
Samuel Profeta’s Creative Resume
.
આજે બ્રાઝિલના એક ગ્રાફિક-ડિઝાઈનર ‘સેમ પ્રોફેટા’ના ઉદાહરણ દ્વારા મજાની આઇડીયલ વાત કરવી છે. આ સેમભાઈએ તેમની બાયોડેટા/રિઝયુમને (ફોટોમાં દેખાતા) દૂધના કાર્ટન પર ડિઝાઈન અને પ્રિન્ટ કરી છે.
પહેલી નજરે દુધની કોઈક નવી જ બ્રાંડ લાગતા પેકને રસપૂર્વક વાંચીએ તો તેના પર સેમભાઈએ ખુદના ફોટો-લોગો સાથે પ્રોફેશનલ અનુભવો, પર્સનલ અચિવમેંટસ, (ન્યુટ્રીશનલ) ફેક્ટસ, તેમજ બારકોડ યુક્ત કોન્ટેકટ ડીટેઇલ્સને સોશિયલ-મીડિયાને અનુરૂપ એવી થિમ પર અસરકારક રીતે તૈયાર કરી અસમાન્ય ક્રિયેટીવીટી બતાવી છે.
હવે તમે જ કહો કે…આ ‘સેમ પ્રોફેટા’ ને જો દુનિયાની કોઈક સુપર એડ-એજન્સીએ જોઈ લીધો હશે તો તેનાં કામની પ્રોફિટ સેમ ટુ સેમ રહી હશે?- …………. ક્યાંથી રહે બાપલ્યા! સેમભ’ઈ એ તો પેલી કહેવત “થિંક આઉટસાઈડ ધ બોક્સ”નેય ખંખેરીને નવી બનાવી છે: “થિંક ઓન ધ બોક્સ.”
તો દોસ્તો, આપણને પણ ખબર જ છે, કે આવાં કામોને ધક્કો મારતું પરિબળ છે…. આઈડિયા!….
યેસ ! દુનિયામાં શ્વાસોચ્હ્વાસની જેમ દર સેકન્ડે ક્યાંક ને ક્યાંક ક્રેઝી આઈડિયા પેદા થતાં જ જાય છે. આ તો ઇન્ટરનેટનાં વિકસાવનારાઓનું પણ ભલું થાજો કે જેના થકી જરૂરી એવા હટકે આઈડિયાઝ આપણને વિવિધ મીડિયા દ્વારા જોવા મળે છે. જેનાથી સાવ સામન્ય લાગતી બાબત પણ અસામાન્ય બનીને વાઇરસની જેમ ફેલાઈ જાય છે.
આવાં અનોખા આઈડિયાઝનો પિટારો મેં પણ બહુ મહેનત કરીને બનાવ્યો છે. જેનું નામ છે. ટ્રેન્ડલી.
તો નેક્સ્ટ પોસ્ટમાં એ ટ્રેન્ડલીની વાત ફ્રેન્ડલી લેવલે જાણવા અહીં આવી જાવ.. “જય આઈ-દિયા!”
માર્કેટિંગ મોરલો:
“આઈડિયાનો જો સાચો ઉપયોગ થાય તો તેની સાથે વાપરનારને તે આઈડિયલ કે આઈડોલ બનાવી દે છે. નહીંતર આઈડલ કે અડિયલ બની ક્યાંક દફનાઈ જાય છે.”
[…] સતત બનતા જ જાય છે, પેદા થતાં જ જાય છે. પાછલી પોસ્ટમાં મુકેલા ‘આઈડિયા’ ઉપરની પેલી […]
“આઈડિયાનો જો સાચો ઉપયોગ થાય તો તેની સાથે વાપરનારને તે આઈડિયલ કે આઈડોલ બનાવી દે છે.
નહીંતર આઈડલ કે અડિયલ બની ક્યાંક દફનાઈ જાય છે.”
“THE FUTURE IS NOW.” Yes! There is NO Tomorrow.