યોગી, ઉદ્યોગી અને ઉપયોગી !

Help

ઈન્ટરનેટના વિકાસ પહેલા જ્યારે માહિતી મેળવવાની સીમિત અવસ્થાને લીધે ‘કાંઈક કરી છૂટવા’ વાળી વ્યક્તિઓ લાઈફને ખૂબ નજીકથી માણવા ઘરબાર છોડી વિચરવા નીકળી પડતા. ને પછી એક અવસ્થા એવી આવતી કે લોકો જ તેમને યોગી અથવા સાધુ તરીકે ઓળખી લેતા.

ત્યારે તેઓ તેમના જેવાં જ બીજાંવને સાધુ અને યોગી બનાવવાનું મિશન રાખી આશ્રમની સ્થાપના કરતા. ને પછી એ આશ્રમ જ ગુરુકૂળની ગરજ સારતું. જેમ કે સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારી બાપુ વગેરે.

આજે જ્યારે સેકન્ડ્સમાં મળતી માહિતીઓના ભંડારાને લીધે ઘણી એવી વ્યક્તિઓ તેમનામાં રહેલી પ્રોફેશનલ-ધૂનને માણવા એક નાનકડા આઈડિયાનો સહારો લઇ બહાર આવે છે, ત્યારે વખત જતે તેમાંથી સર્જાતું તેમનું તોતિંગ એમ્પાયર એવા જ ‘આશ્રમ’ની ગરજ સારે છે. જેમાં જોડાયેલી પ્રોડક્ટ-સેવા, પીપલ, પ્લેસ અને પાવરથી જ તેઓ ઉદ્યોગી સાધુ બને છે.

બાબા રામદેવ, સદગુરુ જગ્ગી વાસુદેવ,ગૌર ગોપાલદાસ, એવાં જ ‘ઉદ્યોગી’સાધુઓ છે. જેઓએ સમયાનુસાર બીજાને નડ્યા કે અડ્યા વિના અત્યારના સંજોગોમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આપી તેમના સ્ટાર્ટઅપને આધુનિક આશ્રમ રૂપે વિકસાવ્યું છે.

આવી હરતી-ફરતી યુનિવર્સીટીનો લાભ લેવા તકસાધુ બનવું યોગ્ય છે.

મેડિટેટિવ મોરલો:

માત્ર યોગી બનવાને બદલે ઉદ્યોગી બનીયે છીએ ત્યારે દરેક માટે ઉપયોગી પણ બનીયે છીએ.” – મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ ૨૦૧૮)

4 comments on “યોગી, ઉદ્યોગી અને ઉપયોગી !

  1. સુરેશ કહે છે:

    લો… અમારો ઉદ્યોગ ……
    https://scratch.mit.edu/users/SBJ1943/projects/

    ગાઈડન્સ જોઈતું હોય તો ‘મફત’ માં મળશે !

  2. gopal khetani કહે છે:

    તમારો બ્લોગ વાચવાની મજા પડે છે. કોઈ વાર અમારા બ્લોગ પર આંટો મારજો. હાર્દિક નિમંત્રણ છે. https://gujaratirasdhara.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.