
Tony Hsieh, zappos.com (c) Inc.com
જો સ્વપ્નમાં મને…સપોઝ ગૂગલમાં કોલોબરેટીવ માર્કેટિંગની જોબ પણ ઓફર થાય તો હું કદાચ ૧૦ વાર વિચાર કરુ અને ૧૧મી વારે ઠુકરાવીયે દઉં. કેમ કે એ બાબતે પાકે પાયે મારો વેપારી મિજાજ.. પણ પણ પણ…
ઓફર જો મને ઝાપોઝ.કૉમ (Zappos.com) [જૂતાં સાથે કપડાં અને બીજી અન્ય પર્સનલ એસેસરીઝ વેચતી] તરફથી મળે તો બીજા વિચારે એમને ત્યાં ઇન્ટરવ્યું આપવા બેઠો હોઉં એટલી તરત્પરતા ખરી.
કારણો ઘણાં છે. જેમાં મુખ્ય એ કે…એનો સર્વેસર્વા જુવાનીયો ટોની શેહ (કે હેશ) તેના એમ્પ્લોઇઝને એમ્પ્લોઇ માનતો જ નથી. એ માને છે તેનો બિઝનેસ પાર્ટનર. બસ આ એક પોઈન્ટ જે મને ખૂબ ગમતો આવ્યો છે.
(વધુ વિગતો માટે થોડાં વખત વખત પહેલા ટોનીભાઈએ તેની લખાયેલી બૂક ‘ડિલીવરીંગ હેપિનેસ’નો રિવ્યુ મેં મારા બ્લોગ પર લખ્યો હતો. જેમાં તેના બેકગ્રાઉન્ડ અને ફ્રન્ટ-ગ્રાઉન્ડ ઉપર નોખી બાબતો મુકાયેલી છે. લિંક પોસ્ટને અંતે મૂકી છે.)
હા…તો તેના દરેકેદરેક એસોસીએટ્સને જોબ શરુ કરતા પહેલા ‘ચિલ્ડ આઈસ્ક્રીમ પર ગરમાગરમ ચાસણી’ જેવી ટ્રેઇનિંગ આપવામાં આવે છે. ટેબલ પર ૨૦૦૦ ડોલર્સ કેશ મુકવામાં આવે છે અને કહેવાય છે કે “કાં તો તમે આ કેશ લઈને હાલને હાલ જોબ છોડી શકો છો અથવા ૪ વિકની ઇન્ટેન્સિવ ટ્રેઇનિંગ માટે તમારી જાત અમને સમર્પિત કરી શકો. બાત ખતમ.”
આ ટોનીભૈલું કેટલાંક દિવસોથી પાછો છાપે ચડ્યો છે. તેની કોર્પોરેટેડ નાનકડી નૌકા કંપનીમાંથી ‘મેનેજર’ નામની પોઝીશનને દફનાવી દઈ ‘હોલાક્રેસી’ નામનો નવો મેનેજમેન્ટ કોન્સેપ્ટ અપનાવવા જઈ રહ્યો છે. સરળ ભાષે….‘ભાગલા બધાં અંદર પાડો અને રાજ બહાર કરો.’
“કંપનીના પ્રોજેક્ટ મુજબ ‘સર્કલ’ (ગ્રુપ) બનાવી તેમાં રહેલો દરેક ‘મન્કી’ અને તેનો સહાયક ‘ટાઈમ નિન્જા’ તેમના પાવર મુજબ પોતાની અંગત નેતાગીરી સ્વીકારી પ્રોજેક્ટને અંજામ આપતો રહે અને ગોલ અચિવ કરતો રહે.”
સમજવામાં તમારી નસ થોડી ખેંચાઈ ને?- હાઈલા ! મારી તો શું… અમેરિકાના અન્ય દિગ્ગજ કોર્પોરેટ્સના મેનેજરોની પણ આવી નોખી સિસ્ટમ જાણીને ખેંચાઈ રહી છે. પણ કોઈએ તંગ થયા વિના (અને ટાંગ ખેંચ્યા વિના) ટોનીને આવકાર્યો છે. એમ કહીને કે “બકા! તું ત્યારે સિસ્ટમ તારે ત્યાં શરુ કર….સફળ થશે તો અમેય સ્વીકારવાના જ છીએ !)”
બોલો હવે?- આવી ઓફિશો આપડે ત્યોં ચેટલી? એટલે જ તો કીધું કે…ત્યાં એવી જોબનો બોજ લેવા જેવો છે ને……હેં ભ’ઈ?
~-~~-~હજુ ધરાયા ન હોવ તો…આ લિંક ચાવવા જેવી:
https://netvepaar.wordpress.com/2010/12/11/book_review-delivering-happines/
Very Good