
૧. જખ મારીને મળેલી (નાપસંદ લાગતી) જોબ કે જોબવર્ક કર્યે રાખવામાં…
૨. ખરેખર કોઈકને ચાહતા હોવા છતાં ક્યારેય પણ તેને બેધડક એકરાર ન કરવામાં…
૩. કોઈના “કેમ છો?” ના સવાલ સામે જવાબમાં ખોટેખોટું “મજામાં હોં!” કહેવામાં…
૪. વીતી ગયેલ પ્રેમિકા (કે પ્રેમી) પર ચાંપતી નજર રાખવામાં…
૫. ‘પેલો કે પેલી મારા માટે શું વિચારશે?’- એવું વિચાર્યે રાખી દિમાગને ત’પેલું’ રાખવામાં…
૬. સ્લો કનેક્શન હોવાં છતાં ‘પેલી ફિલ્મ્સ’ની પાછળ અઢળક કલાકો પસાર કરવામાં…
૭. સોશિયલ મીડિયામાં જોવાં મળતાં લોકોના ‘સ્ટાઈલિશ’ ફોટો જોઈ ખુદને દુઃખી કરવામાં…
૮. કોઈકના સુપર અચિવમેન્ટ્સ જાણી કાયમી ‘દુઃખી જીવડા’ બની રહેવામાં…
૯. કોઈકના બાળકોના અર્થહીન ‘પર્સેન્ટાઈલ’ને જોઈ ખુદના બાળક સાથે સરખામણી કરવામાં…
૧૦.અંદર દબાયેલો એક આઈડિયા કે વિચાર બીજાંને ઉપયોગી થઇ શકે તેવું જાણતા હોવા છતાં ‘ચૂપ’ રહેવામાં…
સમય, શરીર, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખાકારી, સંબંધનો હિસાબ સીધો ‘ઉધાર ખાતે જમા’ થાય છે.
નવા વર્ષમાં આજે બસ ! એટલું જ.
બાકી “આઈડિયા?! મીની મેગેઝિન હવે ક્રિસ્પી PDF ફોર્મેટમાં એમેઝોન કિન્ડલ પર પણ હાજર થઇ ગયું છે. આ લિંક પર પણ. https://amzn.to/2XeYCh8
હવે ફરીથી ક્યાં કહું કે ‘આજે જ ડાઉનલોડ કરી લ્યો.’
[…] […]