
એક વાર આઈન્સ્ટાઈનની પાસે એક બાળકના વાલી આવ્યા અને કહ્યું: “સાહેબ, અમને પણ અમારા બાળકને તમારી જેમ જીનિયસ બનાવવો છે, શું કરીએ?”
“મજેદાર વાર્તાઓ સંભળાવો.” – વિજ્ઞાનના ખુરાંટ અને ખાધેલ વૈજ્ઞાનિકે સરળ સાયકોલોજીકલ જવાબ આપ્યો.
વાલીએ સામો પ્રશ્ન કર્યો: “એ તો બરોબર.પણ સાહેબ તેનો માનસિક વિકાસ કરવા માટે શું કરવું?”
“વધું ને વધું વાર્તાઓ સંભળાવો.” – હવે એવો આલ્બર્ટી લાજવાબ સાંભળી લીધા બાદ તે વાલી પણ તે જીનિયસ માઇન્ડના વ્હાલીડા બની જાય એમાં કોઈ શક ખરો? નો. નોટ એટ ઓલ.
તો હવે તમને થશે કે ‘ઓ ભાઈ, આજે અચાનક આમ આઈન્સ્ટાઈન-વાલીની આ વાત કહી તમે કહેવા શું માંગો છો, હેં? તો મારા વ્હાલીડાં દોસ્તો તેની પાછળ બે મુખ્ય કારણો છે.
૧. ગઈકાલે જાજરમાન નેહલબેન ગઢવીનો ‘ઈચ્છાઓ કરવી કે હોવી જોઈએ કે નહિ?‘ એ વિષય પર તેમના ચહેરા જેટલો જ સુંદર વિડીયો જોયો. જેની ૨૫ મિનિટ્સમાં ઉપર મુજબના એ નાનકડા કિસ્સાની વાત એક સાવ અલગ એન્ગલથી ઈચ્છાના તડકા એવા સ્ટોરી-ટેલિંગ ફેક્ટર સાથે કરવામાં આવી છે.
જો તમને વધું જાણવાની ‘ઈચ્છા’ હોય તો યુટયુબ પર જોઈ લેશો. નહીંતર આમેય નેહલબૂનને કે આઈંસ્ટાઈનભઈને ધરાર ખોટું લાગવાનું નથી. 😛
૨. ઉપરના કિસ્સામાં જ્યારે ‘કહાની’ હોય ત્યારે વિશ્વના અઢળક કહાનીકારો, કથાકારોની વચ્ચે જેનું નામ શિરમોર કહી શકાય એવા માર્કેટિંગ જીનિયસ સ્ટિવ જોબ્સને કેમ ભૂલી શકાય? પ્રોડક્ટ્સ, પર્સન, કંપની અને બ્રાન્ડ્સને તેની એક યુનિક ‘સ્ટોરી-સેલિંગ’ આવડત દ્વારા કઈ રીતે વિકસાવી શકાય તે સ્ટિવ બાબુ બખૂબી જાણતા હતા. તેના વડે જ તો ઓક્સિજન વગર ડચકાં ખાઈ રહેલી એપલ કંપનીને તેમણે થોડાંક જ વર્ષોમાં કાર્બન જેવી મજબૂત બનાવી બતાવી.અલબત્ત તેની પાછળ પણ એક બીજું અદભૂત ‘પૌરાણિક કારણ’ હતું. જેને કારણે સ્ટિવ જોબ્સ તે સમયના ‘મોદી સાહેબ’ બની ગયા હતા. 😛
હવે એ કારણ તો હું મારા ‘આઈડિયા?! મેગેઝીન‘ના માર્ચ મહિનાના અંકમાં ખાસ જણાવી રહ્યો છું. બાકી બધું જો એમને એમ અહીં બતાવી દઈશ તો મારા વાલી (અને મારી વાળી પણ) ખીજાઈ જઈ કહેશે…”બેસો છાનાંમાનાં.” – એટલે ઓવર ટુ એમેઝોન કિન્ડલ… 😉 🙂