” ચારેબાજુ તેની પોકાર છે. જાણે કોઈ જબરદસ્ત ગુનો કર્યો હોય, કોઈક ગંભીર કાવતરું કરીને (અત્યારે તો માત્ર) આ માણસ દિલ્હીને જનતાને સતાવવા આવ્યો હોય એ રીતે…સોશિયલ અને મીડિયામાં તેના પર માછલાં ધોવાઈ રહ્યાં છે.

અને કેમ ન ધોવાય? આપણે ભારતીયો છીએ જ એવા સ્વભાવ વાળા. કોઈક કાંઈક નવું કરે, યુનિક કરે કે હટકે કામ કરે ત્યારે માછલાં તો શું, કિચડ ઉછાળવામાં અને ટાંગ ખેંચવામાં પણ ‘હઇશો હઈસો’ કરતા આગળ ધસીયે છીએ. નસીબજોગે (કે કમનસીબે?!?!) આ પણ ‘અરવિંદ’ જ થઇને આવ્યો છે.

પણ માફ કરશો દોસ્તો, દુનિયાની સમક્ષ આપણે આપણી શૂરવીરતા નહિ…બાયલાપણું સાબિત કરી રહ્યા છે.

એક અલગ કેજરી અટક સાથે, નાનકડી બ્રાન્ડબિલ્ડીંગ ટિમ સાથે, અલગ લોગો વાળા ઝાડૂની ઓળખ સાથે, અલગ બ્રાન્ડ- ડ્રીવન સિમ્બોલિક ટોપીની વિચારધારા સાથે આ યુનિક બ્રાન્ડેડ અરવિંદ કેજરીવાલનો સાચે જ એક ગંભીર ગુનો છે કે તે ભારતમાં ‘ક્રિયેટિવિટી’ નામના કિચડમાં ખીલી રહ્યો છે.

જે દેશવાસીઓ દુનિયાભરના મીડિયામાં માર્કેટિંગ અને એડવર્ટાઈઝીંગના ક્ષેત્રે ક્રિયેટિવ સંદેશા આપવામાં મોખરે રહેતા હોય તે જ લોકો તેના દેશવાસીને હલકો પાડવામાં, ખાઈમાં પાડવા કોઈ કસર છોડતા નથી. આ અદેખાઈ નથી તો બીજું શું છે?

દોસ્તો, આ દેશની સાચે જ ખાજો દયા…કેમ કે આપણે આઝાદી માટે નહિ…ગુલામીમાં જ જીવવા જન્મ્યા છે. જે એવા વલણમાંથી બહાર કાઢવાની વાત કે અમલ કરે છે તેને આપણે લાતો-લાઠીઓ ઠોકીએ છીએ. અને હજુયે ના ધરાઈએ તો કાં તો ગોળી મારીએ કે બોમ્બથી ઉડાવી દઈએ છીએ.

હું ‘આપ’ની પાર્ટી માટે નહિ…પણ આ યુનિક પરફોર્મન્સ કરવા માંગતા અરવિંદાની સામે જોઈ વેપારિક વલણો ધરાવી કહી શકું કે…તેને સાવ નફ્ફટ શબ્દો, નકારાત્મક ભાવનાઓ, વંઠેલ વિચારોની નહિ….માત્ર આપણા ભરપૂર બ્લેસિંગ્સ (આશીર્વાદ)ની વધારે જરૂર છે. એક સિનર્જી સર્જાઈ શકે છે. એક નવી ‘રિફ્રેશિંગ હવા’ મળી શકે છે. જેની આપણે સૌને ખૂબ જરૂર છે. કેમ કે આશીર્વાદ કે દોઆં ક્યારેય….એળે જતા નથી. ટોટલ ગેરેન્ટેડ!

મહાવૈચારિક મોરલો:

“ધ્યાન રહે કે જેઓએ આ દુનિયામાં બદલાવ આપ્યો છે, વિકાસ કર્યો છે તે સૌ ‘ગાંડા’ જ રહ્યા છે. ડાહ્યાંઓએ માત્ર દોઢ-ડાહ્યું ડહાપણ બતાવી હસે રાખ્યું છે. પ્રૂફ જોઈએ તો વૈજ્ઞાનિકોનો ઇતિહાસ ચકાસી લેજો.”

