
હું માનું છું કે આ વાક્ય એવું હાઇપર પ્રેરણાત્મક (હજુ જોશથી કહું તો ધક્કાત્મક !) છે કે જે ઘણાં અશક્ય કામોને શક્ય કરી બતાવે છે.
સાંભળનાર જો આ વાક્યને એક ચેલેન્જ તરીકે સ્વીકારે તો તેણે જે સપનું જોયું છે કે પછી કોઈક અઘરું લાગતું કામ મગજમાં સેવ્યું છે, તે કદાચ તુરંત તો નહિ જ પરંતુ કેટલાંક મહિના કે વર્ષની અંદર તેને અચિવ કરેલું જોઈ શકે છે.
પણ જો સાંભળનાર તેને અપમાન તરીકે સ્વીકારી “હવે તો એનેહ બતાઈ જ દેવું છ.” જેવું ઈગોઈસ્ટિક વલણ અપનાવે તો હું એ પણ માનું છું કે તેના સપના પ્રત્યે ધોબી પછડાટ ખાઈ શકે છે. કારણકે ‘બતાઈ દેવાની’ની વૃત્તિ કરતા ખુદને તે ચેલેન્જ માટે સમર્થ કે સક્ષમ તરીકે સ્વીકારીને વ્યક્તિ કાંઈક અનોખું પરિણામ મેળવી શકે છે.
આવું એટલા માટે કહું છું કે અઢળક આઈડિયાઝની દુનિયામાં ઘણાં એવાં ઉદાહરણો જોયા અને જાણ્યા બાદ મને તેના સોલ્યુશન્સમાં તેની પાછળ રહેલો પડઘો હવે સંભળાય છે.
નેક્સ્ટ ટાઈમ તમારા કોઈક પ્લાન, પ્રોજેક્ટ કે સપના પર કોઈ હસે અથવા “લ્યા ભૈ, ઈ તારાથી નો થઇ હકે” કે પછી “ઈટ’સ ઇમ્પોસિબલ ફોર યુ” કહે ત્યારે, તમેય એ વ્યક્તિકે વાક્ય પર ‘હસી કાઢજો’. ને સમજી જજો કે તમે એ કામ સિદ્ધ કરી શકો છો.
‘આઈડિયા?! મેગેઝિન‘ એવું જ એક પરિણામ છે જેને પહેલા “બહુ ચાન્સ લેવા જેવો નથી.” એવું કહી દબાવી દેવામાં આવ્યું હતું. કહેનાર સાહેબ હવે તેનું કવર પેઈજ અને કન્ટેન્ટ જોઈ સંતુષ્ઠ હાસ્ય સાથે મોં હલાવી જાણે શાબાશી આપી રહયા છે. પણ તેનેય હું ચેલેન્જ તરીકે સ્વીકારી આગળ વધી રહ્યો છું. વિવેકાનંદની જેમ “યા હોમ” કરીને…
તો હવે ‘યા હોમ’ની સાથે જેમને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી લાઈફ-સ્ટાઇલ મેળવવી હોય તો અત્યારે જ મેગેઝિન આ લિંક પર સબ્સ્ક્રાઇબ કરાવી લેજો.: https://gum.co/IdeasMag
મસ્ત મૌલા initiative !