8 comments on “વેપાર વ્યક્તિત્વ: કિચડમાં ખીલી રહેલું એક ‘અરવિંદ’

 1. જો આપની પાસે રશ્મી બંસલ’નું ( સોનલ મોદી અનુવાદિત ) પુસ્તક ” સપનાના સોદાગર ” હોય તો આપને ખ્યાલ હશે જ કે , તેમાં અરવિંદ કેજરીવાલ’નો એક હૃદયસ્પર્શી ઇન્ટરવ્યુ લેવાયેલ છે . . . આ વ્યક્તિ’એ ક્યાંથી શરૂઆત કરી છે અને ક્યા સુધી પહોંચ્યો છે , તે સઘળી ગાથા .

 2. Deepak Solanki કહે છે:

  કેજરીવાલ દિલ્હીમાં બીજી મોટી પાર્ટી તરીખે ચૂંટાઇને આવ્યા ત્યાંરથી આપના કહેવા મુજબ કેજરીવાલ ઉપર માછલા ધોવાઇ રહ્યા છે… ન્યુઝપેપરથી લઇને સોસીયલ નેટવર્કિગં સુધી…. પણ આજે મારા મનમાં રાહત થઇ કે ચાલો એમના કાર્યને કોઇ ખરેખર કમળ ખિલ્યુ છે એમ કહીને બીરદાવી રહ્યુ છે… સાચે જ આવા કમળ દરેક પાર્ટીમાં ખીલે તે જરુરી છે… પણ આપનો અને મારો અફસોસ સાચો છે.. દેશની પ્રજા મોદીજીની બ્રાન્ડની જેમ પ્રચાર કરો તો જ સમજે તેમ છે… મોદી આ વાત સમજી ગયાછે… અને તેનો ભરપુર ફાયદો લેઇ રહ્યા છે….. અરવિંદ કેજરીવાલ આવા રાજકારણમાં તણાઇ ના જાય તો સારુ… પછી જેવા દેશના નશીબ…

 3. Anurag Rathod કહે છે:

  “ધ્યાન રહે કે જેઓએ આ દુનિયામાં બદલાવ આપ્યો છે, વિકાસ કર્યો છે તે સૌ ‘ગાંડા’ જ રહ્યા છે. ડાહ્યાંઓએ માત્ર દોઢ-ડાહ્યું ડહાપણ બતાવી હસે રાખ્યું છે. પ્રૂફ જોઈએ તો વૈજ્ઞાનિકોનો ઇતિહાસ ચકાસી લેજો.” >>> 🙂

 4. jagdish48 કહે છે:

  ભારત, જો કે દુનિયામાં પણ, લોકો ‘ક્રીએટીવીટી’ ગુમાવી ‘લોજીક’ વધારી રહ્યા હોય તેવું લાગે છે. (એનું ‘લોજીક’ પણ પછી આપીશ, હવેની મોટા ભાગની નવી શોધો પ્રાપ્ય રીસોર્સ પરનું લોજીક માત્ર છે) પણ એ સાચું છે કે ‘ક્રીએટીવ’ વ્યક્તિઓ ગાંડામાં ખપી ગોળીએ દેવાય છે કે જેલમાં ફેંકાય છે. બ્લોગીંગ પરની આશાઓ વ્યર્થ છે. એક જ પ્રાર્થના છે કે ઈશ્વર કેજરીવાલને રાજકારણના કીચડથી બચાવી રાખે.

 5. jugalkishor કહે છે:

  આખી સીસ્ટમને હલાવી શકવાની તાકાત જો સત્તા પર આવી જશે તો કીચડનો જ વેપાર કરનારી સત્તાઓનું શું થશે ? આ સવાલ કોઈ પણ જામી ગયેલાં પોપડાઓને આવે જ. એટલે સૌ કોઈ આ નવી ઇમારતને તોડી પાડવાની પેરવીમાં પડવાનાં જ. તમે સારી વાત કહી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.